Last Update : 05-April-2012, Thursday
 
દિલ્હીની વાત
 
ક્વીટ-ઈન્ડિયા ભારત છોડો..
નવી દિલ્હી, તા.૩
ક્વીટ ઈન્ડિયા - ભારત છોડો મુવમેન્ટ ભારતના ઈતિહાસના પાના પરથી ફરી સપાટી પર આવી ગઇ છે. અંગ્રેજો સામેની લડતમાં ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું એવી જ રીતે ભારતમાં વિદેશી રોકાણ સામે થઇ રહ્યું છે. ભારતમાં વિદેશી રોકાણ સાથે કામ કરતી અઢી લાખ જેટલી કંપનીઓને યુપીએ સરકારે બ્રિટનના નાણા પ્રધાન દ્વારા ચેતવણી આપી છે.
આવકવેરાના સૂચિત સુધારાના પગલે ભારતના સત્તાવાળા વિદેશની ભૂમિ પર થતા વિદેશી કંપનીઓના કામકાજો પર પણ ટેક્સ નાખી શકશે.
જો આમ થશે તો વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવાના બદલે તે પાછું ખેંચી લેશે. જેનો સીધો ફટકો અર્થતંત્ર પર પડશે.
અહલુવાલીયાના
સ્થાને કોણ??
રાજ્યસભામાં વિરોધ પક્ષના ડેપ્યુટી લીડર ભાજપના એસ. એસ. અહલુવાલીયાની જગ્યાએ કોણ આવશે?! અહલુવાલીયા રાજ્યસભામાં એગ્રેસીવ રોલમાં રહેતા હતા પરંતુ આ વખતે તેમની ફેર-પસંદગી થઇ નથી. રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે અરૃણ જેટલી પરનું પ્રેશર ઘટાડી શકે એવા કોઇ નેતાની જરૃર છે.
પક્ષના વર્તુળોના જણાવ્યા અનુસાર પક્ષના પ્રમુખ નીતિન ગડકરી અને આરએસએસની પસંદગી પ્રકાશ જાવડેકર છે જ્યારે રવિશંકર પ્રસાદ અને માયાસિંહ પણ સ્પર્ધામાં છે. જોકે પ્રકાશ જાવડેકર પાસે કામનું પ્રેશર ઘણું છે જ્યારે બાકીના બેને કોઇ ગંભીરતાથી સાંભળે એમ નથી...
વી.કે. સિંહ અને જાવડેકર
લશ્કરના વડા વી.કે. સિંહ અને સંરક્ષણ પ્રધાન વચ્ચેની કોલ્ડવોર અંગે સાવચેતીથી પ્રતિભાવ આપતા ભાજપ સૌને ત્યારે આશ્ચર્ય થયું હતું કે જ્યારે જાવડેકર સંરક્ષણ પ્રધાન એન્ટોનીનું રાજીનામું માગ્યું હતું. રાજીનામું માગવાની તેમની વાત પક્ષમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પક્ષના વર્તુળો એમ કહે છે કે જાવડેકર પોતે એમ સિદ્ધ કરવા માગે છે કે રાજ્યસભામાં વિપક્ષના ડેપ્યુટી લીડર તરીકે તે ફીટ છે. પરંતુ શું આ આઈડીયા કામ કરશે ખરો?! એ તો સમય આવ્યે જ ખબર પડશે. દરમ્યાન મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં પ્રવેશેલા નઝમા હેપતુલ્લા માટે બ્રાઇટ ચાન્સ છે. તે આ પોસ્ટ પર રહી ચૂક્યા છે અને મુસ્લિમ કોમ્યુનિટીને ભાજપ પોજીટીવ સિગ્નલ મોકલી શકે છે.
રાજ્યસભામાં આંકડાની મોકાણ
કોંગ્રેસ અને ભાજપ બંનેને રાજ્યસભામાં તેમની કુલ સંખ્યાની ચિંતા છે. ભાજપની ૧૮ બેઠકો ખાલી પડતાં તેને ત્રણ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઓરિસા અને ઝારખંડની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. જોકે હિમાચલ પ્રદેશમાંથી તે એક બેઠક મેળવી શકશે. કોંગ્રેસની ૧૫ બેઠકો ખાલી પડે છે પરંતુ તે વધુમાં વધુ ૧૪ બેઠકો મેળવી શકશે. દરેકની નજર ઝારખંડની બે બેઠક પર છે જેની ચૂંટણીઓ ચૂંટણી પંચે પાછી ઠેલી છે. બે કરોડ રૃપિયા મળી આવતા ઊભા થયેલા વિવાદના પગલે ચૂંટણીની પ્રોસેસ અટકાવી દેવાઇ હતી.
સંઘ સમક્ષ ફરિયાદ
ભાજપના જે નેતાને રાજ્યસભામાં પ્રવેશ નથી મળ્યો એ લોકોએ સંઘ પરિવારને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું છે કે જે લોકો દાયકાઓથી પક્ષની સેવા કરતા હતા તેમની ઉપેક્ષા કરાઇ છે અને બહારના લોકોને ટીકીટ અપાઇ છે. આવી રજૂઆત કરનારાઓમાં પ્રવકતા નિર્મલા સેથુરામન અને પક્ષના સેક્રેટરી શ્યામ મજુનો સમાવેશ થાય છે. સંઘની નેતાગીરીએ આ બાબતે તપાસ કરવાની ખાત્રી આપી છે. આ બધા નેતાઓ ભાજપના પ્રમુખ ગડકરીની નજીકના મનાય છે.
મમતાને મનામણા...
NCTCનો વિરોધ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી કરી રહ્યા છે તે બહુ જાણીતી વાત છે. કોંગ્રેસ તેમને ખુશ રાખવા કોશિષ કરે છે એટલે જ તેમની બે માગણી સ્વિકારી છે.
એક તો મુખ્ય પ્રધાનોની બેઠક એપ્રિલમાં બોલાવવી અને તેમાં માત્ર NCTCનો મુદ્દો જ ચર્ચવો. વડાપ્રધાનને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે આ બેઠકમાં અન્ય કોઇ મુદ્દો ચર્ચવો નહીં. આ બેઠક એક દિવસ ચાલશે કે વધુ સમય ચાલશે તે કહી શકાય એમ નથી. મમતા બેનરજીએ રાજ્યની ગ્રાન્ટ લેતી લાયબ્રેરીમાં મુખ્ય અખબારો પર મુકેલો પ્રતિબંધ ઉઠાવી લેવા પણ સરકાર ચર્ચા કરવા માગે છે. આ નિર્ણયથી કોંગ્રેસ ખુશ નથી પરંતુ તે મમતાને નાખુશ કરવા પણ તૈયાર નથી.
સંસદનું લાઇવ કવરેજ
સમસ્યા રૃપ
વાચકોને યાદ હશે કે સંસદની કાર્યવાહીનું લાઈવ કવરેજ લોકસભાના અધ્યક્ષ પી.એ. સંગમાએ અમલી બનાવ્યું હતું.
હવે એ જ સંગમા જે હાલમાં એનસીપીમાં છે તે લાઇવ કવરેજવાળા પોતાના નિર્ણય અંગે ફરી વિચારવા કહે છે. સંગમા કહે છે કે લાઇવ કવરેજના કારણે સંસદસભ્યો વધુ અગ્રેસીવ વર્તે છે જે તેમને પબ્લીસીટી અપાવે છે. સંગમાએ એવી પણ માગણી કરી છે કે માત્ર લોકસભાના સભ્ય જ વડાપ્રધાન બની શકે એવો સુધારો કરવો જોઇએ. મનમોહનસિંહનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે લોકસભામાં તે ચૂંટાયા નથી છતાં લાંબા સમયથી વડાપ્રધાન છે.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved