Last Update : 05-April-2012, Thursday
 
 

ભારતની કેપ્ટન્સીની રેસમાંથી ફેંકાયેલા સેહવાગ અને ગંભીરની ટીમ વચ્ચે જંગ
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે

આજે રાત્રે ૮ વાગ્યાથી મેચ શરૃ થશે પઠાણ બંધુઓ આમને-સામને

કોલકાતા,તા.૪
આઇપીએલની પાંચમી સિઝનમાં આવતીકાલે સેહવાગની કેપ્ટન્સી હેઠળની દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો મુકાબલો તેના એક સમયના સાથી એવા ગંભીરની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ સામે થશે. અગાઉની ચારેય સિઝનમાં દિલ્હી કે કોલકાતા ખાસ સફળતા મેળવી શક્યું નથી,જેના કારણે તેઓ આવતીકાલની મેચ જીતીને નવી સિઝનનો પ્રારંભ કરવા આતુર છે. ભારતની કેપ્ટન્સીની રેસમાંથી બહાર ફેંકાયેલા સેહવાગ અને ગંભીરની આમને-સામનેની ટક્કર ભારે રોમાંચ જગાવનારી બની રહેશે તેમ મનાય છે.
કોલકાતાના ઇડન ગાર્ડનમાં આવતીકાલે રાત્રે ૮ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. આવતીકાલનો મુકાબલો બરોબરીનો રહેશે, જો કે આ વખતે કોલકાતાની ટીમ વધુ મજબુત લાગી રહી છે. દિલ્હીને સટ્ટાબજારમાં ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ માનવામાં આવી રહી છે. ટ્વેન્ટી-૨૦માં ભૂતકાળમાં ચમત્કારિક અને સાવ અનપેક્ષિત પરિણાંમો જોવા મળી ચુક્યા હોવાથી આવતીકાલની મેચ પણ ભારે રોમાંચક બનશે ત નિશ્ચિત છે.
ગંભીરની કેપ્ટન્સી હેઠળની કોલકાતાની ટીમમાં યુસુફ પઠાણ તેમજ બેન્ડન મેકુલમ જેવા મેચ વિનર ખેલાડીઓ છે. યુસુફ પઠાણ ટ્વેન્ટી-૨૦નો પાવરફૂલ ઓલરાઉન્ડર છે. જ્યારે મેકુલમ ગમે તેવી પરિસ્થિતીમાં તેની ઝંઝાવાતી બેટિંગને સહારે તખ્તો પલ્ટી શકે છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર કાલીસ, બ્રેટ લી, પેટીન્સન પણ તરખાટ મચાવશે તેમ મનાય છે. ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટના દેખાવ પર પણ બધાની નજર રહેશે.
કોલકાતાએ સાત લાખ ડોલરમાં ખરીદેલો વિન્ડિઝનો યુવા સ્પિનર સુનિલ નારિન તેમના માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે તેમ છે. નારિને ગત સિઝનની ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં ઓવર દીઠ માત્ર ૪.૩૭ રન આપ્યા હતા અને ૧૦ વિકેટ ઝડપી હતી. આ વખતે તે આખી સિઝન આઇપીએલ તરફથી રમવાનો હોવાથી કોલકાતાને વધુ સારા દેખાવનો આત્મવિશ્વાસ છે.
બીજી તરફ સેહવાગની કેપ્ટન્સી હેઠળની દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાં યુસુફનો ભાઇ ઇરફાન પઠાણ છે, જે પણ બેટિંગ અને બોલિંગ બંનેમાં મેચનો તખ્તો પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. વોર્નર, બ્રાસવેલ, ફિન્ચ, કોલીન ઇન્ગ્રામ જેવા ખેલાડીઓ ઝંઝાવાત જગાવશે.
સાઉથ આફ્રિકાનો સ્પિનર મર્વ પણ નિર્ણાયક સાબિત થઇ શકે તેમ છે. ભારતીય યુવા ફાસ્ટ બોલર ઊમેશ યાદવની સાથે અગરકરનો અનુભવ દિલ્હી માટે ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. રણજી ટ્રોફીમાં કારકિર્દીની પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારનારા ગુજરાતના મનપ્રીત જુનેજાને દિલ્હીની ટીમમાં સ્થાન મળ્યું છે.
ગત સિઝનમાં સેહવાગની ઇજાના કારણે દિલ્હીનો દેખાવ કંગાળ રહ્યો હતો. સેહવાગ પણ તેની આગવી રિધમમાં રમી શક્તો નહતો, જેના કારણે દિલ્હીને ગત સિઝનમાં છેક છેલ્લો ક્રમ મળ્યો હતો. જો કે ટીમ મેનેજમેન્ટને આ વખતે વધુ સારા દેખાવનો વિશ્વાસ છે.

દિલ્હી ડેરડેવિલ્સ
સેહવાગ (કેપ્ટન), અગરકર, બ્રાસવેલ, ફિન્ચ, જયવર્દને, મેક્સવેલ, મોર્ની મોર્કલ, ઇરફાન પઠાણ, નમન ઓઝા, પીટરસન, રસેલ, આવિષ્કાર સાલ્વી, રોસ ટેલર, વાન ડેર મર્વ, વેણુગોપાલ, વોર્નર, ઇન્ગ્રામ, મનપ્રીત જુનેજા, એરોન, બીસ્ત, બોદી, ચાંદ, નદિમ, નાગર, નેગી, કે. રાવલ, વિકાસ મિશ્રા, તેજસ્વી યાદવ, ઉમેશ યાદવ, ઝફીર પટેલ.

 

કોલકાતા નાઈટ રાઈડર્સ
ગંભીર (કેપ્ટન), હેડ્ડિન, ડે લેન્જ, કાલીસ, બ્રેટ લી, બી.મેકુલમ, મોર્ગન, સુનિલ નારિન, યુસુફ પઠાણ, પેટીન્સન, શાકિબ, ડોસ્ચેટ, મનોજ તિવારી, જયદવે ઉનડકટ, બાલાજી, એસ.લડ્ડા, આર.ભાટિયા, બિસ્લા, ડી.દાસ, અબ્દુલ્લા, સી.જાની, એસ.સમ્સોન, પી.સંગવાન, આઇ.સક્સેના, એસ.અહમદ, લક્ષ્મી રતન શુક્લા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved