Last Update : 05-April-2012, Thursday
 

લોભામણી સ્કીમોમાં વડોદરાવાસીઓના કરોડો ડૂબ્યા

-વઘુ એક વ્યક્તિએ રૂ.૩૭ લાખ ગુમાવ્યા

 

 

- અમદાવાદની બહુનામધારી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ

 

વડોદરા,તા.5 માર્ચ, 2012

 

ઉંચા વ્યાજની લાલચ આપી કરોડોનું ફુલેકુ ફેરવનાર અમદાવાદની કેએસપી ઇન્વેસ્ટમેન્ટ, આલીયા એન્ટરપ્રાઇઝ જેવી બહુનામધારી કંપનીઓની જાળમાં ફસાયેલા વડોદરાના વઘુને વઘુ રોકાણકારો બહાર આવી રહ્યા છે. કેએસપી કંપનીનો આંકડો રૂ. ૩ કરોડને પાર કરી ગયો છે. ત્યારે તાંદલજામાં આલીયા એન્ટરપ્રાઇઝના નામે પણ લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની વિગતો પોલીસના રેકર્ડ ઉપર આવી છે. જેપી રોડ પોલીસે રાજુ માસ્તર અને અમદાવાદના નામચીન ઉદબુદ્દીન તેમજ મળતીયાઓ સામે ગુનો દાખલ કર્યો છે.

 

મહિને ૧૫ ટકાના વળતરની લાલચે ણજીઁ કંપનીએ રૂ. ૩ કરોડ પડાવ્યા બાદ આલીયા કંપની સામે વઘુ એક ગુનો અમદાવાદના ગાયકવાડ હવેલી સામે ઓફિસ શરૂ કરી આલીયા ઇન્વેસ્ટમેન્ટ, કેએસપી ઇન્વેસ્ટમેન્ટ એસકે સન્સ અને બીજા અન્ય નામે રોકાણકારને મહિને ૧૫ ટકા જેટલુ વળતર આપવાની લોભામણી સ્કીમથી આંજી દઇ કરોડો રૂપિયા ખંખેરી લેવાયા હોવાના સનસનાટી ભર્યા કૌભાંડમાં અમદાવાદ અને વડોદરામાં કંપનીના નામીચા સંચાલક ઉદ્બુદ્દીન નિઝામુદ્દીન સૈયદ અને તેના ભાઇ મોઇન સૈયાદ તેમજ અન્ય મળતીયા સામે ફરિયાદોનો સીલસીલો જારી રહ્યો છે.

 

તાંદલજામાં અગાઉ થયેલી ફરિયાદમાં ફસાયેલા રોકાણકારોની રકમનો આંકડો રૂ. ત્રણ કરોડ ઉપર પહોંચ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પણ કૌભાંડની તપાસ હાથ ધરીછે. આવા સમયે આલીયા એન્ટર પ્રાઇઝના નામે થયેલી વઘુ એક ફરિયાદમાં તાંદલજાના ફિરોઝ નગરમાં રહેતા મુઝફર હુસેન નિયાઝ હુસેન સૈયાદ રહે. અમજા બંગલો, મઘુરમ સો. તાંદલજાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં મકાન લેનાર સાહીદઅલી મુસ્તુફાઝીયા સૈયદ ઉર્ફે રાજુ માસ્તરે ૧૫ ટકા વળતરની સ્કીમ સમજાવી તેમને વિસ્વાસમાં લીધા હતા. તેણે રકમ ગમે તે ઘડીયે માંગશો ત્યારે મળી જશે તેમ જણાવ્યું હતુ.

 

રાજુ માસ્તરની સાથે તેની બંને પત્ની તેમજ અન્ય મળતીયા પણ કામ કરતા હતા. મુઝફ્‌ફર હુસેન સૈયદે રૂ.૨૪ લાખનું રોકાણ કર્યું હતું. જયારે તેમના સ્નેહીજનોએ પણ રોકાણ કરતા કુલ રૂ.૩૬.૯૦ લાખ ચુકવ્યા હતા. એકાદ બે મહિના વ્યાજ ચુકવ્યા બાદ રાજુ માસ્તરે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતાં. તેમની પાસે રકમ માંગતા તે પણ આપી નહતી. અને તેઓ ઘર બંધ કરી ચાલ્યા ગયા હતા.

 

તેમણે અમદાવાદની ઓફિસે પણ ધક્કા ખાધા હતા પરંતુ ટોળકીએ ત્યાં પણ ઉઠમણું કર્યું હતું. રોકાણકારોએ પોલીસ ફરીયાદ કરતાં જે.પી. રોડ પોલીસે સાહીદઅલી મુસ્તુફામીયા સૈયદ ઉર્ફે રાજુ માસ્તર રહે. ફિરોઝનગર તાંદરજા તેની પત્ની સાયરાબાનું બીજી પત્ની સાળીયા, ખલીપા એન્ટર પ્રાઇઝના ઉદબુદ્દીન નિઝામુદ્દીન સૈયદ રહે. અમદાવાદ સહિતના આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved