Last Update : 05-April-2012, Thursday
 

ભારતમાં સરકાર- સેના વચ્ચે અંતર વધી રહ્યું છે ત્યારે
ચીનની વધતી જતી લશ્કરી તાકાત અમેરિકા અને ભારત માટે ચિંતારૃપ

નવી દિલ્હી, તા. ૪
ભારતમાં એક તરફ સેના અને સરકાર વચ્ચે અંતર વધતું જાય છે તો બીજી તરફ ચીન વિશ્વમાં લશ્કરી મહાસત્તા બની પ્રથમ ક્રમે આવી રહ્યું છે જે ભારત માટે અસામાન્ય ચિંતાનો વિષય બની રહ્યો છે.
ચીન હવે વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાને આર્થિક પડકાર આપવા સાથે લશ્કરી પડકાર પણ આપવા કટિબ્દ્ધ થયું છે અને તેના ગત વર્ષના સંરક્ષણ ખર્ચ ૯૫.૬ અબજ ડોલરને સીધો ૧૧.૨ ટકા જેટલો વધારી ૧૦૬ અબજ ડોલર કરી દીધો છે. આટલું જ નહિ પરંતુ આ ખર્ચ વધારામાં તેની સાયબર વોરફેર, સ્પેસ કનેક્ટિવિટી તેમજ વિદેશોમાંથી ખરીદવામાં આવતા શસ્ત્રો આવરી લેવાયા નથી પરિણામે અમેરિકા ઉપરાંત ચીનના પાડોશી દેશો વિશેષતઃ ભારત માટે તો તે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. આ સૈનિક સત્તા અસમતુલન ભયાવહ રીતે આગળ વધી રહ્યું છે અને જો તેમાં અચાનક કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો વિશ્વસ્તરે તો તે ભારતનું મહત્ત્વ ઘટી જ જશે, પરંતુ પ્રાદેશિક સત્તા તરીકે પણ ભારત ગણનાપાત્ર નહીં રહે.
૨૩ લાખ સૈનિકો સાથેનું ચીનનું ભૂમિદળ તો અત્યારે નાટો દેશોના કુલ મળી ૨૮ લાખના ભૂમિ દળ પછી ભલે દાર્શનિક રીતે દ્વિતીય ક્રમે લાગે પરંતુ નાટો દેશોનું ભૂમિદળ વિવિધ દેશોમાં વહેંચાયેલું છે જ્યારે ચીનનું ભૂમિદળ તો એક જ કમાન્ડ નીચે છે તે ના ભૂલવું જોઈએ માટે ચીનને ભૂમિદળની ક્ષમતા પર પૂરો ભરોસો છે અને તેના હવાઈદળને અને નૌકાદળને વિસ્તારી રહ્યું છે.
ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તાએ આ સંરક્ષણ ખર્ચના વધારાનો બચાવ કરતા જણાવ્યું છે કે, ચીનની સંરક્ષણ નીતિ સ્વભાવતઃ શાંતિમય જ છે.
આર્થિક મહાસત્તા બની ગયેલું ચીન વાસ્તવમાં છેલ્લા દસ વર્ષથી પોતાની લશ્કરી તાકાત વધારતું રહ્યું છે સાથે તેની ઉપર આંચળો પણ ઢાંકી રહ્યું છે.
તજજ્ઞાો તેમ જણાવે છે કે, અત્યાર સુધી પેસિફીક મહાસાગર ઉપર અમેરિકાની સર્વોપરિતા રહેલી છે વિશ્વના આ ત્રીજા વોર થિયેટર (પહેલા બે મધ્ય એશિયા અને ભૂમધ્ય સમુદ્ર ગણાય છે.) ઉપરથી અમેરિકાની સત્તાએ જ ચીનને ૧૯૯૯૬માં તૈવાન પ્રશ્ને પારોઠના પગલા ભરવાની ફરજ પાડી હતી. આ પરિસ્થિતિને તે દૂર કરવા માગે છે. બીજી તરફ ચીનની ગુપ્ત તૈયારીઓથી હવે અમેરિકા પણ સંચિત બન્યું છે. આથી તો, ઓબામા વહીવટી તંત્રે અને પ્રમુખ ઓબામાએ પોતે પણ ચીનને તેની સંરક્ષણ ક્ષમતા અંગે વધુ પારદર્શી બનવા જણાવ્યું છે.
તેટલું જગજાહેર થઈ ગયું છે કે ચીન એક તરફ સ્વનિર્મિત વિમાનવાહક જહાજ વહેતું મૂક્યું છે તો બીજી તરફ યુક્રેન પાસેથી તેણે એક અન્ય વિમાનવાહક જહાજ ખરીદ્યું છે જેને પુનર્નિર્મિત થઈ રહ્યું છે.
ચીનની યુદ્ધ વિમાન શક્તિ પણ વધી રહી છે તેણે જે ૨૦ પ્રકારના આધુનિક શસ્ત્રોથી સજ્જ તેમના સ્લધ ફાઇટર્સ પ્રાપ્ત કરી હવે તેનું પોતાના દેશમાં જ નિર્માણ શરુ કર્યું છે.
સૌથી ગંભીર વાત ચીને તેની સેટેલાઇટ વોરફેર ક્ષમતા વધારી તે છે. તે ઉપરાંત તેણે તેની એન્ટીસેેેટેલાઇટ ક્ષમતા વધારતા સેટેલાઇટ વોરફેરમાં તેનો હાથ હવે ઉપર રહી શકે તેમ છે. ૧૨,૦૦૦ કી.મી. સુધીની પ્રહારક્ષમતા ધરાવતા મિસાઇલ તથા અણુશસ્ત્રોની વાત લઈએ તો હજી સુધી ચીને હવે નો ફર્સ્ટ સ્ટ્રાઇટનો સિદ્ધાંત જ નેવે મૂકી દીધો છે અને જણાવી દીધું છે કે, કટોકટીભરી સ્થિતિ લાગશે તો તે પહેલો પ્રહાર કરશે જ. જ્યારે સંરક્ષણ તૈયારીઓ અંગેની ચીનની ગુપ્તતાનો બચાવ કરતા ચીનના પ્રવક્તા સન ત્ઝૂએ કહ્યું હતું કે, શત્રુઓના દ્રષ્ટિકોણને જ ધૂંધળો રાખવો તે યુદ્ધવિદ્યાનું હાર્દ છે.
હવે અમેરિકાએ તેનો સંરક્ષણ ઝુકાવ એશિયા તરફ વાળતા ચીનની આ તૈયારી અંગે અમેરિકા ઉપરાંત ભારતને પણ ચેતવા જેવું છે અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને થોડા સમય પૂર્વે જણાવ્યું હતું કે હવે ભવિષ્યનું રાજકારણ એશિયામાં નિર્ણિત થશે. માત્ર ઇરાક કે અફઘાનિસ્તાન પૂરતું નહીં રહે આથી આ ગતિવિધિમાં અમેરિકાએ કેન્દ્રસ્થાને રહેવું જ પડશે.

ચીન અને ભારત
કિસમેં કિતના દમ

-

આર્મી

ચીન

ભારત

૧.

સૈનિક સંખ્યા

૨૨,૫૫,૦૦૦

૧૩,૨૫,૦૦૦ (૨૦૦૮)

૨.

અનામત સૈનિકો

,૦૦,૦૦૦

૧૧,૫૫,૦૦૦ (૨૦૦૮)

૩.

અર્ધલશ્કરી દળો

૩૯,૬૯,૦૦૦

૧૨,૯૩,૩૦૦ (૨૦૦૮)

૪.

ટેન્ક

,૨૦૦

,૮૯૮ (૨૦૦૪)

૫.

આર્ટિલરી

૧૪,૦૦૦

,૧૭૫ (૨૦૦૪)

૬.

એન્ટી-એરક્રાફ્ટ શસ્ત્રો

,૭૦૦

,૪૨૪ (૨૦૦૪)

 

એરફોર્સ

 

 

૧.

કુલ યુદ્ધ વિમાનો

૧૯૦૦

૧૦૦૭ (૨૦૦૪)

૨.

હેલિકોપ્ટર્સ

૪૯૧

૨૪૦ (૨૦૦૪)

૩.

કાર્યરત એરપોર્ટસ

૪૬૭

૩૪૬ (૨૦૦૭)

 

નેવી

 

 

૧.

કુલ યુદ્ધ જહાજો

૭૬૦

૧૪૩

૨.

વિમાન વાહક જહાજ

૧ (૨૦૧૦)

૧ (૨૦૦૪)

૩.

ડીસ્ટ્રોયર્સ

૨૧ (૨૦૦૪)

૮ (૨૦૦૪)

૪.

ફ્રીગેટસ

૪૨ (૨૦૦૪)

૧૬ (૨૦૦૪)

૫.

સબમરીન્સ

૬૮ (૨૦૦૪)

૧૮ (૨૦૦૪)

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved