Last Update : 05-April-2012, Thursday
 

ડયુટીનો પ્રશ્ન ઉકેલવા નાણાં પ્રધાન વેપારી મંડળને કાલે મળવાની શક્યતા
દક્ષિણ ભારતના સોના ચાંદીના વેપારીઓ હડતાળમાં જોડાયા

 

(પીટીઆઈ) મુંબઈ, તા. ૪
સોના ઉપર વધારવામાં આવેલી ડયુટીના પ્રશ્નને ઉકેલવા માટે નાણાં પ્રધાન પ્રણવ મુખરજી બુલિયનના વેપારી પ્રતિનિધમંડળને શુક્રવારે મળે એવી શક્યતા હોવા છતાં ઝવેરીઓની હડતાળ હવે પુડ્ડુચેરી અને તામિલનાડુ સુધી વિસ્તરી છે. દક્ષિણ ભારતના આ રાજ્યોમાં જ્વેવર્સે તેમની દુકાનો બંધ રાખી હતી.
દરમિયાન, ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ૩૦૦ જેટલા ઝવેરીઓએ ચંદીગઢમાં રિક્ષા રેલી કાઢી હતી અને ધરણાં કર્યા શરૃ કર્યા હતાં.
સોનાની આયાત ઉપર લાગતી ઈમ્પોર્ટ ડયુટીને બે ટકાથી વધારીને ચાર ટકા અને અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક ટકો એક્સાઈઝ ડયુટી લાદવાના સરકારના નિર્ણયના વિરોધમાં ૧૭મી માર્ચથી દેશના વિવિધ ભાગોમાં સુવર્ણકારો હડતાળ ઉપર છે. નાણાં પ્રધાન મુકર્જીએ વર્ષ ૨૦૧૨-૧૩ના તેમના અંદાજપત્રના પ્રવચનમાં ડયુટી લાદવાની જાહેરાત કરી હતી.
ચેન્નાઈમાં ગઈકાલે યોજાયેલી બુલિયન ટ્રેડર્સની મિટિંગમાં તેમણે વેરાના વિરોધમાં સાત દિવસની હડતાળ પાડવાનો નિર્ણય લીધો હતો. ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન, ચેન્નાઈના રિજિયોનલ ચેરમેન એન. અનંત પદ્મનાભને કહ્યુ હતું કે ચેન્નાઈ અને સમગ્ર તામિલનાડુના શો રૃમ્સ આજથી બંધ છે.
આવનારા છ-દિવસમાં ખાલી ચેન્નાઈમાં આશરે રૃા. ૬૦૦-૭૦૦ કરોડના વેપારને અસર થઈ શકે છે.
મુંબઈમાં આજે યોજાયેલી ૧૦૦થી વધારે એસોસિયેશનના પ્રતિનિધિઓની મિટિંગમા એમ નક્કી કરાયું હતું કે સરકાર જ્યાં સુધી એક્સાઈઝ ડયુટી અને ટીસીએસ(ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) પાછો ના ખેંચી લે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું.
મુંબઈ જ્વેલરી એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ કુમાર જૈને કહ્યુ હતું કે તેમની માગો સંતોષાય નહીં ત્યાં સુધી સ્ટ્રાઈક ચાલુ રાખવાનો તેમનો ઈરાદો છે. તેમણે ૭મી એપ્રિલે મુંબઈ અને ૧૧મી એપ્રિલે નવી દિલ્હીમાં મહારેલીનું આયોજન કર્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ(સીબીઈસી)ના ચેરમેન એસ કે ગોએલે કહ્યુ હતું કે સંદેહ કરવાની કોઈ વાત જ નહીં હોવાનું દરેક મંડળ સમક્ષ અમે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. નાણાં પ્રધાને તેમની મિટિંગ પણ બોલાવી છે. મોટા ભાગે શુક્રવારે આવી મિટિંગ યોજાવાની શક્યતા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved