Last Update : 05-April-2012, Thursday
 

સેનાની બે ટુકડીઓ ૧૬ જાન્યુઆરીએ હિસાર અને આગ્રાથી રવાના થઇ હતી ઃ રિપોર્ટ
લશ્કરે બળવા માટે દિલ્હી તરફ કૂચ કરેલી

સેનાના વડાની ઉંમરના વિવાદ સાથે જોડવાના પ્રયાસો ઃકૂચના અહેવાલો પાયા વિહોણા ઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા. ૪
ભારતીય ઇતિહાસમાં કદી ન બન્યો હોય તેવો બનાવ તાજેતરમાં બન્યો હોવાનું ભારતીય મિડીયાના ઇન્ટેલીજન્સ બ્યુરોએ રજૂ કરેલા અહેવાલને આધારે જાણવા મળ્યું છે. ૧૬મી અને ૧૭મી જાન્યુઆરીએ ભારતીય સેના બળવો કરવા તૈયાર થઈ હોય અને પાટનગરનો કબજો લેવા સેનાની બે ટુકડીઓ હિસ્સાર તેમજ આગ્રાના કેમ્પમાંથી પાટનગર આવવા રવાના થઈ હોવાનું નોંધાયું છે. જો કે, સેનાએ ભારે ધુમ્સમાં સેના તત્કાલ કેટલી ઝડપથી પહોંચી શકે તેમ છે તે નક્કી કરવા આ ટુકડીઓ તેમની નિયમિત કવાયતમાં નીકળી હોવાનો ખુલાસો કર્યો છે. જો કે, સેનાએ તેમની બહારની કવાયત સંદર્ભે સંરક્ષણ મંત્રાલયને જાણ કરવી પડે છે તે ૧૬મી જાન્યુઆરીએ કરાઈ નહોતી તે પણ હકીકત છે. જો કે વડાપ્રધાને કૂચના અહેવાલો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે.
અહેવાલ અનુસાર સેનાના વડા વી. કે. સિંહે પોતાની જન્મતારીખ સંબંધી મામલો સુપ્રીમમાં દાખલ કર્યો તે પછીના ૧૬થી ૧૭ કલાક અત્યંત કટોકટીપૂર્ણ હતા સેનાની ટુકડીઓએ દિલ્હી તરફ કૂચ આરંભી દીધી હતી. ગુપ્તચર દળોની નજર આ બનાવને પગલે તીક્ષ્ણ બની હતી કેમ કે સરકારની જાણ બહાર આ કૂચ થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ૧૯૮૪માં ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી સેનામાં શીખ બળવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારથી એવી આચારસંહિતા ઘડાયેલી છે કે સેના તેની ટુકડીઓને કેમ્પ બહાર રવાના કરે ત્યારે સંરક્ષણ મંત્રાલયને તેની જાણ કરે જ્યારે પાટનગર તરફ બે ટુકડી આગળ વધી રહી હોવા છતાં ભારત સરકારને તેની ગંધ પણ આવી નહોતી.
બનાવની વિગત એવી છે કે, ૧૬મી જાન્યુઆરીએ મોડી રાત્રે હિસ્સાર ખાતેની 'મર્કન્ડાઇઝ્ડ ઇનફ્રન્ટ્રી'એ ગુપ્તચર દળોની અપેક્ષા બહારની હિલચાલ ચાલુ કરી હતી. આ ઇન્ફ્રન્ટ્રી ૩૩મી આર્મ્ડ ડિવિઝનનો એક ભાગ છે. જે કોર્પસ-૧નો ભાગ છે જેનું મુખ્યાલય મથુરામાં છે. સેનાનું આ કોર્પસ-૧ સામાન્યતઃ શત્રુઓ પર નિર્દયતાથી તૂટી પડવા (સ્ટ્રાઇકિંગ ફોર્મેશન) માટે વપરાય છે. તેના વડા લેફ્ટનન્ટ જનરલ એ. કે. સિંહ છે આ ઇન્ફ્રન્ટ્રી રશિયન બનાવટના આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ્સ (એ.એફ.વીઝ)ને કારણે ગુપ્તચરોએ તરત જ પારખી લીધું હતું.
તે સમયે જ બીજી એક ટુકડી આગ્રાથી પાટનગર તરફ આગળ ધપી રહી હતી આ ટુકડી ૫૦ પારાબ્રિગેડની હોવાનું જણાયું હતું તે ટુકડી પાટનગરના પાદરે દક્ષિણ દિલ્હીમાં આવીને અટકી હોવાનું જણાયું હતું તેની ઓળખ પણ કરી લેવાઈ હતી.
બન્ન ટુકડી પાટનગર તરફ આગળ ધપી રહ્યાના અહેવાલો તુરત જ સંરક્ષણ મંત્રાલયને અપાયા હતા. પાટનગરમાં તત્કાલ પોલીસને જાણ કરી ટેરર એલર્ટના બહાને વાહનોનું ચેકીંગ આદરી માર્ગ પરનો વાહન વ્યવહાર ઘટાડવા સૂચના અપાઈ હતી. સંરક્ષણ મંત્રીને જાણ કરાઈ હતી અને હાલ તે મામલો સામે આવે તો ગમે તેમ કરી વિલંબ કરવો તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનને ૧૭મી જાન્યુઆરીની વહેલી પરોઢે આ મુદ્દે જાણ કરાઈ હતી.
વડાપ્રધાન સુધી વિગત પહોંચતા જ તાત્કાલીક સેનાની કઈ ટુકડી ક્યાં છે ? તેના કમાન્ડર ક્યાં છે ? ખાસ કરીને નૈઋત્ય વિસ્તારની ટુકડીઓની હિલચાલ સંદર્ભે માહિતી મંગાઈ હતી. સંરક્ષણ સચિવ શશિકાંત શર્માને તેમનો મલેશિયા પ્રવાસ ટૂંકાવી તત્કાલ પાટનગરમાં હાજર થવા હુકમ કરાયો હતો. શર્માએ આવ્યા પછી તમામ માહિતી મેળવીને ડાયરેક્ટર જનરલ મીલીટ્રી ઓપરેશન્સ લેફ. જન. એ. કે. ચૌધરીને તત્કાળ મળવા બોલાવ્યા હતા અને પૂછ્યું હતું કે, 'આ બધું શું ચાલી રહ્યું છે ?' તેઓ પારસનીં આ મુવમેન્ટ અંગે સામાન્ય જાણકારી ધરાવતા હોવાનું જણાયું હતું. પારસ એ સેનાનું એવું દળ છે જે ડી.જી.એમ.ઓ.ના સીધા નિયંત્રણમાં હોય છે. તેમણે આ નિયમિત કવાયત હોવાનો ખુલાસો કર્યો હતો. જ્યારે કવાયત ૧૫મીએ પૂર્ણ થયા બાદ આ ટુકડીઓ પાટનગર તરફ શા માટે ગઈ ? સંરક્ષણ મંત્રી કે સંરક્ષણ મંત્રાલયને તેની જાણ કેમ ન હતી ?
જો કે આ બન્ને ટુકડીઓ પાટનગરના પાદરેથી પોતાના મૂળ સ્થાને પરત ફરી હતી. સેનાએ ભારે ધુમ્મસમાં સેના ગોઠવવાની કવાયત થાય તો કેટલી ઝડપે થઈ શકે તેની કવાયત હોવાનો ુલાસો આપ્યો હતો. આમ ભારતીય સેનાની વફાદારી નિઃશંક હોવા છતાં આ મામલે ચકચાર જાગી છે.

સેનાની દેશભક્તિમાં પૂરો વિશ્વાસ ઃ એન્ટોની
(પીટીઆઇ) નવી દિલ્હી,તા. ૪
સેનાની કથીત કૂચ અંગે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ આજે જણાવ્યું હતું કે, અમોને સેનાઓની દેશભક્તિમાં પૂરો વિશ્વાસ છે. તેઓ દેશની લોકશાહીને નુકસાન થાય તેવું કશું જ કરશે નહીં.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved