Last Update : 05-April-2012, Thursday
 

એક મિનિટ પ્લીઝ....

1. ભારતીય નૌકાદળમાં પરમાણુ બળતણથી ચાલતી સબમરીનનો સમાવેશ કરાયો. એક અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલી આઈએનએસ ચક્ર સબમરીનને રશિયાએ ભારતને ૧૦ વર્ષના ભાડાપટે આપી છે.
2. પાકિસ્તાની પ્રમુખ આસીફ અલી ઝરદારી સાથે સરહદ પારના આતંકવાદને મુદ્દે ચર્ચા કરવાની વડાપ્રધાન મનમોહનસિંહને ભાજપની ભલામણ. શનિવારે ઝરદારી વડાપ્રધાન સાથે બેઠક યોજશે.
3. ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમ્ની ભૂમિકા અંગે તપાસની માગણી કરતી બે અરજીઓની સુનાવણી સર્વોચ્ચ અદાલતે હાથ ધરી. આ કેસનો સ્ટેટસ અહેવાલ ત્રણ સપ્તાહમાં રજૂ કરવા સીબીઆઈને જણાવ્યું.
4. સરકારને આગોતરી જાણ વગર સૈન્યની બે ટુકડીઓએ નવી દિલ્હી તરફ કૂચ કરી હોવાના અહેવાલોને 'રદીયો' આપતું વડાપ્રધાન
5. ઓડિશા સરકાર અને માઓવાદીઓ વચ્ચે ઇટાલી નાગરિકને મુક્ત કરવાના મુદ્દે વાટાઘાટો શરૃ થઈ છે. બીજી બાજુ બીજેડીના ધારાસભ્ય ઝિના હિક્કાને છોડી મુકવાની પણ માઓવાદીઓને વિનંતી કરાઈ છે.
6. આદર્શ હાઉસીંગ સોસાયટી કૌભાંડમાં ધરપકડ કરાયેલા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ જયરાજ અને રામાનંદ તિવારીને ૧૨મી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા.
7. સીબીઆઈની ટુકડીએ બેંગ્લોરમાં ભારત અર્થ મૂવર્સ લી.ની ઓફિસમાં દરોડા પાડી ટેટ્રા ટ્રક ડીલને લગતા દસ્તાવેજો જપ્ત કર્યા. કંપનીના ચેરમેન અને એમડી વીઆરએસ નટરાજન્ની પૂછપરછ થવાની શક્યતા.
8. ૧૩ વર્ષીય નોકરની પજવણી કરીને તેને ઘરમાં પૂરી દેવાના આરોપસર દિલ્હીના તબીબ દંપતિની ધરપકડ. દંપતિ વેકેશન માટે થાઈલેન્ડ ગયું ત્યારે નોકરાણીને ઘરમાં પૂરી દીધી હતી.
9. શિરડી સાઈબાબા સમાધી મંદિરને રામ નવમી ઉત્સવ દરમિયાન દાન પેટે રૃા. ૩.૯ કરોડની રોકડ મળી
10. લશ્કર-એ-તોઈબાનો વડો હાફીઝ સઈદ ભારતમાં સર્વનાશ સર્જવા માગતો હોવાનો અમેરિકી આતંકવાદ વિરોધી નિષ્ણાત બુ્રસ રેડીયલનો દાવો.
11. અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર ફેરીના દરમાં બાલતાલ- પંજતરણી માર્ગમાં ૪૦ ટકાનો જ્યારે પહલગામ- પંજતરણી માર્ગમાં ૩૫ ટકાનો વધારો.
12. આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાયન્સને સર્વિસ ટેક્સ પેટે રૃા. ૬૦ કરોડ ચૂકવવા સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સનો આદેશ

 

સમાચાર આંતરરાષ્ટ્રીય

1. અમેરિકામાં પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર મિત્ત રોમેની વિસ્કોન્સિન, મેરીલેન્ડ અને વોશિંગ્ટન ડીસીની પ્રાયમરી ચૂંટણી જીત્યા. પ્રમુખપદ માટે રિપબ્લિકન પક્ષની દાવેદાર બનવાની તેમની શક્યતા મજબુત બની.
2. અમેરિકાના વિસકોન્સિનમાં પાયલટ પતિનું હવાઈ પ્રવાસમાં જ મૃત્યુ થતાં ૮૦ વર્ષીય મહિલાએ વિમાનનું સફળ ઉતરાણ કર્યું.
3. તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વિશ્વની મહાસત્તાઓ સાથે વાટાઘાટો કરવા ઈસ્તાંબુલ યોગ્ય સ્થળ હોવાનો ઈરાનના વિદેશ પ્રધાન અલી અકબર સાલેહીનો મત.
4. સીરિયામાં સરકારે સલામતી દળો પાછા ખેંચવાની જાહેરાત કર્યાના કલાકોમાં જ હિંસા ફાટી નીકળી. સૈન્ય કાર્યવાહી ફરીથી હાથ ધરાઈ. ૮૦નાં મોત.
5. ફ્રાંસની પોલીસે શ્રેણીબદ્ધ દરોડામાં ૧૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓની ધરપકડ કરી. આ તમામને કટ્ટરવાદી વેબસાઈટના ઉપયોગના આધારે પકડી પડાયા.
6. રશિયન માતા તેના નવજાત શિશૂની હત્યા બાદ તેના મૃતદેહને પાંચ વર્ષ સુધી ફ્રિઝમાં રાખવાના અપરાધમાં દોષીત. માતાને ૨૨ મહિનાની સસ્પેન્ડેડ સજા.
7. આતંકવાદી સંગઠન અલ-કાયદા ફરીથી ન્યૂયોર્ક પર ત્રાટકવાની ફિરાકમાં હોવાનું દર્શાવતા પોસ્ટરે ઈન્ટરનેટ પર હલચલ મચાવી. જોકે આવું કોઈ જોખમ ન હોવાનો ન્યૂયોર્કના સત્તાવાળાઓનો દાવો.
8. અમેરિકાના ડલાસ અને ટેકસાસની આસપાસના વિસ્તારને ઘમરોળતા બે પ્રચંડ વાવાઝોડા. અનેક વાહનો અને ઈમારતોને નુકશાન.
9. અમેરિકાના કેલિફોર્નિયાની કોલેજમાં એક વિદ્યાર્થીએ કરેલા બેફામ ગોળીબારમાં માર્યા ગયેલાઓમાં ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી શેરિંગ રિંન્ઝિંગ ભુરિયા પણ સામેલ.
10. સૂચિત બ્રિકસ બેંકને ટેકો આપવાની વિશ્વ બેંકના પ્રમુખ રોબર્ટ ઝોઈલિકની તૈયારી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved