Last Update : 05-April-2012, Thursday
 
આણંદમાં મંગળવારની રાત્રે મળેલી
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો

આડા સંબંધોની શંકામાં હત્યા કરી લાશ બાથરૃમમાં મૂકી ત્રણ સંતાનો સાથે પલાયન

આણંદ,તા.૪
આણંદ શહેરના ભાલેજ રોડ સ્થિત રહીમા પાર્ક-૩ની પાછળ આવેલ આફરીન પાર્કના એક બંધ મકાનમાંથી મંગળવારની મોડી સાંજે એક મહિલાની અત્યંત દુર્ગંધ મારતી લાશ શહેર પોલીસને મળી આવી હતી. આ બનાવ અંગે શહેર પોલીસ મથકે મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગત તા.૨૩મી માર્ચથી તા.૩જી એપ્રિલના સમયગાળા દરમ્યાન આ મહિલાની આડા સબંધના વહેમમાં ગળે રસ્સા વડે ફાંસો આપી હત્યા કરીને તેનો પતિ લાશને બાથરૃમમાં પુરી દઈ ત્રણ બાળકો સાથે ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ગઈકાલ મોડી સાંજે પોલીસે બંધ મકાનનું તાળું તોડી પાછળના ભાગે આવેલ બાથરૃમમાંથી મહિલાની ડી કમ્પોઝ થઈ ગયેલ લાશ જપ્ત કરીને આજે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ર્ડાક્ટર દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાયુ હતું. તેમજ પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા પતિને ઝડપી પાડવા શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.
આણંદ શહેરના ભાલેજ રોડ સ્થિત અમીના મંજિલ પાછળ આવેલ મહંમદી સોસાયટીમાં રહેતા શકીનાબેન સત્તારભાઈ અબ્દુલભાઈ વોરાની પુત્રી અનીષા ઉર્ફે ગુડ્ડીના લગ્ન આઠ વર્ષ પૂર્વ તારાપુરના યાસીન ગુલામનબી વોરા સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન કર્યા બાદ યાસીન વોરા પત્ની અનીષા ઉર્ફે ગુડ્ડી સાથે આણંદ શહેરના રહીમાનગર ભાગ-૩ પાછળ આવેલ આફરીન પાર્ક-૨માં રહેવા આવ્યો હતો અને ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતો હતો. આઠ વર્ષના લગ્ન ગાળા દરમ્યાન અનીષાબેન ઉર્ફે ગુડ્ડી ત્રણ સંતાનોની માતા બન્યા હતા. જેમાં મોટો પુત્ર મહંમદજેદ (ઉં.વ.૭), મહંમદકેસ (ઉં.વ.૫) અને સૌથી નાનો મહંમદજમાલ જે હાલ ૭ માસનો છે. છેેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે પત્ની અનીષાના આડા સબંધોને લઈને નાના મોટા ઝઘડા થતા હતા. જેને લઈ યાસીન વોરા અનીષાને મારઝુડ કરતો હતો અને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. ગત તા.૨૩મી માર્ચ, ૨૦૧૨ના રોજ બપોરના ૧૨ઃ૩૦ કલાકના સુમારે યાસીન વોરા પોતાના ત્રણેય સંતાનોને લઈ ઘરને તાળુ મારીને ક્યાંંક ચાલ્યો ગયો હતો. દરમ્યાન ગઈકાલ મોડી સાંજે યાસીન વોરાના બંધ મકાનમાં અસહ્ય દુર્ગંધ મારવા લાગતા આસપાસના રહીશો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને રાત્રિના આઠ વાગ્યાના અરસામાં આણંદ શહેર પોલીસ મથકને ઉક્ત બનાવ અંગે જાણ કરી હતી. આથી શહેર પોલીસ ઈન્સપેક્ટર પી.કે.દિયોરા સ્ટાફના માણસો સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંધ મકાનનું તાળુ તોડી મકાનની તલાશી લેતાં મકાનના પાછળના ભાગમાં આવેલ બાથરૃમમાં અનીષા ઉર્ફે ગુડ્ડી (ઉં.વ. આશરે ૩૨)ની ડી કમ્પોઝ થઈ ગયેલ લાશ પડેલી નજરે ચઢી હતી. પોલીસને બાથરૃમ પાસેથી એક દોરડું પણ મળી આવ્યું હતું. જેથી પોલીસે એવુ અનુમાન કર્યું હતું કે અનીષા ઉર્ફે ગુડ્ડીની દોરડા વડે ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ યાસીન વોરા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવો જોઈએ.
આ બનાવ અંગે ગઈકાલ મોડી રાત્રે મૃતક અનીષા ઉર્ફે ગુડ્ડીની માતા શકીનાબેન સત્તારભાઈ અબ્દુલભાઈ વોરાએ આણંદ શહેર પોલીસ મથકમાં યાસીન ગુલામનબી વોરા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યાસીન ગુલામનબી વોરા સામે હત્યાનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પતિ યાસિન વોરાને પકડવા પોલીસના દરોડા
આણંદ,તા.૪
આણંદ શહેરના આફરીન પાર્કમાં આડા સબંધના વહેમમાં પત્ની અનીષા ઉર્ફે ગુડ્ડીની ક્રુર હત્યા કરી ત્રણ પુત્રો સાથે પલાયન થઈ ગયેલા હત્યારા પતિ યાસીન વોરાને ઝડપી પાડવા શહેર પોલીસે બે ટીમો બનાવી સંભવિત સ્થળોએ દરોડા અભિયાન હાથ ધર્યું છે. જો કે ટૂંક સમયમાં હત્યારો યાસીન વોરા ઝડપાઈ જાય તેવો આશાવાદ શહેર પોલીસે વ્યક્ત કર્યો છે.

પુરાવાનો નાશ કરવા બાથરૃમ પાસેનો કૂવો તોડવાનો પ્રયાસ
આણંદ,તા.૪
આણંદ શહેરના આફરીન પાર્કમાં આજે શહેર પોલીસે પત્નીના હત્યારા પતિ યાસીન વોરાના મકાનની તલાશી લેતાં ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. યાસીન વોરાએ બાથરૃમ પાસેનો જ કૂવો તોડયાના નિશાન મળી આવ્યા છે. જેથી પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે પત્ની અનિષા ઉર્ફે ગુડ્ડીની હત્યા કર્યા બાદ લાશને પુરાવાના નાશના ભાગરૃપે કૂવામાં નાખી દેવાનો પ્રયત્ન હોવો જોઈએ. પરંતુ કોઈ કારણોસર નિષ્ફળતા મળતાં યાસીન વોરાએ અનીષા ઉર્ફે ગુડ્ડીની લાશને બાથરૃમમાં જ પુરી ત્રણ પુત્રો સાથે પલાયન થઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.

યાસિન વોરાએ અગાઉ બે લગ્ન કર્યા હતા
આણંદ,તા.૪
સ્વરૃપવાન પત્ની અનીષા ઉર્ફે ગુડ્ડીની આડા સબંધના વહેમમાં જ પતિ યાસીન વોરાએ ક્રુર હત્યા કરી નાંખતા તેના ત્રણ માસુમ પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને ત્રણેય પુત્રો નિરાધાર બન્યા છે. અગાઉ યાસીન વોરાએ બે લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved