Last Update : 05-April-2012, Thursday
 

'અમારા સ્વજનો મૃત્યુ પામ્યા હોય તો અમને જણાવો'
મુંબઈથી સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા

કોસ્ટગાર્ડ, નેવી દ્વારા શોધ ખોળ છતાં પત્તો નહીં મળતા પરિવારજનો ચિંતાતૂર ૨૨ ખલાસીઓ હેમખેમ પરત આવે તે માટે મંગાતી દુઆં, કરાતી પ્રાર્થનાઓ

પોરબંદર,તા.૪
પોરબંદરનું 'શિવમ' નામનું વહાણ ખાંડનો જથ્થો ભરીને મુંબઈથી સોમાલીયાના મોગાદીસુ જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયું હતું અને તે કયાં છે? તેની માહિતી ૨૦ દિવસે પણ નહી મળતા તેમાં રહેલા ૨૨ ખલાસીઓ પૈકી પોરબંદરના ૪ ખલાસીઓના પરિવારજનો અત્યંત ચિંતામાં મુકાઈ ગયા છે. અને જણાવે છે કે, ''અમારા સ્વજનો મૃત્યુ પામ્યા હોય તો પણ અમને જણાવો! કઠણ કાળજુ રાખીને અમે કુદરતની ગતિને સ્વીકારી લેશું.
પોરબંદરના જીતુ રામજીભાઈ ગોહેલની માલિકીનું 'શિવમ' વહાણ ૧૪મી માર્ચે મુંબઈથી ૨૨૦૦ ટન ખાંડ ભરીને સોમાલીયાના મોગાદીસુ તરફ જવા નીકળ્યું હતું જેમાં ટંડેલ તરીકે સલાયાના જાકુ ઈબ્રાહિમ ભાયા હતા જયારે પોરબંદરના ૪ ખલાસીઓ નાથાલાલ રણછોડ ટોડરમલ, દેવજી મેપા મોદી, હિરાલાલ કેશવ લોઢારી, રમેશ ધનજી લોઢારી ઉપરાંત સલાયાના અન્ય ૧૭ ખલાસીઓનો સમાવેશ થાય છે. આ વહાણ ગલ્ફના દરિયામાં ધુમ્મસભર્યા વાતાવરણમાં સપડાયા બાદ ગુમ થઈ ગયું હતું. અને તે વખતે પાક.ના કરાચી નજીક દરિયામાં ઉંચા મોજા ઉછડતા હોવાથીતે અંગેની જાણ ટંડેલ જાકુ ઈબ્રાહિમે સલાયાસ્થિત આગેવાનોને કરી હતી. પરંતુ ત્યારબાદ અચાનક વહાણ તરફથી સંદેશા મળતા બંધ થઈ ગયા અને મુંબઈ કોસ્ટગાર્ડને તા.૨૧.૩ના જાણ કરી દેવાઈ હતી. નેવીને પણ જાણ કરી દેવાઈ હોવા છતાં વહાણ ગુમ થયાના ૨૦ દિવસે પણ પતો નહી લાગતા તેમના પરિવારજનો અત્યંત ચિંતામાં મુકાઈ ગયા છે.
પોરબંદર રહેતા ૪ ખલાસીઓ પૈકી નાથાભાઈ રણછોડ ટોડરમલ (ઉ.વ.૫૦) છેલ્લા ૧૫ વર્ષથી ખલાસી તરીકે વહાણમાં જતા હતા અને પરિવારના પાંચ સભ્યોમાં એક પુત્ર રોનક કપડાની દુકાનમાં કામ કરે છે તો બીજો જીજ્ઞોશ વહાણવટુ ખેડે છે. પુત્રી અભ્યાસ કરે છે અને સમગ્ર પ રિવારના સભ્યો ચિંતામાં એટલી હદે મુકાઈ ગયા છે કે એકબીજાને આશ્વાસન આપવા સિવાય કોઈ જ આશરો નથી. નાથાભાઈના પત્ની સોમીબેને જણાવ્યું હતું કે, વહાણમાલિક જીતુભાઈ પાસે પણ અને અનેક વખત પતિના ખબર પુછવા ગયા છીએ પરંતુ વહાણમાલિક ખુદ પણ તેનાથી અજાણ હોવાનું જણાવે છે. જો મારા પતિ મૃત્યુ પામ્યા હોય કે તેમની સાથે દરિયામાં કોઈ અઘટીત ઘટના ઘટી હોય તો તે પણ કાળજુ કઠણ રાખીને અમે સાંભળી લેવા તૈયાર છીએ પરંતુ કાંઈક તો અતોપતો મળવો જોઈએને?
તો ગુમ થયેલા દેવજી મેપા મોદી (ઉ.વ.૪૦) છેલ્લા ૧૦ વર્ષથી વહાણવટુ ખેડે છે અને તેના પુત્ર તથા પુત્રી હજુ અભ્યાસ કરે છે. ઘરમાં કમાનાર એકમાત્ર દેવજીભાઈ જ હતા. તેમના પત્ની દિવ્યાબેને જણાવ્યું હતું કે, પતિ સાથે તા.૧૪.૩ ના વાત થઈ હતી અને ત્યારપછી આજ સુધી તેમની ભાળ મળી નહી હોવાથી અમે ખુબજ ચિંતામાં મુકાયા છીએ. એવી જ રીતે હિરાલાલ કેશવ લોઢારી તથા રમેશ ધનજી લોઢારીના પરિવારજનો પણ વહાણના સગડ નહી મળતા ખુબજ ચિંતામાં ગરકાવ થયા છે અને ચારેય ખલાસીઓના પરિવારજનો એકબીજાને સાંત્વના આપવા સિવાય કશું જ કરી શકતા નથી. તો વહાણના માલિક દ્વારા પણ કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવામાં નહી આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. એવી જ સ્થિતિ સલાયાના ૧૮ ખલાસીના પરિવારજનોની પણ છે. ત્યારે હાલ દરિયો શાંત છે તેથી સુરક્ષા એજન્સીઓ કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા તાત્કાલિક ધોરણે વહાણનો પતો મેળવવો જોઈએ તેવી લાગણી ગુમ થયેલા વહાણના ખલાસીના ઘરના સભ્યો કરી રહ્યાં છે.

દુબઈથી બે વહાણ 'શિવમ'ની શોધખોળ માટે દોડાવાયા
પોરબંદરનું 'શિવમ' વહાણ પાક. નજીકના સમુદ્રમાં લાપતા બન્યાના ૨૦ દિવસ પછી પણ તેનો પતો નહી મળતા આ અંગેની જાણ કોસ્ટગાર્ડ - નેવીને તો કરવામાં આવી છે. પરંતુ તે ઉપરાંત વહાણમાલિક કે દુબઈથી પોરબંદર તરફ આવતા અન્ય વહાણોને પણ જાણ કરી દેતા તેઓ પણ આ ગુમ વહાણની ભાળ મેળવવા શોધખોળ કરી રહ્યાં છે. તો અન્ય બે વહાણોને પણ દુબઈથી દરિયામાં દોડાવીને ખાસ 'શિવમ'ની તપાસ માટે જ મોકલાયા છે. પરંતુ તેમના તરફથી પણ હજુ કોઈ હકારાત્મક સંદેશો મળ્યો નહી હોવાનું જાણવા મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved