Last Update : 05-April-2012, Thursday
 

માણાવદર તાલુકાના નાકરા ગામના
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો

સી.સી. રોડના કામ પેટેનાં ૧.૪૬ લાખના ચેકની અવેજીમાં ૨૫ હજારની લાંચ માંગી હતી, ચારેય સામે એ.સી.બી.એ. નોંધ્યો ગુનો

જૂનાગઢ,તા.૪
માણાવદર તાલુકાના નાકરા ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યએ સી.સી. રોડનું કામ કરનારને ૧.૪૬ લાખનો ચેક આપવાની અવેજીમાં ૨૫ હજારની લાંચ માંગી હતી આ અંગે સી.સી.બી.ને ફરિયાદ થતા છટકુ ગોઠવ્યું હતું અને મૂળ નાકરાના અને માણાવદરમાં ગેરેજ ધરાવતા એક શખ્સને સરપંચ, ઉપસરપંચ અને સભ્ય વતી ૨૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ ચારેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માણાવદર તાલુકાના નાકરા ગામમાં રહેતા ગ્રામ પંચાયતના સભ્ય અને માણાવદર માર્કેટ યાર્ડમાં નોકરી કરતા પૃથ્વીરાજ શિવુભાઈ ઝાલાએ ગામમાં ૧૩૨ મીટર સી.સી. રોડનું કામ રાખ્યું હતું. અને જાન્યુઆરી માસમાં પૂર્ણ થઈ ગયું હતું. તે પેટેના ૧.૪૬ લાખનું બિલ બાકી હતું. તે માટે તેણે સરપંચ વિઠલ ગોપાલ ઠુંમરને બિલની ચુકવણી માટે કહ્યું હતું. બાદમાં સરપંચ વિઠલ ગોપાલ, ઉપસરપંચ સંજય મગન ધડુક તથા ગ્રામ્ય પંચાયતના સભ્ય જેન્તી જીવન બથવારે ચેક આપવાની અવેજીમાં ૫૦ હજારની લાંચ માંગી હતી. પરંતુ છેલ્લે દસ દિવસ પહેલા ૨૫ હજાર રૃપીયા આપી ૧.૪૬ લાખનાં ચેક તા.૪ના માણાવદરથી લઈ જવા નક્કી થયું હતું. નક્કી થયા બાદ પૃથ્વી રાજ ઝાલાએ જુનાગઢ એ.સી.બી.ને જાણ કરી હતી. આથી આજે જૂનાગઢ એ.સી.બી. પી.આઈ. આઈ.એ. સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાકીરખાન બાબી, જગમાલ ભાઈ ડાંગર સહિતના સ્ટાફે પહેલા માણાવદર ગાંધીચોકમાં છટકુ ગોઠવ્યું હતું. પરંતુ સરપંચ અને ઉપસરપંચને શંકા જતા તેઓ ત્યાંથી નાકરાના નિકુંજ ગોરધન પાનસુરિયા નામના નવયુગ ગેરેજના માલિકને ૧.૪૬ લાખનો ચેક આપી ગયા હતાં અને ૨૭ હજાર રૃપીયા આપે તો ચેક આપવાનું કહી ગયા હતાં. બાદમાં પૃથ્વીરાજ ઝાલા ગેરેજ પર ગયા ત્યાં ગેરેજના માલિકે ૨૭ હજાર આપવાની વાત થઈ છે. તેમકહી સરપંચની સાથે ફોનમાં વાત કરાવી હતી. બાદમાં બે હજાર બાદમાં આપી જવાનું કહી ૨૫ હજાર આપી ચેક મેળવ્યો ત્યાં જ એ.સી.બી.ના સ્ટાફે નિકુંજને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં તેણે નાકરાના સરપંચ વિઠલ ઠુંમર, ઉપસરપંચ સંજય ધડુક તથા સભ્ય જેન્તી બથવાર વતી લાંચ લીધી હોવાની કબુલાત આપી હતી. એ.સી.બી.એ. નિકુંજની ધરપકડ કરી અન્ય ત્રણને પકડવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી માણાવદર પંથકમાં ચકચાર વ્યાપી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved