Last Update : 05-April-2012, Thursday
 
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર

પત્નીની હત્યા કરનાર દિલીપ ઠાકરેએ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરતા નરપતસિંહ રાઠોડે લોકઅપ ખોલ્યું ઃ ધક્કો મારી આરોપી ભાગી ગયો

તરસાડી, બુધવાર
માંગરોળ તાલુકાના જુના કોસંબા ગામે આડા સંબંધના વહેમમાં પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારનાર પતિ કોસંબા પોલીસ મથકના પીએસઓની બેદરકારીને કારણે ભાગી જતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. કોસંબા પોલીસના લોકઅપમાં રખાયેલા આરોપીને ચા પીવડાવવા માટે પીએસઓએ લોકઅપ ખોલી આપતાં આરોપી પીએસઓને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. આ કેસમાં પીએસઓ સામે ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી જુના કોસંબા ખાતે રહેતા મુળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના બોરદ ગામના વતની દિલીપ ગણેશભાઇ ઠાકરે (ઉ.વ.૨૩)ને પોતાની પત્ની મોગાબેન (ઉ.વ.૨૧)ના આડાસંબંધ હોવાનો વહેમ હતો. આ વહેમમાં ગત તા.૨ની રાત્રીએ દિલીપે પત્ની મોગાને મોંઢાના ભાગે બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખ્યા બાદ પણ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. જેને પગલે મોગાનું મોત થયું હતું. પત્નીની હત્યાના આરોપસર ગતરોજ કોસંબા પોલીસે પતિ દિલીપની ધરપકડ કરી લોકઅપમાં ધકેલી દીધો હતો.
દરમિયાન આજે સવારે કોસંબા પોલીસ મથકમાં પીએસઓ (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે નરપતસીંહ ઉદેસીંહ રાઠોડ (ઉ.વ.૫૦, રહે. કોસંબા પોલીસ આવાસ) ફરજ પર હતા ત્યારે લોકઅપમાં પૂરાયેલા હત્યાના આરોપી દિલીપ ઠાકરેએ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં પીએસઓ નરપતસીંહ રાઠોડે ફરજ પ્રત્યે બેદરકારી અને નિષ્કાળજી દાખવી લોકઅપ ખોલી આપ્યું હતું. મોકાનો લાભ ઉઠાવી આરોપી દિલીપ ઠાકરે સવારે ૬.૪૫ કલાકે પીએસઓને ધક્કો મારી પોલીસ મથકમાંથી ભાગી છૂટયો હતો.
જેથી પીએસઓએ બૂમાબૂમ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. બેબાકળી બનેલી કોસંબા પોલીસે આરોપીને શોધવા ભારે કવાયત કરી પણ તેના કોઇ સગડ મળ્યા નથી. આ બનાવ અંગે કોસંબા પોલસના પીએસઓ નરપતસીંહ રાઠોડ સામે ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ પણ કલી લીધી હતી. વધુ તપાસ પોસઇ વસાવા કરી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved