Last Update : 05-April-2012, Thursday
 

વિજીલન્સ રિપોર્ટમાં ઘટસ્ફોટ
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ

માત્ર કોન્ટ્રાક્ટરો જ નહી કરોડોનો ધુમાડો કરવા છતાં પાલિકાએ મુકેલા સુપરવાઇઝરો પણ યોગ્ય કામગીરી કરતા નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરી સોંપવાની દરખાસ્ત રિફર બેક કરવામાં આવી હતી. આ કામગીરી અંગે વિજીલન્સ રિપોર્ટ માંગ્યા બાદ તેના આધારે કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો. હાલમાં આવેલા પાલિકાના વિજીલન્સ વિભાગના રિપોર્ટમાં કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં લોલંલોલ હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પરંતુ પાલિકા દ્વારા સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરીમાં જે સુપરવિઝન કરવામાં આવે છે તેમાં પણ અનેક છીંડા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ્ત્રણ વર્ષ માટે રૃા. ૩૦ કરોડના ખર્ચે નાઈટ સ્ક્રેપીગ બ્રશીંગની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવા માટેની કામગીરી શરૃ કરી હતી. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવે તે પહેલાં જ કેટલાક વિવાદ બહાર આવતાં પાલિકા કમિશ્નર એમ.કે. દાસ દ્વારા નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરી સામે વિજીલન્સ તપાસ સોંપી હતી. દરમિયાન નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરીની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી ત્યારે વિજીલન્સ રિપોર્ટ બાકી હોવાથી આ દરખાસ્ત સ્થાયી સમિતિએ રિફર બેક કરી દીધી હતી.
સ્થાયી સમિતિ નાઈટ ્સ્ક્રેપીંગ બ્રશીંગનો કોન્ટ્રાક્ટ આપવા પહેલાં વિજીલન્સ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જોકે, કમિશ્નર દ્વારા આપવામાં આવેલા વિજીલન્સ રિપોર્ટના અહેવાલમાં કોન્ટ્રાક્ટરોની કામગીરી તથા પાલિકાના સુપરવિઝન સામે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
પાલિકાના વિજીલન્સ વિભાગના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામા આવ્યું છે કે, વરાછા, લિંબાયત ઝોનમાં એ.એસ.આઈ. લાંબા સમયથી એક જ જગ્યાએ એક જ વિભાગમાં કામગીરી કરતા હોવાથી તેઓની બદલી કરવી જરૃરી છે. જોકે, આ રિપોર્ટના પ્રાથમિક તબક્કામાં જ આ બન્ને કર્મચારીઓ ઉપરાંત અન્ય બે કર્મચારીની પણ બદલી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામા આવ્યું છે કે, આ કામગીરીમાં ગુણવત્તા જળવાતી નથી આ ઉપરાંત સફાઈ કામદારોની સંખ્યા પણ નિયત કરેલી હોય તેના જેટલી હોતી નથી.
વિજીલન્સ તપાસમાં કામગીરીના મુલ્યાંકન બાદ કેટલાક ઝોનમાં પેનલ્ટી ૬૦ ટકા વસુલી જોઈએ તેવો રિપોર્ટ છે તેના બદલે ઝોન દ્વારા ઓછી પેનલ્ટી વસુવલામાં આવી છે. આમ, કોન્ટ્રાક્ટરોની કામગીરી સાથે સાથે પાલિકાની સુપરવિઝનની કામગીરી પણ નબળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકાના વિજીલન્સ રિપોર્ટમાં કોન્ટ્રાક્ટરની કામગીરી અને પાલિકાની કાર્યવાહી બન્ને લોલંલોલ હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ રિપોર્ટ સ્થાયી સમિતિમાં રજુ થયાં બાદ કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું.

ત્રણ ઝોનના અધિકારી સહિત સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાંની વકી
વરાછા, રાંદેર અને લિંબાયત ઝોનમાં ઓછી પેલન્ટી વસુલ કરાયા હોવાનો વિજીલન્સ રિપોર્ટમાં ઉલ્લેખ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાની નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરી તથા પાલિકાનું સુપરવિઝન નબળું હોવાનો ઉલ્લેખ વિજીલન્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણ ઝોનમાં જે પેનલ્ટી થવી જોઈએ તેના કરતાં ઘણી ઓછી પેનલ્ટી કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેના કારણે વરાછા, રાંદેર અને લિંબાયત ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સહિત અન્ય કર્મચારીઓ સામે પગલાં ભરવાનું સુચન કરવામાં આવ્યું છે.
નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગના વિજીન્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રિપોર્ટ પ્રમાણે રાદેર ઝોનમાં ઈજારદાર એક મંડળી સહિત આઠ ઈજારદાર છે. જેમની કામગીરીના પ્રણામમાં તેમની પાસેથી ૬૭.૫૩ ટકા પેલન્ટી વસુલ કરવી જોઈએ તેની સામે ઝોન દ્વારા માત્ર ૭.૧૮ ટકા પેનલ્ટી વસુલ કરવામાં આવી છે. આવી જ રીતે લિંબાયત ઝોનમાં ચાર એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તેમની કામગીરી જોતાં તેઓએ પાસે ૫૭.૫૦ ટકા પેનલ્ટી વસુલ કરવી જોઈએ. તેની સામે ઝોન દ્વારા ૨૮.૮૨ ટકા જ પેનલ્ટી વસુલ કરવામાં આવી છે. આ ઉપરાંત લિંબાયત ઝોનમાં ચાર એજન્સીની કામગીરી સામે ૭૦.૫૮ ટકા પેલન્ટી વસુલ કરવી જોઈએ પરંતુ ઝોને માંત્ર ૧૪.૩૦ ટકા જ પેલન્ટી વસુલ કરી છે.
આ કામગીરી જોતાં નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગની કામગીરીમાં સુપરવિઝન કરનારા એસ.એસ.આઈ., એસ.આઈ., ચીફ એસ.આઈ. તથા નાયબ આરોગ્ય અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ભરવાનું સુચન કરવામાં આવ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં આ ત્રણ ઝોનના કસુરવાર કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved