Last Update : 05-April-2012, Thursday
 

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ

વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓના પગલે વિતેલા માર્ચ માસમાં જ એડીઆરના મુલ્યમાં ૫.૬૯ બિલીયન ડોલરનું ગાબડું

અમદાવાદ, બુધવાર
વૈશ્વિક સ્તરે ઉદ્ભવેલી અનેક પ્રતિકૂળતાઓના પગલે વિતેલા ૨૦૧૧ના વર્ષમાં અમેરિકાના શેરબજાર પર નોંધાયેલ ભારતીય કંપનીઓના એડીઆરના (અમેરિકન ડિપોઝીટરી રિસીપ્ટસ) મુલ્યમાંથી ૧૨૦ બિલીયન ડોલરનું ધોવાણ થવા પામ્યું હતું. વિતેલા માર્ચ ૨૦૧૨ દરમિયાન પણ પ્રતિકૂળતાઓના પગલે ભારતીય કંપનીઓના એડીઆરના મુલ્યમાં ૫.૬૯ બિલીયન ડોલરનું ધોવાણ થવા પામ્યું હતું.
ભારતની ૧૫ જેટલી કંપનીઓ દ્વારા અમેરિકાના ન્યુયોર્ક શેરબજાર અને નાસ્ડેક પર એડીઆર રજૂ કરાયેલા છે અને તેની ત્યાંના બજારોમાં જ લે-વેચ થાય છે. વિતેલા ૨૦૧૧ના વર્ષ દરમિયાન યુરોપીયન દેશોની કથળેલી નાણાંકીય હાલત તેમજ અમેરિકાનું અર્થતંત્ર નબળું પડતા વૈશ્વિક સ્તરે ભારે પ્રતિકૂળતાભર્યો માહોલ સર્જાયો હતો. આ માહોલમાં ભારતીય કંપનીઓના એડીઆર પર પણ નકારાત્મક અસર થવા પામી હતી અને એડીઆરના ભાવ તુટીને તળિયાની સપાટીએ ઉતરી આવ્યા હતા. આમ, આ પ્રતિકૂળતાના પગલે ૨૦૧૧ના વર્ષમાં ભારતીય કંપનીઓના એડીઆરના મુલ્યમાંથી ૧૨૦ બિલીયન ડોલરનું ધોવાણ થવા પામ્યું હતું.
આ પ્રતિકૂળ પરિસ્થિતિનો માહોલ નવા વર્ષમાં પણ જારી રહ્યો છે. તેમાંય વિતેલા માર્ચ માસ દરમિયાન વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓએ માથુ ઉંચકતા આ માસ દરમિયાન પણ એડીઆરના મુલ્યમાં ૫.૬૯ બિલીયન ડોલરનું નુકસાન થવા પામ્યું હતું. માર્ચ માસ દરમિયાન ભારતીય શેરબજારમાં પણ વોલેટાલિટી ભર્યો માહોલ સર્જાતા તેની પણ પ્રતિકૂળ અસર એડીઆર પર જોવા મળી હતી. માર્ચ માસ દરમિયાન ન્યુયોર્ક શેરબજારના ડાઉજોન્સ ઈન્ડેક્સ અને મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં બે ટકાનું ગાબડું નોંધાયું હતું.
આ સમય દરમિયાન ડબલ્યુએનએસ હોલ્ડિંગના એડીઆરના મુલ્યમાં ૪૭ મિલીયન ડોલર વધતા તે ૫૩૬ મિલીયન ડોલર પહોંચ્યું હતું. જ્યારે જેન પેક્ટના એડીઆર મુલ્યમાં ૪૦ મિલીયન ડોલર વધતા તે ૩.૬૩ બિલીયન ડોલર અને રેનબેક્સના એડીઆર મૂલ્યમાં ૨૫.૬૭ મિલીયન ડોલરનો વધારો થતાં ૩.૬૩ બિલીયન ડોલરે પહોંચ્યું હતું.
બીજી તરફ તાતા મોટરના એડીઆર મુલ્યમાં ૨.૪૭ મિલીયન ડોલરનો ઘટાડો થતા તે ૮૫.૬ બિલીયન ડોલર, સ્ટરલાઇટનું એડીઆર મુલ્ય ૧.૩ બિલીયન ડોલર ઘટીને ૭.૧૮ બિલીયન ડોલર, આઈસીઆઈસીઆઈ બેંકનું એડીઆર મુલ્ય ૮૩૦ મિલીયન ડોલર ઘટી ૨૦ બિલીયન ડોલર અને એચડીએફસી બેંકના એડીઆર મુલ્યમાં ૧૭૯ મિલીયન ડોલરનો ઘટાડો થતાં તે ૨૬.૬૧ બિલીયન ડોલર પર ઉતરી આવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved