Last Update : 05-April-2012, Thursday
 

આયાતોને સીમિત બનાવવાનો આશય
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા

 

નવી દિલ્હી, બુધવાર
સોનાની આયાતને લગતા રિપોર્ટિંગના નિયમોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વધારે કડક બનાવ્યા છે, જેની હેઠળ બેંકોએ હવે સોનાની આયાતના જથ્થા અને પેમેન્ટની અપનાવાયેલી પદ્ધતિ વિષેની માહિતિ આપતું એક મન્થલી સ્ટેટમેન્ટ મધ્યસ્થ બેંકને સુપરત કરવું પડશે. દેશમાંથી બહાર જતા વિદેશી હુંડિયામણ અને સોનાની આયાતથી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પર વધતા દબાણને અટકાવવાનો પ્રયાસ રિઝર્વ બેંકે કર્યો છે. પરંતુ, ઈમ્પોર્ટ ડયુટીના વધારાના વિરોધમાં હાલ હડતાળ ઉપર ઉતરેલા સુવર્ણકારોની મુશ્કેલી આ નિયમથી વધશે તેમ લાગે છે.
આરબીઆઈએ એક નોટિફિકિશન બહાર પાડીને તેમાં કહ્યુ છે કે સોનાની આયાત વિષેની સમગ્ર રિપોર્ટિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો નિર્ણય કરાયો છે.
સોનાની આયાતને પગલે મોટા પ્રમાણમાં દેશમાંથી બહાર જતાં વિદેશી હૂંડિયામણની ચિંતા અને સોનાની આયાતને કારણે ભારતના કરન્ટ એકાન્ટ ડેફિસિટ(સીએડી) પર વધતાં દબાણને અનુલક્ષીને આરબીઆઈએ નવા નિયમો જારી કર્યા છે.
આરબીઆઈના નવા નિયમો અનુસાર નોમિનેટેડ બેંકો,એજન્સીઓ, જેમ અને જ્વેલરી સેક્ટરની સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન(એસઈઝેડ) અને નિકાસલક્ષી એકમો દ્વારા આયાત કરવામાં આવતાં સોનાના જથ્થા, તેની કિંમત અને તેને ચુકવવાના પ્રકાર વિષેની વિગતોનું એક હાફ યરલી સ્ટેટમેન્ટ આપવાનું બેંકોને કહેવાયું છે.
આરબીઆઈના ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટમાં આ સ્ટેટમેન્ટ સુપરત કરવાનું રહેશે. માર્ચ અને સપ્ટેમ્બરના અંતે આવા નિવેદન જમા કરાવવાના રહેશે.
ઉપરાંત, નોમિનેટેડ બેંકો સિવાયની નોમિનેટેડ એજન્સીઓ, નિકાસલક્ષી એકમો (ઈઓયુ) અને સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)દ્વારા કરાયેલી સોનાની આયાતના જથ્થાની અને તેની કિંમતનો તેમ જ રિપોર્ટિંગ માસને અંતે સંયુક્ત પોઝિશનની વિગતો આપતું માસિક સ્ટેટમેન્ટ આપવાનું પણ તેમને આરબીઆઈએ કહ્યુ છે.
અગાઉ ઈઓયુ,એસઈઝેડ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, નોમિનેટેડ એજન્સીઓ અને બેંકોએ તેમના દ્વારા આયાત કરાયેલા સોનાની કિંમત અને ટ્રાન્ઝેક્શન્સની સંખ્યાને દર્શાવતું એક માસિક સ્ટેટમેન્ટ આરબીઆઈને સુપરત કરવાનું રહેતુ હતું.
ભારતમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૧૧ વચ્ચે ૭૧-૭૨ બિલિયન ડોલરના ક્રૂડની આયાત પછીના ક્રમે સોનાની ૪૬ બિલિયન ડોલરના મૂલ્યની આયાત કરાઈ હતી. સોનાની ઉંચી આયાતને કારણે સીએડી પર દબાણ વધતું હતું.
આયાતને મર્યાદિત રાખવા માટે તાજેતરમાં જ સરકારે સોનાની આયાત ઉપર લાગુ પડતી બે ટકાની ડયુટી વધારીને બમણી એટલે કે ૪ ટકા કરી હતી. આથી સોનાના આયાતકારો તેમ જ સુવર્ણકારોમાં કચવાટ પેદા થયો છે અને તેના વિરોધમાં તેમણે છેલ્લા ૧૫ દિવસથી હડતાળ પાડી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબ્લ્યુજીસી) અનુસાર વર્ષ ૨૦૧૧ ભારતમાં ૯૬૯ ટન સોનાની આયાત કરાઈ હતી. વિશ્વમાં ભારત સોનાનો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે.
સોનાની આયાત પર વધારાયેલી જકાત તેમ જ અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક ટકાની એક્સાઈઝ ડયુટીના વિરોઝમાં વેપારીઓ અને જ્વેલર્સ ૧૭મી માર્ચથી હડતાળ ઉપર છે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved