Last Update : 05-April-2012, Thursday
 

સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા ઃ વિશ્વ બજારમાં ૬૦ ડોલરનું ગાબડું પડયું

ચાંદીમાં રૃ.૫૭૦૦૦ની સપાટી તૂટી ઃ વિશ્વ બજારમાં ડોલર વધતાં ફંડોની વ્યાપક વેચવાલીઃ મુંબઈમાં રૃ.૫૧ પાર કરતો ડોલર

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હડતાળ ચાલુ રહેતાં કામકાજો બંધ રહ્યા હતા. એકસાઈઝના વિરોધમાં દેશભરના ઝવેરીઓ ૧૬મી માર્ચે બજેટ રજૂ થયા પછી હડતાળ પર ઉતરી ગયા છે અને મુંબઈમાં પણ બંધનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. દરમિયાન, દિલ્હીમાં નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી શુક્રવારે ઝવેરીઓના પ્રતિનિધિને મળશે એવી શક્યતા આજે બજારમાં બતાવાઈ રહી હતી. દરમિયાન, મુંબઈમાં આજે બંધ બજારે સોના-ચાંદીના ભાવો ઉંચા ભાવથી ઝડપી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે મંગળવારે વધીને ૧૬૮૦ ડોલર બોલાયા હતા. તે આજે ઉંચા ભાવથી ૬૦થી ૬૨ ડોલર તૂટી નીચામાં ૧૬૧૭.૯૦ ડોલર થઈ સાંજે ૧૬૨૪.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટી જતાં મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જે મંગળવારે રૃ.૨૮૨૦૦થી ૨૮૨૨૫ રહ્યા હતા તે આજે ઝડપી ઘટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી રૃ.૨૭૭૫૦થી ૨૭૮૦૦ બોલાઈ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૩૨૫થી ૨૮૩૫૦ વાળા ઘટી રૃ.૨૭૮૮૦થી ૨૮૯૩૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના જે મંગળવારે રૃ.૫૭૦૦૦ પાર કરી રૃ.૫૭૧૦૦ બોલાયા હતા તે આજે તૂટી રૃ.૫૭૦૦૦ની અંદર જતા રહી રૃ.૫૬૨૨૫થી ૫૬૨૫૦ બોલાયા હતા. આમ સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૪૦૦થી ૪૨૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૮૫૦ જેટલા તૂટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો જે મંગળવારે ઉંચામાં ૩૩.૧૦ ડોલર રહ્યા હતા. તે આજે તૂટી નીચામાં ૩૧.૬૫ થઈ સાંજે ૩૧.૮૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે આજે બંધ બજારે બંને કિંમતી ધાતુઓમાં ઉંતા ભાવોએ માનસ વેંચવાનું રહ્યું હતું. જો કે ડોલરના ભાવો રૃ.૫૦.૭૨ વાળા આજે ઉંચામાં રૃ.૫૧.૨૩ થઈ છેલ્લે રૃ.૫૧.૧૧ રહ્યા હતા, વિશ્વ બજારમાં પણ અમેરિકાના અર્થતંત્રમાં વિકાસની તકો વધતાં તથા યુરો સામે ડોલર મજબૂત બનતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા ભાવોએ હેજ ફંડો હળવા થઈ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved