Last Update : 05-April-2012, Thursday
 

સર્વિસિઝ ક્ષેત્રના માર્ચના નબળા આંકડા ઃ મીનિ વેકેશને
શેરોમાં તેજીને બ્રેક ઃ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે વૃદ્ધિ મંદ પડી ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬

આજે મહાવીર જયંતી, આવતીકાલે ગુડ ફ્રાઇ-ડેના બજારો બંધ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
ત્રણ દિવસના ટૂંકા સપ્તાહના આજે અંતિમ દિવસે મુંબઇ શેરબજારોમાં સુધારાને બ્રેક લાગી હતી. કોર્પોરેટ ઇન્ડિયાના ચોથા ત્રિમાસિકના પરિણામોની શરૃ થયેલી સીઝનમાં ગઇકાલે કેપિટલ ગુડઝ- પાવર જાયન્ટ ભેલ દ્વારા પ્રોવિઝનલ ધોરણે નફામાં ૧૪.૨ ટકાની વૃદ્ધિના સારા પરિણામ જાહેર કરતા પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં એફઆઇઆઇ- લોકલ ફંડોની લેવાલીનું આકર્ષણ આજે પણ જળવાઇ રહ્યું હતું, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધિરાણ દરો સસ્તા કરવા માટે પ્રમુખ દરોમાં ઘટાડો કરવામાં થઇ રહેલા વિલંબ અને દિન- પ્રતિદિન ઔદ્યોગિક ક્ષેત્ર કોર્પોરેટ જગત ઊંચા ધિરાણ દરોએ વધતા ઋણ બોજ અને ઘટતી સ્થાનિક ગ્રાહકનો સામનો કરી રહ્યો હોઇ ઘણી કંપનીઓના અપેક્ષીત નબળા પરિણામ અને બેંકોની એનપીએ- ડૂબત લોનમાં વધારો થવાના ભયે શેરોમાં નવી મોટી ખરીદીમાં સપ્તાહાંતે સાવચેતી સાથે નફારૃપી વેચવાલી જોવાઇ હતી. જેમાં હવે એક તરફ યુ.એસ- અમેરિકાની મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિના અપેક્ષીત પ્રોત્સાહક આંકડા સાથે આર્થિક રીકવરીના આંકડા સામે ભારતમાં માર્ચ મહિનામાં સર્વિસિઝ ક્ષેત્રની વૃદ્ધિના નબળા આંકડાએ અને એચએસબીસી મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિનો આંક પણ ફેબુ્રઆરીના ૫૬.૫થી ઘટીને માર્ચમાં ૫૨.૩ નોંધાતા સોફ્ટવેર શેરો તેમજ ટેલીકોમ શેરોમાં વેચવાલી હતી. મેટલ, બેંકિંગ, ઓટો શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૯૭.૪૨ સામે ૧૭૫૫૩.૨૬ મથાળે ખુલીને ઘટતો જઇ એક સમયે ૧૬૦.૮૨ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૪૩૬.૬૦ સુધી પહોંચી ગયો હતો. જે લાંબો સમય ૯૦થી ૧૨૦ પોઇન્ટની રેન્જમાં નરમાઇ બતાવતો રહી અંતે ૧૧૧.૪૦ પોઇન્ટના ઘટાડે ૧૭૪૮૬.૦૨ બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં ૫૩૦૦ની સપાટી અકબંધ ઃ ૫૩૦૫ થઇ ૫૩૨૨ ઃ એડીએજી શેરોમાં વેચવાલી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૫૮.૫૦ સામે ૫૩૨૮.૬૫ મથાળે ખુલીને આરંભમાં ભેલ, રેનબેક્સી લેબ, ડૉ. રેડ્ડીઝ લેબ., કેઇર્ન ઇન્ડિયા, આઇડીએફસી, હિન્દાલ્કો, પાવર ગ્રીડ કોર્પ, એચસીએલ ટેક્નો, સિમેન્સ, હીરો મોટોકોર્પમાં આકર્ષણે ઉપરમાં ૫૩૩૮.૪૦ થયો હતો, જે સામે જિન્દાલ સ્ટીલ, ગેઇલ, જેપી એસોસીયેટસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ફ્રા., સ્ટરલાઇટ, સિપ્લા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, સેસાગોવા, લાર્સન સહિતમાં વેચવાલીએ નીચામાં ૫૩૦૫.૩૦ સુધી જઇ અંતે ૩૫.૬૦ પોઇન્ટ ઘટીને ૫૩૨૨.૯૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૮૯થી તૂટી ૭૨ ઃ ૫૩૦૦નો પુટ ૬૬.૯૦થી ઉછળીને ૮૮.૨૦ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૨,૨૪,૭૨૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૦૦૨.૫૪ કરોડના ટર્નઓવરે ૫૩૮૩.૨૫ સામે ૫૩૬૧ ખુલી નીચામાં ૫૩૨૪.૭૫ સુધી જઇ અંતે ૫૩૪૯.૦૫ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨,૨૭,૯૮૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૨૩૫.૯૭ કરોડના ટર્નઓવરે ૮૯.૧૦ સામે ૭૯ ખુલી નીચામાં ૬૩.૫૦ સુધી ગબડી જઇ અંતે ૭૨.૨૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો પુટ ૨,૨૮,૧૯૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૧૪૦.૩૯ કરોડના ટર્નઓવરે ૬૬.૯૦ સામે ૭૫ ખુલી ઉપરમાં ૮૮.૨૦ સુધી ઉછળી જઇ અંતે ૭૭ હતો.
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૪૬.૮૦થી ગબડી ૩૧ થઇ ૩૫.૭૫ ઃ ૫૭૦૦નો કોલ ૮.૪૦થી તૂટી ૬.૨૫
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૦.૬૫ સામે ૪૭ ખુલી નીચામાં ૪૬.૬૦થી ઉપરમાં ૫૪.૨૫ સુધી જઇ છેલ્લે ૪૬.૭૦ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૪૬.૮૦ સામે ૩૭.૫૦ ખુલી ઉપરમાં ૪૦થી નીચામાં ૩૧ સુધી ગબડી જઇ અંતે ૩૫.૭૫ હતો. જ્યારે નિફ્ટી ૫૭૦૦નો કોલ ૮.૪૦ સામે ૭.૮૫ ખુલી ૭.૯૫ થઇ નીચામાં ૫ સુધી ગબડી જઇ અંતે ૬.૨૫ હતો. નિફ્ટી ૫૬૦૦નો કોલ ૨૧.૧૫ સામે ૧૬ ખુલી ૧૮.૩૦ થઇ નીચામાં ૧૨.૯૦ સુધી જઇ છેલ્લે ૧૫.૫૦ હતો. નિફ્ટી ૫૦૦૦નો પુટ ૧૪.૪૦ સામે ૧૮.૭૫ ખુલી નીચામાં ૧૬ થઇ અંતે ૧૬ હતો.
એચએસબીસી પીએમઆઇ માર્ચમાં ઘટીને ૫૪.૭ ઃ યુરોપના બજારોની નરમાઇએ પીછેહઠ
સર્વિસિઝ ક્ષેત્રે માર્ચ મહિનામાં નબળા આંકડા સાથે એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પરચેઝીંગ મેનેજર્સ ઇન્ડેક્ષ (પીએમઆઇ) ભારતનો ફેબુ્રઆરીના ૫૬.૬ અને જાન્યુઆરીના ૫૭.૫ની તુલનાએ ઘટીને ૫૪.૭ જાહેર થતા તેમજ યુરોપમાં મંદ પડતી ઔદ્યોગિક- વૃદ્ધિના આંકડા સાથે આજે યુરોપીયન સેન્ટ્રલ બેંકે જર્મનીમાં ફુગાવાના જોખમને ધ્યાનમાં લઇ બેન્ચમાર્ક વ્યાજ દર ૧ ટકો જાળવી રાખ્યા સાથે યુ.એસ.માં વધુ સ્ટીમ્યુલસની અપેક્ષાને ફેડરલ રીઝર્વ નકારતા યુ.એસ. યુરોપના બજારોની નરમાઇની અસર પણ ચાલુ બજારે એશીયા સાથે મુંબઇ શેરબજારોમાં જોવાઇ હતી.
એસ્સાર ઓઇલે રૃા. ૬૩ અબજ ગુજરાત સરકારને ચૂકવવાના આદેશમાં સુપ્રિમ કોર્ટે અપીલ ફગાવી ઃ શેર રૃા. ૩ તૂટયો
એસ્સાર ઓઇલ લિમિટેડ ગુજરાત સરકારને વેચાણ વેરાની રૃા. ૬૩ અબજની ચૂકવણીના આદેશમાં સુપ્રિમ કોર્ટને કરેલી રીટને આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દેતાં શેર રૃા. ૩ ઘટીને રૃા. ૫૬.૭૫ રહ્યો હતો. ગેઇલ ઇન્ડિયા રૃા. ૧૦.૭૦ ઘટીને રૃા. ૩૭૧.૩૫ રહ્યો હતો.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં નફારૃપી વેચવાલી ઃ આરકોમ, કેપિટલ, ઇન્ફ્રા. ઘટયા રિલાયન્સ ઇન્ડ. ઘટયો
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ રિલાયન્સ કેપિટલ રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૩૯૪.૭૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૮૫.૧૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૨.૧૦ ઘટીને રૃા. ૬૦૦.૭૦ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ કેજી-ડી૬ ગેસ બ્લોક્સમાં ઉત્પાદનમાં ઘટાડા સાથે રીફાઇનીંગ માર્જીન પણ ઘટી રહ્યું હોઇ હવે જામનગર ખાતેની મેન્યુફેક્ચરીંગ સવલતોમાં ડીઝલ હાઇડ્રો ટ્રીટીંગ યુનીટ ત્રણ સપ્તાહ માટે મેઇન્ટેનન્સ માટે બંધ કરવા નિર્ણય અને ચોથા ત્રિમાસિકના પરિણામ નબળા નીવડવાની શક્યતાએ શેર રૃા. ૫.૩૫ ઘટીને રૃા. ૭૪૭.૧૦ રહ્યો હતો.
લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં પણ તેજીને બ્રેક ઃ સ્ટરલાઇટ, હિન્દાલ્કો, જિન્દાલ શેરો ઘટયા
યુરોપના બજારોમાં લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલમાં સુધારાને બ્રેક સાથે સ્થાનિકમાં પણ મેટલ શેરોમાં તેજી અટકી સાધારણ નરમાઇ હતી. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૧૧૦.૬૦, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૭.૧૦ ઘટીને રૃા. ૫૨૫.૯૦, સેઇલ રૃા. ૯૭.૯૫, ટાટા સ્ટીલ રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૪૭૪.૭૦, સેસાગોવા રૃા. ૩.૩૫ ઘટીને રૃા. ૧૯૪.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૭.૩૫ ઘટીને રૃા. ૭૧૮.૬૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૧૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૫૫.૨૭ રહ્યો હતો.
રબરના ભાવો ઘટતા ઓટો વેચાણ વૃદ્ધિએ ટાયર શેરો સીએટ, મોદી રબર ઉછળ્યા ઃ એમઆરએફ, બોનસ ચર્ચાએ રૃા. ૧૦૬૫૭
રબરના ઘટતા ભાવોએ ટાયર કંપનીઓ માટે કાચામાલનો ખર્ચ ઘટતા ટાયર કંપનીઓના શેરોમાં સતત લેવાલી રહી હતી. તાજેતરમાં ઓટો કંપનીઓના માર્ચના વાહનોના વેચાણમાં પણ ઊંચી વૃદ્ધિનું આકર્ષણ ટાયર શેરોમાં રહ્યું હતું. મોદી રબર રૃા. ૫.૯૫ ઉછળીને રૃા. ૩૫.૭૫, સીએટ રૃા. ૯.૯૫ ઉછળીને રૃા. ૧૦૦.૫૦, એમઆરએફમાં બોનસની ચર્ચાએ પણ લેવાલીએ રૃા. ૩૧૪.૩૦ ઉછળીને રૃા. ૧૦૬૫૭, ટીવીએસ શ્રીચક્ર રૃા. ૧.૮૫ વધીને રૃા. ૩૨૮.૬૦, જેકે ટાયર્સ રૃા. ૩.૬૫ વધીને રૃા. ૮૨.૨૦, અપોલો ટાયર્સ રૃા. ૩.૦૫ વધીને રૃા. ૮૩.૪૫, ફાલ્કન ટાયર્સ રૃા. ૩.૦૫ ઉછળીને રૃા. ૩૫ રહ્યા હતાં.
ભેલ સતત બીજા દિવસે સારા પરિણામે વધ્યો ઃ અદાણી પાવર, લક્ષ્મી મશીન પણ વધ્યા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ભેલનો વાર્ષિક ચોખ્ખો નફો ૧૪.૨૫ ટકા વધીને રૃા. ૬૮૬૮ કરોડ અને ટર્નઓવરે ૧૩.૭૬ ટકા વધીને રૃા. ૪૯૩૦૧ કરોડ જાહેર થવા સાથે કંપનીએ સેબીમાં ફાઇલ કરેલું ફોલોઓન પબ્લિક ઓફરનું ડીઆરએચપી પાછું ખેંચતા શેરમાં લેવાલીના આકર્ષણે રૃા. ૯.૩૫ વધીને રૃા. ૨૭૩.૫૫, અદાણી પાવર રૃા. ૨.૧૦ વધીને રૃા. ૭૨.૫૦, લક્ષ્મી મશીન રૃા. ૩૬.૭૦ વધીને રૃા. ૧૭૨૯.૪૫ રહ્યા હતાં.
ઇન્ડસઇન્ડ બેંકમાં અવિરત તેજી ઃ આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ ઘટયા
બેંકિંગ શેરોમાં ખાનગી બેંકોમાં ઝડપી આગળ વધતી ઇન્ડસઇન્ડ બેંક ધનલક્ષ્મી બેંકના એક્વિઝીશનની રેસમાં હોવાની ચર્ચા વચ્ચે રૃા. ૫.૧૦ વધીને રૃા. ૩૩૩.૧૫, રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૫.૦૫ વધીને રૃા. ૩૭૧.૩૦, રહ્યો હતો. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૭.૧૦ ઘટીને રૃા. ૮૯૦.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૬.૬૦ ઘટીને રૃા. ૫૫૦.૪૦ એક્સીસ બેંક રૃા. ૫.૮૦ ઘટીને રૃા. ૧૧૬૭.૨૫ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved