Last Update : 05-April-2012, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૪-૨૦૧૨ ગુરૂવાર
ચૈત્ર સુદ તેરસ (સુદ ચૌદસનો ક્ષય)
આજે હાટકેશ્વર જયંતી
નૃસંિહ દોલોત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદના સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૮ મિ. (સૂ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ ઃ- આજે સવારના ૧૧ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૩ ક. ૩૨ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મીન, મંગળ- સંિહ (વ.) બુધ- કુંભ (મા.), ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા (વ.) રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર- સવારના ૧૧ ક. ૨૧ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ૠતુ રા.દિ.ચૈ. ૧૬
માસ-તિથિ-વાર ઃ- ચૈત્ર સુદ તેરસ ને ગુરૂવાર. (ચૌદસનો ક્ષય છે)
આજે હાટકેશ્વર જયંતી છે. શિવ દમનોત્સવ.
નૃસંિહ દોલોત્સવ. મુરલીધરલાલજી કાશીનો ઉત્સવ.
વડતાલ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ભાગવતી દીક્ષાદિન.
ચૈત્ર સુદ ચૌદસનો ક્ષય છે. બજારોમાં વધઘટ? અશુભ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૧ રોજ રામ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હાટકેશ્વર જંયતી, મહાવીર જયંતીના ધાર્મિક પર્વે પોતાના રોજીંદા કામમાં હળવાશ- રાહત અનુભવો. વધારાનું કામકાજ કરી શકો.

 

વૃષભ ઃ આપના હૃદય-મનની શાંતિ- આનંદમાં વધારો થાય. ધર્મકાર્ય થાય. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.

 

મિથુન ઃ મહાવીર જયંતી, હાટકેશ્વર જયંતીએ સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય પરંતુ બિનજરૂરી વિવાદ-ચર્ચાથી દૂર રહેવું.

 

કર્ક ઃ હાટકેશ્વર જયંતી- મહાવીર જયંતીનું ધાર્મિક પર્વ આપના હૃદય-મનની પ્રસન્નતાનું રહે. ધર્મકાર્ય થાય. જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય.

 

સંિહ ઃ આપને આનંદની અનુભૂતિ થાય. ચંિતા-વ્યથામાંથી મુક્ત રહી, આપના ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજીક કામમાં ઘ્યાન આપી શકો.

 

કન્યા ઃ આપના નોકરી-ધંધાના, ઘર, પરિવારના, મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો. વિચારોની દ્વિધા છતાં કામને ઉકેલી શકો. આનંદ રહે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા- ખર્ચ રહે. વડીલવર્ગના પ્રશ્ને ચંિતા રહે. આજે હાટકેશ્વરજયંતી, મહાવીરજયંતીએ ધર્મકાર્યથી આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ હાટકેશ્વરજયંતી, મહાવીરજયંતીનું ધાર્મિક પર્વ આપના હૃદય-મનની પ્રસન્નતામાં વધારો કરનારું રહે. ફાયદો-લાભ થાય.

 

ધન ઃ નોકરી-ધંધાના કામમાં હળવાશ રહે. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. મકાન- જમીન- વાહનતી ચંિતા- ખર્ચ જણાય.

 

મકર ઃ હાટકેશ્વરજયંતી, મહાવીરજયંતીના ધાર્મિક પર્વે મીલન- મુલાકાત- યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય, કામકાજમાં રાહત રહે.

 

કુંભ ઃ આજે હાટકેશ્વરજયંતી, મહાવીર પર્વના ધાર્મિક પર્વ છતાં આપે આપના રોજીંદા કામમાં ધીરજ, શાંતિ રાખવી. ગુસ્સો કરવો નહીં.

 

મીન ઃ આપના આનંદ- ઉત્સાહમાં વધારો થાય. નોકરી- ધંધાના, ઘર-પરિવારના કામમાં ચંિતા- મતભેદ પછી પ્રશ્ન ઉકેલાય.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૫-૪-૨૦૧૨ ગુરૂવાર

 

આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ આપની હવે પછીની જીંદગી માટે મહત્વનું બની રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા આનંદ, ઉત્સાહમાં વધારો થાય. રૂકાવટવાળા વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવી શકો. પરિવારના, કુટુંબના કામમાં, સંતાનના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. વિશેષમાં-

 

* આપની જીંદગીનો એક નવો તબક્કો શરૂ થાય. માનસિક હળવાશ રાહત થતી જાય. શારિરીક તંદુરસ્તી એકંદરે સારી રહેવાથી સ્વસ્થતાપૂર્વક આનંદમાં રહી શકો.

 

* યાત્રા પ્રવાસ, ધર્મકાર્યનું આયોજન ગોઠવાય. ધર્મ, આઘ્યાત્મિકતામાં, આત્મસ્ફૂરણામાં વધારો થાય.

 

* મકાન- વાહન- મીલ્કતનો પ્રશ્ન ઉકેલાય. નોકરી, ધંધાના, ઘર, પરિવારના કામકાજમાં સાનુકૂળતા રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ રૂકાવટવાળા વિલંબમાં પડેલા એક પછી એક પ્રશ્ન ઉકેલાતા જાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ સફળતા- પ્રગતિનું રહે. હૃદય- મનની શાંતિ, પ્રસન્નતા, આનંદમાં વધારો થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા મળે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કવિ સંમેલનમાં કવિ છગને કવિતા લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયા સે,
ઐસા કલજુગ આયેગા...
હંસ ચુગેગા દાના ઔર
કૌઆ મોતી ખાયેગા...’
કવિ છગન પછી કવિ મગનનો વારો હતો. એણે પણ તુલસીદાસની ચોપાઈ લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયાસે,
ઐસા કલયુગ આયેગા
અણ્ણા રહેગા ભૂખા પ્યાસા,
કસાબ બિરીયાની ખાયેગા...’

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved