Last Update : 04-April-2012, Wednesday
 

કેન્સરનો કાળપંજો

‘કેન્સર એટલે કેન્સલ’ એવી જૂની ઉક્તિ હવે ભલે પહેલાંની જેમ સનાતન સત્ય જેવી ન રહી હોય, પણ કેન્સરના ખતરાને અને તેનાથી થતાં મૃત્યુને જરાય ઓછાં આંકવાં જેવાં કે હળવાશથી લેવા જેવાં નથી. મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’માં પ્રગટ થયેલા ૨૦૧૦ના ભારતના આંકડા આ હકીકતને ધૂંટી આપે છે.
યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના ‘સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રીસર્ચ’ના પ્રો. પ્રભાત ઝાએ તૈયાર કરેલા રીસર્ચ પેપર પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં ભારતમાં ૫.૫૬ લાખ લોકો કેન્સરનો ભોગ બન્યા હતા. એ વર્ષે મૃત્યુ પામેલા ૨૫ લાખ પુરૂષોમાંથી ૮ ટકા કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે મૃત્યુ પામેલી ૧૬ લાખ મહિલાઓમાંથી ૧૨ ટકા કેન્સરનો ભોગ બની હોવાનું સંશોધન લેખમાં જણાવાયું છે. આટલી મોટી સંખ્યામાં પોતાનો કાળપંજો ફેલાવનાર કેન્સરના યમદૂતો કયા કયા સ્વરૂપે મોજૂદ છે, એ જાણવા માટે કેન્સરના પેટાપ્રકારોની અસર પણ તપાસવામાં આવી છે.
કેન્સરનો ભોગ બનેલા પુરૂષોમાં સૌથી વધારે ૨૩ ટકા - એટલે કે લગભગ દર ચારમાંથી એક પુરૂષ- મોંના કેન્સરમાં સપડાયેલા હતા. ૧૨.૬ ટકા પુરૂષો માટે જઠરનું કેન્સર અને ૧૧.૪ ટકા માટે ફેફસાંનું કેન્સર પ્રાણઘાતક પુરવાર થયું. સ્ત્રીઓમાં કેન્સરથી થતાં મૃત્યુ માટે સૌથી વઘુ જવાબદાર પ્રકાર હતોઃ ગર્ભાશયનું કેન્સર. મૃત કેન્સરગ્રસ્ત સ્ત્રીઓમાંથી ૧૭ ટકા આ કેન્સરનો ભોગ બની. બીજા ક્રમે આવ્યું સ્તનકેન્સર, જેના કારણે મૃત્ય પામેલી કેન્સરગ્રસ્ત સ્ત્રીઓનું પ્રમાણ ૧૦.૨ ટકા હતું. કેન્સરથી મૃત્યુ પામેલા દર્દીઓમાંથી લગભગ પોણા ભાગના (૩.૯૫ લાખ) ૩૦ થી ૬૯ વર્ષના વયજૂથમાં હતા.
દર ચારમાંથી એક કેન્સરગ્રસ્ત પુરૂષ મોંના કેન્સરનો શિકાર બને તેનો સૂચિતાર્થ બહુ સ્પષ્ટ છેઃ તમાકુનું વ્યસન તેની વિનાશકારી અસર બતાવી રહ્યું છે. સંશોધનમાં દર્શાવ્યા પ્રમાણે, કેન્સરથી થયેલાં કુલ મૃત્યુમાંથી ૪૨ ટકા પુરૂષો અને ૧૮.૩ ટકા સ્ત્રીઓ તમાકુ સાથે સંકળાયેલા કેન્સરનો ભોગ બન્યાં છે. એટલે કે, વર્ષ ૨૦૧૦માં આશરે ૮૪ હજાર પુરૂષો અને ૩૬ હજાર સ્ત્રીઓ તમાકુજનિત કેન્સરથી મૃત્યુ પામ્યાં છે. ૨૦ ટકા મૃતકો તમાકુ ખાવાને કારણે કેન્સરનો કોળિયો બન્યા હોવાનું પણ નોંધાયું છે. તમાકુના વ્યસનમાં શહેર અને ગામડું બન્ને ઝડપાયેલાં છે. જોકે, શહેરમાં તમાકુથી થયેલા કેન્સરને કારણે મરનારા ૨૭ હજાર પુરૂષોની સરખામણીમાં ગામડાંમાં એ સંખ્યા બમણાથી પણ વધારે- ૫૭ હજાર- નોંધાઇ છે. ઘુમ્રપાનને લીધે કેન્સરના ખતરા ઉપરાંત બીજા રોગો વકરવાની પણ બીક રહે છે.
૨૦૦૧-૦૩ દરમિયાન થયેલાં ૧.૨૨ લાખ મૃત્યુમાંથી કેન્સરનો ભોગ બનેલાની સંખ્યા ફક્ત ૭,૧૩૭ હતી, જે વર્ષ ૨૦૧૦માં ૫.૫૬ લાખના તોતંિગ અને ચંિતાજનક આંકડે પહોંચી ગઇ છે. તેનું શ્રેય કાનૂની ચેતવણીઓ છાપીને પણ એકંદરે બેરોકટોક ધંધો કરી ગુટખા કંપનીઓને આપી શકાય. તદ્દન હલકી ગુણવત્તાની સામગ્રી વાપરીને આરોગ્યને હાનિકારક એવા ગુટખા બનાવતી કંપનીઓના કરવેરા મેળવીને અને તેમને મોટા અક્ષરે ચેતવણીઓ છાપવાની ફરજ પાડીને સરકાર સંતુષ્ટ થઇ જાય છે, પરંતુ આ ગુટખાકંપનીઓ દ્વારા ઘૂમ નાણાં વેરીને કરાતી જાહેરખબરોની અને તેમનાં ઉત્પાદનો દ્વારા લોકોના આરોગ્યને થતા નુકસાનની અસર સાથે સરકારને જાણે કશી લેવાદેવા નથી.
શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારોમાં કેન્સરથી મૃત્યુ પામતા પુરૂષોમાં સૌથી મોટું પ્રમાણ મોંના કેન્સરનું જોવા મળ્યું છે. તે જ સૂચવે છે કે તમાકુનાં બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનો અંગે સરકારની નીતિ અને ચંિતા કેટલાં અપૂરતાં અને અધકચરાં છે. મોંના અને ફેફસાંના કેન્સરનો વ્યાપ અટકાવવા માટે તમાકુ પર કાબૂ રાખવાનું અત્યંત જરૂરી હોવાનું પ્રો. ઝાએ સંશોધન અહેવાલમાં જણાવ્યું છે.
એ માટે પ્રતિબંધો લાદવાને બદલે કે કાનૂન ચેતવણી છાપવા જેવા ટૂંકા- બિનઅસરકારક રસ્તા અપનાવવાને બદલે, તેમની કંિમતોમાં આકરો વધારો થાય કે તમાકુનાં ઉત્પાદનો પર કમરતોડ વેરા લાદવામાં આવે, એ જાતના ઉપાય વધારે અકસીર નીવડ્યા છે. પરંતુ એ માટે સૌથી તો કડક હાથે કામ લેવાની દાનત જોઇએ.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved