Last Update : 04-April-2012, Wednesday
 

લંડન-પેરીસમાં સાયકલ શેરીંગનો વેવ
વિશાખાપટનમ સાયકલનો ઉપયોગ કરી રાહ ચીંધે છે

- ૧૦ કરોડનો પ્રોજેક્ટ ઃ દેશના મોટા શહેરોમાં અમલી બનાવી શકાય

 

ઉત્તર પ્રદેશમાં જ્યારથી સમાજવાદી પક્ષની સાયકલે વિજય પતાકા લહેરાવી છે ત્યારથી સાયકલ એ પ્રગતિનો સિમ્બોલ બનતી જાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી નાની ઉંમરના મુખ્ય પ્રધાન તરીકે અખિલેશ સામે સૌથી મોટા પડકારો રહેલા છે. સમાજવાદી પક્ષની સાયકલની ઘંટડીએ કેન્દ્ર સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. સાયકલ એ પ્રગતિ ઉપરાંત કરકસરનો પણ સિમ્બોલ છે. પર્યાવરણની અનેક સમસ્યાઓ વચ્ચે સાયકલ મુક્તિ અપાવે છે. સમૃદ્ધ રાજ્યોમાં સાયકલનો ઉપયોગ આરોગ્ય વિષયક થાય છે. લોકો જોગીંગ માટે સાયકલનો ઉપયોગ મોટાપાયે કરે છે. અમદાવાદમાં તો બીઆરટીએસના માર્ગ પર સાયકલીંગનો ટ્રેક ઉભો કરવાનું પ્લાનીંગ ચાલે છે.
જોકે સાયકલનો ઉપયોગ કરનાર વર્ગ ઓછો છે. સ્કુલ ગોઈંગ વિદ્યાર્થીઓ તેનો વિશેષ ઉપયોગ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓ ઉપલાવર્ગમાં આવતાં જ ગીયરલેસ ટુ-વ્હીલર ફેરવતા થઈ જાય છે. મઘ્યમવર્ગ અને ઉચ્ચ મઘ્યમવર્ગના વિદ્યાર્થીઓ કોલેજ શિક્ષણ દરમ્યાન પણ ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા થયા છે. આ સંજોગોમાં સાયકલ પ્રથમ નજરે અદ્રશ્ય થતી જોવા મળે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ સાયકલનું સ્થાન મહત્વનું છે.
વિશાખાપટનમ મ્યુનિસિપલ કોર્પોરેશને સાયકલનો વપરાશ અને વ્યાપ વધારવા વિશેષ સવલતો ઉભી કરી છે. વિશાખાપટનમના સત્તાવાળાઓ સાયકલીંગને ફેશનેબલ બનાવવા માગે છે.
પરિસ્થિતિ એવી થઈ છે કે મ્યુનિસિપલ ઓફીસમાં જ્યાં એમ્બેસેડોરનો જમેલો રહેતો હતો ત્યાં હવે સાયકલો જોવા મળશે. વિશાખાપટનમના કમિશ્નર બી. રમનજનેયેલુએ લોકોને સાયકલના વપરાશની સલાહ આપ્યા વગર પોતે જ તેનો ઉપયોગ શરૂ કર્યો છે. કમિશ્નર અને તેમના અધિકારીઓ દર સોમવારે અર્થાત્‌ અઠવાડીયાના પ્રથમ દિવસે તેમની કારનો ઉપયોગ નહીં કરે અને ફરજીયાતપણે સાયકલ વાપરશે.
વિશાખાપટનમના સત્તાવાળાઓએ સાયકલ-શેરીંગનો આઈડ્યા પ્રજાના લાભાર્થે મુક્યો છે. જેમાં તે મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૦ જેટલા સ્થળોએ પ્રજાના વપરાશ માટે સાયકલો રાખશે. જેનો વપરાશ પ્રજા વિનામૂલ્યે કરી શકશે અને તેને વપરાશ પછી પરત આપશે. આ સ્કીમ હેઠળ સત્તાવાળાઓએ ૨૦૦૦ સાયકલો પ્રજાના વપરાશ માટે ‘ફ્રી’ મુકી છે. સાયકલનો વપરાશ કરતી પ્રજાએ હાજર પરના સ્ટાફને ઓળખ આપવાની રહેશે.
વિશાખાપટનમના સત્તાવાળાઓએ પોતાના આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પાસે દશ કરોડની સહાય માગી છે. કેન્દ્રના શહેરી વિકાસ પ્રધાન કમલનાથે હવે નિર્ણય લેવાનો બાકી છે.
વિશાખાપટનમમાં આ પ્રોજેક્ટ હકીકતે તો ગયા નવેમ્બરથી શરૂ કરાયો હતો જેમાં દરિયા કિનારાનો પાંચ કિ.મી.નો રસ્તો સવારે બે કલાક માટે મોટર વાહનો માટે બંધ કર્યો હતો, અને ત્યાં પ્રજા માટે ૨૦ સાયકલો મુકાઈ હતી. આ સ્કીમ ખૂબ ઉપયોગમાં આવતા તેનું વિસ્તરણ કરાયું હતું.
દિલ્હીમાં સાયકલ-શેરીંગ પ્લાન અંગે ચર્ચા થઈ હતી પરંતુ તેને કોઈ ટેકો મળ્યો નહોતા. સાયકલીંગ એ શરીરની તંદુરસ્તી માટે આસાન વિકલ્પ છે. તેનાથી પોલ્યુશન ઘટે છે અને ટ્રાફીકની સમસ્યા પણ નિવારાય છે. દિલ્હી શહેરમાં આવી શેરીંગ સ્કીમ માટે વિચારાયું હતું. બેંગલોરમાં સાયકલ શેરીંગ સ્કીમ માટે પ્લાનીંગ થઈ રહ્યું છે.
વિશાખાપટનમના સત્તાવાળાઓએ એક દિવસ સાયકલ વાપરવાનો કરેલો નિર્ણય આવકારદાયક છે. ઘણીવાર સાયકલ પર પ્રવાસ કરતા રાજકીય નેતાઓના ફોટા જોવા મળે છે. આ લોકો પર્યાવરણની રક્ષા કરવાના બદલે પ્રસિદ્ધી માટે સાયકલ ફેરવતા હોય છે. એક દિવસ માટે મોટરનો વપરાશ બંધ કરવાનો નિર્ણય રાજકીય નેતાઓએ અપનાવવા જેવો છે. આ નેતાઓ સાયકલ ફેરવતા થશે તો પ્રજા તેનું અનુકરણ કરશે. નેતાઓ જો પર્યાવરણના રક્ષણની વાતો કરતા હોય તો તેમણે જ પ્રથમ તેનું અનુકરણ કરીને પ્રજામાં દાખલો બેસાડવો જોઈએ.
સાયકલના વપરાશ અંગે અન્ય દેશો પર નજર કરીએ તો ચીનમાં સાયકલનો વપરાશ સૌથી વઘુ છે. એવી જ રીતે જાપાન બીજા નંબરે આવે છે. લંડનમાં છેલ્લા બે વર્ષથી બકેલે બાઈક શેર પ્રોગ્રામ હેઠળ ૪૦૦ પોઈન્ટ પર પ્રજાને સાયકલ મળી રહે છે. અહીં પ્રથમ ૩૦ મિનિટ માટે સાયકલ મફત વાપરવા મળે છે, ત્યાર પછીના કલાક માટે એક પાઉન્ડ ચૂકવવો પડે છે. જ્યારે આખો દિવસ સાયકલ જોઈતી હોય તો ૫૦ પાઉન્ડ ચૂકવવા પડે છે.
પેરિસમાં તો બાયસીકલ શેરીંગની સિસ્ટમ વિશ્વમાં સૌથી મોટી હોવાનું મનાય છે. પેરિસમાં ૧૪૫૦ પોઈંટ પર ૨૦ હજાર સાયકલો મુકાઈ છે. આ સમગ્ર નેટવર્કનું નામ વેલીબ છે. ૨૦૦૭માં શરૂ થયેલી આ સિસ્ટમ પર ચોરોની નજર લાગી ગઈ હતી. નેટવર્ક હેઠળ વપરાતી સાયકલ પૈકી ૮૦ ટકા સાયકલો ચોરોએ ડુપ્લીકેટ ધુસાડી દીધી હતી.
નેધરલેન્ડમાં રેલવે સ્ટેશનો પર બાઈક-શેરીંગ સિસ્ટમ ઉભી કરાઈ છે. આ એક એવો દેશ છે કે જ્યાંના ૨૭ ટકા લોકો સાયકલ દ્વારા તેમનો પ્રવાસ કરે છે.
શહેરોમાં મૂળ સ્ટેશન સુધી પહોંચવા ટ્રાન્સપોર્ટ બસ સર્વિસ મળી જાય છે. પરંતુ ત્યાંથી મૂળ સ્થળ સુધી પહોંચવા રીક્ષાનો ઉપયોગ કરવો પડે છે. જે સરવાળે પ્રજાને મોંધુ પડે છે. અમદાવાદની વાત કરીએ તો બીઆરટીએસના બસ સ્ટેશનથી અન્યત્ર જવા માટે અન્ય બસ સવલત કે રીક્ષાનો ઉપયોગ કરવો પડે છે. આ સંજોગોમાં સાયકલ જેવી સવલતો ઉભી કરવા અંગે વિચારવાની જરૂર છે. લંડન, પેરિસ, નેધરલેન્ડ વગેરે નામાંકિત શહેરો સાથે આ રીતે ગુજરાતના શહેરોને જોડી શકાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 

 

 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved