Last Update : 04-April-2012, Wednesday
 
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...

- કાંકરિયા ઝૂમાં અત્યારે ૧૩૦૦ જેટલા વિદેશી પક્ષીઓ છે, આ તમામ પક્ષીઓ ઠંડા પ્રદેશોમાં રહેતા હોય છે પણ છેલ્લા વીસ વર્ષથી અહીંના તાપમાન સાથે સેટ થઈને આ પક્ષીઓ હવે અહીંના તાપમાનથી ટેવાઈ ગયા છે.

 

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં માઈનસ ડિગ્રી ટેમ્પરેચર ધરાવતા દેશમાંથી લાવવામાં આવેલા પક્ષીઓ જોવા મળે છે. ઉનાળાની શરૃઆતથી આ પક્ષીઓ માટે યોગ્ય તાપમાન જાળવવા માટે કુલર,ગ્રીનનેટ ગોઠવવામાં આવતા હતા. પરંતુ ૨૦ વર્ષ જેટલો સમયગાળાથી પ્રાણીસંગ્રહાલયમાં રહેતા વિદેશી પક્ષીઓ હવે અહીંના ૪૨ ડિગ્રી તાપમાનથી ટેવાઈ ગયા છે. કાંકરિયા ઝુમાં અત્યારે બજરીગર, લવબર્ડ, કોકટેલ, લોરીગેટ્સ, મેકો, ગ્રે પેરટ, પેરેન્ટ વન મોર, આફ્રિકન ક્રાઉન વગેરે જેવા પક્ષીઓ છે. આ પક્ષીઓ મુળ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાં આપણને જોવા મળે છે. આ તમામ પક્ષીઓને ઓછામાં ઓછા માઈનસ ૧૦ થઈ લઈને માઈનસ ૨૦ડિગ્રીના તાપમાનમાં રહેવા માટે અને વધારેમાં વધારે ૨૦ થઈ લઈને ૩૦ ડિગ્રીના તાપમાનમાં રહેવા ટેવાયા હોવા છતાં પણ અત્યારે કાંકરિયા ઝુમાં રહેતા ૧૩૦૦થી પણ વધારે વિદેશી પક્ષીઓ ઉંચા તાપમાનમાં એકદમ આરામથી પોતાના ઘરમાં રહી શકે છે. પ્રાણીસંગ્રહાલય દ્વારા પણ આ પક્ષીઓ માટે તેમને જરૃરિયાત મુજબ નું તાપમાન મળી રહે એટલા માટે વ્યવસ્થા કરી છે. ગરમીમાં આ પક્ષીઓ થાકી ન જાય એ માટે ગ્રીનનેટ, એરકુલર, ખાસની દંડી, અને ફુવારાઓ મુકવામાં આવ્યા છે, જેના કારણે તેમને આપણા વાતાવરણમાં પ્રમાણે ટેવાવા માટે જરૃરી તાપમાન મળી જાય છે.આ તમામ વસ્તુથી પક્ષીઓના પાંજરાઓનુ તાપમાન લગભગ ૭ થી ૮ ડિગ્રી સુધી ઘટી જાય છે.
ત્યારે કાંકરિયા ઝૂ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.કે.સાહુ કહે છે કે. અત્યારે આપણા ઝૂમાં લગભગ ૨૫૦૦ જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ છે. તેમાંથી ૧૩૦૦ જેટલા પક્ષીઓ છે, આ ૧૩૦૦ જેટલા પક્ષીઓ આપણે આસ્ટ્રેલિયા અને આફ્રિકાના દેશોના છે. જ્યાં લગભગ માઈનસમાં તાપમાન હોય છે પણ નવાઈની વાત એ છે કે આપણા અહીંયાના વાતાવરણ સાથે આ પક્ષીઓ એે પ્રકારે ઢળી ગયા છે કે તેઓ હવે ગમે તેટલી ગરમી પડે આરામથી રહી લે છે. આ તમામ પક્ષીઓ વાતાવરણ પ્રમાણે પોતાના શરીરના તાપમાનને સેટ કરે છે અને આરામથી રહે છે.
જો કે કાંકરીયા પ્રાણીસંગ્રહાલયની સત્તાવાળા દ્વારા પણ ખાસ પ્રકારના ઝીણી નીબ વાળા ફુવારા રાખવામાં આવ્યા છે. જેના કારણે ફુવારાને કારણે વાતાવરણ ઘણાં અંશે ઓછું થઈ જાય છે. જો કે એમુ અને વનમોર જેવા પક્ષીઓને તો પાણીના છંટકાંવ સાથે જ ફુવારા પાસે બેસવાની મજા પડી જાય છે. જે જોવા માટે અનેક મુલાકાતીઓ ઉભા રહી જાય છે. આ ઉપરાંત ફ્લેમીંગો અને પેલિકન જેવા પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે પણ ઘણી અનુકૂળ છે. બજરીગર જેવા નાજુક પક્ષીઓ પણ અહીં મોટી સંખ્યામાં છે જેને ઝાડના છાંયડા સાથે ઠંડક આપવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved