Last Update : 04-April-2012, Wednesday
 

ટ્વેન્ટી-૨૦ના સુપરપાવર બનવા માટેનો જંગ

ચેન્નઇ વિજયની હેટ્રિક સર્જવા આતુર ઃ મુંબઇ, બેંગ્લોર, કોલકાતા અને રાજસ્થાન પણ ટાઇટલ જીતવાની દાવેદાર ઃ દિલ્હી, ડેક્કન, પંજાબ અને પૂણે પણ અપસેટ સર્જવા સક્ષમ

ચેન્નઇ,તા.૩
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની પાંચમી સિઝનનો આવતીકાલે રમાનારી ચેન્નઇ અને મુંબઇની મેચ સાથે પ્રારંભ થશે. ક્રિકેટ વિશ્વમાં આગવું આકર્ષણ જમાવનારી હાઇપ્રોફાઇલ ટુર્નામેન્ટના મેગા મુકાબલા માટે નવ ટીમો સજજ બની ગઇ છે. ચેન્નઇ ધોનીની કેપ્ટન્સી હેઠળ જીતની હેટ્રિક સર્જવા માટે આતુર છે. જ્યારે મુંબઇ, બેંગ્લોર, કોલકાતા અને રાજસ્થાન જેવી ટીમો પણ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. દિલ્હી, ડેક્કન, પંજાબ તેમજ પૂણેની ટીમો પણ આઇપીએલની પાંચમી સિઝનમાં જબરદસ્ત સફળતા મેળવવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. આઇપીએલમાં રમનારી ટીમોની એક ઝલક
ચેેન્નઇ સુપર કિંગ્સઃ ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ અગાઉની ચારેય સિઝનમાં જોરદાર દેખાવ કરી ચુકી છે. ૨૦૦૮માં રનર્સ અપ રહેલું ચેન્નઇ ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન રહી ચુક્યું છે. જ્યારે ૨૦૦૯માં તેમને સેમિ ફાઇનલમાં પરાજય સહન કરવો પડયો હતો. ટીમ ઃ ધોની (કેપ્ટન), અશ્વિન, બેઈલી, બોલીંજર, બ્રાવો, ડયુ પ્લેસીસ, હિલ્ફેન્હોસ, માઇકલ હસી, રૈના, જાડેજા, રણદિવ, કુલાસેકરા, યો મહેશ, એલ્બી મોર્કલ, એ.મુકુંદ, સાહા, સ્ટાયરિસ, એસ.અનિરૃદ્ધ, બદ્રિનાથ, જકાતી, જોગીંદર શર્મા, ત્યાગી, વાસુદેવદાસ, જી.વિગ્નેશ, મુરલી વિજય.
મુંબઇ ઇન્ડિયન્સ ઃ મુંબઇનો દેખાવ છેલ્લી બે આઇપીએલમાં નોંધપાત્ર રીતે સુધર્યો ચે. શરૃઆતની બે સિઝનમાં મુંબઇની ટીમ અનુક્રમે પાંચમા અને સાતમા ક્રમે રહી હતી. જો કે ત્યાર બાદ ૨૦૧૦માં તેંડુલકરની કેપ્ટન્સી હેઠળની ટીમે જોરદાર દેખાવ કર્યો હતો અને ફાઇનલ સુધીની સફર ખેડી હતી. જે પછી ૨૦૧૧માં તેમનો સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો.
ટીમ ઃ હરભજન (કેપ્ટન), તેંડુલકર, કિરોન પોલાર્ડ, રોબિન પીટરસન, પરેરા, મુનાફ પટેલ, પ્રજ્ઞાાન ઓઝા, માલિગા, મેકેય, લેવી, દિનેશ કાર્તિક, જોહનસન, જેકોબ્સ, ગીબ્સ, ફ્રેન્કલીન, બ્લીઝાર્ડ, અબુ નચીમ, એ.સિંઘ, વાય.ચહાલ, કે.યાદવ, ધવલ કુલકર્ણી, એસ.મરાઠે, એસ.નાયક, એ.રાયડુ, જયદેવ શાહ, રોહિત શર્મા, આરપી સિંઘ, ટી.સુમન, પી.સુયલ, એ.તારે, અપૂર્વ વાનખેડે, એસ.યાદવ.
દિલ્હી ડેર ડેવિલ્સ ઃ ે. દિલ્હી ૨૦૧૧ની આઇપીએલમાં છેલ્લા ક્રમે રહી હતી. જો કે ૨૦૦૮ અને ૨૦૦૯ની આઇપીએલમાં દિલ્હીએ સેમિ ફાઇનલ સુધીની સફર ખેડી હતી.જો કે ત્યાર બાદ ૨૦૧૦માં તેઓ પાંચમા ક્રમે રહ્યા હતા.
ટીમ ઃ સેહવાગ (કેપ્ટન), અગરકર, બ્રાસવેલ, ફિન્ચ, જયવર્દને, મેક્સવેલ, મોર્ની મોર્કલ, ઇરફાન પઠાણ, નમન ઓઝા, પીટરસન, રસેલ, આવિષ્કાર સાલ્વી, રોસ ટેલર, વાન ડેર મર્વ, વેણુગોપાલ, વોર્નર, ઇન્ગ્રામ, મનપ્રીત જુનેજા, એરોન, બીસ્ત, બોદી, ચાંદ, નદિમ, નાગર, નેગી, કે. રાવલ, વિકાસ મિશ્રા, તેજસ્વી યાદવ, ઉમેશ યાદવ, ઝફીર પટેલ.
ડેક્કન ચાર્જર્સ ઃ સંગાકારાની કેપ્ટન્સી હેઠળ ગત સિઝનમાં રમેલી ડેક્કનની ટીમ આઠ મેચો હારી હતી અને છમા તેમનો વિજય થયો હતો. તેઓએ ૨૦૦૯માં ચેમ્પિયનશીપ જીતી હતી. જે પછીના વર્ષે તેઓ સેમિ ફાઇનલ સુધી પહોંચી શક્યા હતા પણ ગત સિઝનમાં તેઓનો ક્રમ છેલ્લેથી બીજો રહ્યો હતો.
ટીમ ઃ સંગાકારા (કેપ્ટન), ડેરૈન બ્રાવો, ભરત ચિપલી, ક્રિસ્ટીયન, કેદાર દેવધર, ધવન, ડયુમિની, ગોની, હેરિસ, લીન, મિશ્રા, પાર્થિવ પટેલ, વીઆરવી સિંઘ, સ્ટે, થેરોન, વ્હાઇટ, એ.રેડ્ડી, એ.રાજન, એ.શર્મા, ટી.અચ્યુત રાવ, એ.ભંડારી, જગ્ગી, ઝુનઝુનવાલા, ટી.મિશ્રા, એસ.કાદરી, રવિ તેજા, એસ.કિશોર, સની સોહલ, ટી.શ્રીવાસ્તવા, ટી.સુધીન્દ્રા, અર્જુન યાદવ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઃ આઇપીએલની પ્રથમ સિઝનની નિષ્ફળતા બાદ બેંગ્લોરની ટીમે સતત સફળતા મેળવતા આગેકૂચ કરી છે.૨૦૦૯ અને ૨૦૧૧માં રનર્સઅપ રહેલી બેંગ્લોરની ટીમને પ્રથમ સિઝનમાં સાતમો ક્રમ મળ્યો હતો. જ્યારે ૨૦૧૦માં તેઓ સેમિ ફાઇનલ સુધી પહોંચી શક્યા હતા.
ટીમ ઃ વેટોરી (કેપ્ટન), ગેલ, ડી'વિલિયર્સ, દિલશાન, મુરલીધરન, કૈફ, ઝહીર ખાન, કોહલી, લેંગ્વેલ્ટ, મેક્ડોનાલ્ડ, મીથુન, નેનીસ, પોર્મેસ્ચબેચ, રોસોયુ., વિનય કુમાર, એમ.અગ્રવાલ, કે.અપ્પન્ના, એસ.અરવિંદ, એ.કાર્તિક, આર.ભટકલ, એમ.ગૌતમ, એ.કાઝી, કે.નાયર, એર.નીનાહ, હર્ષલ પટેલ, એ.પઠાણ, ચેતેશ્વર પુજારા, સૈયદ મોહમ્મદ, એસ.ત્યાગરાજન, સૌરભ તિવારી, વિજય ઝોલ.
કોલકાતા નાઇટ રાઇડર્સ ઃ આઇપીએલમાં શરૃઆતથી ભારે ચડાવ-ઉતાર જોનારી કોલકાતા નાઇટરાઇડર્સની ટીમના દેખાવમાં ગત સિઝનથી સુધારો જોવા મળ્યો હતો. ભારે વિવાદને કારણે ટીમનો દેખાવ શરૃઆતની ત્રણ સિઝનમાં કંગાળ રહ્યો હતો. તેઓ ૨૦૦૮માં ૬ઠ્ઠા, ૨૦૦૯માં ૮માં અને ૨૦૧૦માં ૬ઠ્ઠા ક્રમે રહ્યા હતા.
ટીમ ઃ ગંભીર (કેપ્ટન), હેડ્ડિન, ડે લેન્જ, કાલીસ, બ્રેટ લી, બી.મેકુલમ, મોર્ગન, સુનિલ નારિન, યુસુફ પઠાણ, પેટીન્સન, શાકિબ, ડોસ્ચેટ, મનોજ તિવારી, જયદવે ઉનડકટ, બાલાજી, એસ.લડ્ડા, આર.ભાટિયા, બિસ્લા, ડી.દાસ, અબ્દુલ્લા, સી.જાની, એસ.સમ્સોન, પી.સંગવાન, આઇ.સક્સેના, એસ.અહમદ, લક્ષ્મી રતન શુક્લા.
કિંગ્સ ઇલેવન પંજાબ ઃ અભિનેત્રી પ્રીતી ઝિન્ટાની ટીમે શરૃઆતથી જ ગ્લેમરને કારણે આકર્ષણ ઉભુ કર્યું હતુ. જો કે ટીમનો દેખાવ છેલ્લી ત્રણ એડીશનમાં કંગાળ રહ્યો હતો.પ્રથમ સિઝનમાં સેમિ ફાઇનલ સુધીની સફર ખેડનારી પંજાબની ટીમ ત્યાર બાદની સિઝનમાં અનુક્રમે પાંચમા, આઠમા અને પાંચમા ક્રમે રહી હતી.
ટીમ ઃ ગીલક્રિસ્ટ (કેપ્ટન), અઝહર મહમુદ, બ્રોડ, ચાવલા, ફલ્કનેર, હેરિસ, ડેવિડ હસી, પી.કુમાર, શોન માર્શ, મેસ્કરેન્હાસ, ડી.મિલર, અભિષેક નાયર, આર.પોવાર, રેમિંગ્ટન, વલ્થાટી, પી.અવાના, એલ.એબ્લીશ, અમિત યાદવ, ભાર્ગવ ભટ્ટ, બી.શર્મા, ચિટનીસ, પી.ડોગરા, હરમીત સિંઘ, વી.મલિક, એમ. સિંઘ, એન.સૈની, આર.સતીશ, એસ.શ્રીવાસ્તવા, સની સિંઘ.
રાજસ્થાન રોયલ્સ ઃ વોર્નની કેપ્ટન્સી હેઠળ પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચનારી રાજસ્થાનની ટીમનો દેખાવ ત્યાર બાદ કથળ્યો હતો. તેઓ ૨૦૦૯ની સિઝનમાં ૬ઠ્ઠા ક્રમે, ૨૦૧૦ની સિઝનમાં ૭માં ક્રમે અને ૨૦૧૧માં ફરી ૬ઠ્ઠા ક્રમે રહ્યા હતા. વોર્ને આઇપીએલને અલવિદા કહી દીધુ છે
ટીમ ઃ દ્રવિડ (કેપ્ટન), બોથા, ચાંદીમલ, કોલીંગવુડ, કૂપર, હોજ, હોગ, રહાણે, ઓવેશ શાહ, ટૈટ, વોટસન, એસ.બીન્ની, ચહાર, એ.ચાવના, આકાશ ચોપરા, એ.ડોલે, એસ.ફાલ્લાહ, ફૈઝ ફઝલ, એસ.ગોસ્વામી, મેનારિયા, એસ.નરવાલ, પી.સિંઘ, એ.પૌનીકર, એ.રાઉત, પીનલ શાહ, અમિત સિંઘ, સિધ્ધાર્થ ત્રિવેદી, ડી.યાજ્ઞાીક.
પુણે વોરિયર્સ ઃ
ટીમ ઃ ગાંગુલી (કેપ્ટન), માઇકલ ક્લાર્ક, ફર્ગ્યુસન, જાધવ, મુરલી કાર્તિક, એન.મેકુલમ, મેથ્યૂસ, એમ.મિશ્રા, મોર્તઝા, ઇ.દ્વિવેદી, ડિન્ડા, આર.ગોમેઝ, હરપ્રિત સિંઘ, હોપ્સ, કામરાન ખાન, ખાદીવાલે, બી.કુમાર, એ.મજમુદાર, મન્હાસ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved