Last Update : 04-April-2012, Wednesday
 

દેશભરમાં સોનીઓનું આંદોલન ઉગ્ર બન્યું ઃ ઠેર ઠેર ચક્કાજામ

હવે બેમુદત બંધનું એલાન શનિવારે એક લાખ જ્વેલર્સ મુંબઇમાં એકઠા થશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩
દેશભરના સુવર્ણકારોએ તેમના વિરોધને ઉગ્ર બનાવી દીધો છે. તેમા તેઓએ માર્ગો રોકવા, પ્રતિક ઉપવાસ કરવા સહીતના પગલાઓ અમલી બનાવ્યા છે. તેમાં અમદાવાદ ખાતે વિરોધ કરી રહેલા સોનીઓએ સરખેજ ગાંધીનગર હાઈવે રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેમના પર લાઠી ચાર્જ કર્યો હતો. કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ બજેટમાં જવેરાતો પર એકસાઈઝ ડયુટી લાદતાં તથા ઈમ્પોર્ટ ડયુટી બમણી કરી દેતાં દેશભરના ઝવેરીઓ છેલ્લા ૧૭ દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે અને આજે આ હડતાળ બેમુદત ધોરણે આગળ ધપાવવાનું નક્કી કરાયું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સંસદની કામગીરી હવે પછી ૨૪મી એપ્રિલે ફરી શરૃ થશે અને ત્યાં સુધી બજારો સજજડ બંધ રાખવામાં આવનાર છે. અને સંસદ શરૃ થયા પછી સરકાર ઝવેરીઓના પ્રશ્ને કોઈ નિર્ણય નહિં લેશે તો હડતાળ આગળ ધપાવવામાં આવશે એવું મુબઈમાં આજે મળેલી ઓલ મહારાષ્ટ્ર શરાફા એસોસીએશનની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. આખા મહારાષ્ટ્રના જવેલર્સ હવે એક છત્ર હેઠળ આવ્યા છે અને શનિવારે નાણાંપ્રધાનની મુંબઈ મુલાકાત વખતે મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી મુંબઈમાં આશરે એક લાખ જવેલર્સો એકઠા થવાની શક્યતા જાણકારોએ બતાવી હતી. તે ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટમાં પણ સુવર્ણકારોએ માર્ગ પરનો વાહન વ્યવહાર રોકવા પ્રયાસ કર્યો હતો.
જોકે ચેન્નાઈ ખાતેનું બુલીયન માર્કેટ રોજીંદા વ્યાપાર માટે ખુલ્લુ રહ્યું હતું. અનબ્રાંડેડ જ્વેલરી પર વધારવામાં આવેલી એક્સાઇઝ ડયુટી તેમજ સોનાની આયાત જકાતમાં થયેલા વધારા અંગે સોનીઓ વિરોધ કરી રહ્યા છે. નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ ૧૬ માર્ચના રોજ રજુ કરેલા બજેટમાં અનબ્રાંડેડ જ્વેલરી પર એક ટકો એક્સાઇઝ ડયુટી નાંખી હતી જ્યારે ઈમ્પોર્ટ ડયુટી ૨ ટકાથી બમણી કરીને ૪ ટકા કરી દેતા સોનીઓએ તેનો વિરોધ કરવાનું ચાલુ કર્યું હતું. સોનીઓએ પાડેલી હડતાળ તેઓ સતત ચલાવી રહ્યા છે. જે આજે ૧૮મા દિવસમાં પ્રવેશી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા સોનીઓના વિવિધ એસોસીએશનો પ્રતિક ઉપવાસો અને વિરોધ પ્રદર્શનો યોજી રહ્યા છે જેમાં હવે હડતાળ નાના નગરો સુધી પણ પહોંચી છે તેમ શરાફ એસોસીએશને માહિતી આપી હતી.
ગઈકાલે મુંબઈમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું તો ગાઝીઆબાદમાં રેલ્વે વ્યવહાર રોકી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડીયા શરાફ એસોસીએશનના પ્રમુખ શીલ જૈને, સરકાર તેમણે કરમાં કરેલો વધારો પાછો ન ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ ચેતવણી ઉચ્ચારી હતી. સોનીઓનું કહેવું છે કે આ કરવેરા સામાન્ય વ્યાપારીઓ માટે ભારે રેકોર્ડ અને દસ્તાવેજી કામમાં વધારો કરી દેશે. ૧૭મી તારીખથી સોનીઓની હડતાળ ચાલી રહી હોવાથી આ મહિના દરમ્યાન સોનાની આયાતમાં ભારે ઘટાડો નોંધાવા પામશે તેમ બુલીયન માર્કેટના નિષ્ણાતોનું માનવું છે.
આ સંદર્ભે મુંબઈ બુલીયન એસો.ના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે સોનીઓના ધંધા માટે માર્ચ મહિનો અગત્યનો ગણાય છે. ખાસ કરીને ગુડી પડવાના દિવસે સોનુ ખરીદવાનું મહત્વ હોય છે. પણ અત્યારે હડતાળ ચાલતી હોવાથી વ્યાપારીઓને ભારે નુકસાન અને ગ્રાહકોને હાલાકી વેઠવી પડે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved