Last Update : 04-April-2012, Wednesday
 
ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના નિયમો બદલાયા
૧૦ લાખથી વધુ આવકવાળા કરદાતા માટે હવેથી ઇ-ફાઈલિંગ ફરજિયાત

ભારત બહાર મિલકત કે બેન્ક એકાઉન્ટ ધરાવનારા ભારતીય કરદાતા માટે પણ ઇ-રિટર્ન ફરજિયાત

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
આકારણી વર્ષ ૨૦૧૨-૧૩માં રૃા. ૧૦ લાખથી વધુની આવક ધરાવનાર વ્યક્તિગત કરદાતા કે પછી હિન્દુ અવિભક્ત પરિવારના કરદાતા માટે ઇ-રિટર્ન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૧૧ -૧૨થી આ જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે. તેની સીધી અસર રૃા. ૧૦ લાખથી વધુ આવક ધરાવતા પગારદાર અને પેન્શન ધારક પર થશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આજે એક પરિપત્ર કરીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. કંપની, ભાગીદારી પેઢી કે પછી વેપારી કરદાતાની વાર્ષિક આવક રૃા. ૧ કરોડથી વધુ હોય તો તેમને માટે ઇ-રિટર્ન ફાઈલ કરવું અત્યાર સુધી ફરજિયાત હતું. હવે વ્યક્તિગત તેમ જ હિન્દુ અવિભક્ત પરિવાર તરીકે રજિસ્ટર થયેલા કરદાતાની ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષમાં આવક રૃા. ૧૦ લાખથી વધી ગઈ હોય તો તેવા સંજોગોમા તેમને માટે પણ ઇ-રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
ભારતમાં જ વસતા પરંતુ ભારતની બહાર મિલકત ધરાવતા હોય કે પછી બૅન્ક ખાતું ધરાવા હોય તો તેઓ હવેથી સહજના નામથી ઓળખાતું એક પાનાંનું રિટર્ન ફાઈલ કરી શકશે જ નહિ. તેને માટે પણ ઇ-રિટર્ન જ ફાઈલ કરવું પડશે.
વ્યક્તિગત કરદાતાની ભારત બહાર મિલકત હોય તો તેઓ અત્યાર સુધી સહજ તરીકે ઓળખાતું આઈટીઆર-૧ રિટર્ન ફાઈલ કરતા હતા. તેમની પાસે ફોરેનમાં કોઈ મિલકત હોય કે કોઈ બૅન્ક ખાતામાં સહી કરવાની સત્તા હોય તો તેવા કિસ્સાઓમાં પણ તેમણે આવકવેરા - રિટર્ન - ૨ ફાઈલ કરવું પડશે. વેપારી કરદાતાઓ જેમની વાર્ષિક આવક રૃા. ૧ કરોડથી વધુની હતી તેઓ તેઓ આઠ ટકા નફો બતાવીને સુગમ તરીકે ઓળખાતું આઈટીઆર-૪એસ ફાઈલ કરી દેતા હતા. આ કેટેગરીમાં આવતા કરદાતાઓમાંથી પણ જે કરદાતાઓ પાસે વિદેશમાં બૅન્ક એકાઉન્ટ હશે અથવા તો કોઈ મિલકતની માલિકી હશે તો તેવા કિસ્સાઓમાં તેમને સુગમ ફોર્મ ફાઈલ કરવા દેવામાં આવશે નહિ. તેને બદલે તેમણે ઇ-રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved