Last Update : 04-April-2012, Wednesday
 

ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને સોમવારની મધરાતે

મણિનગરમાંથી ૨૧.૩૮ લાખની રોકડ ભરેલા ATMની ચોરી

સિક્યુરિટી ગાર્ડ વગરના એ.ટી.એમ સેન્ટરમાંથી એક મશીન ચોરી બીજાને તોડવાનો પ્રયાસ થયોઃ ૩૦ લાખની રોકડ બચી!

અમદાવાદ, મંગળવાર
વડોદરા, વલસાડ અને ભરૃચ બાદ તસ્કરો અમદાવાદના મણિનગરમાંથી ૨૧.૩૮ લાખની રોકડ ભરેલુ એ.ટી.એમ ચોરી જતા ચકચાર મચી ગઇ છે. મણિનગરની દક્ષિણી સોસાયટી પાસે આવેલા એસ.બી.આઇનાં એ.ટી.એમ સેન્ટરમાંથી તસ્કરોએ બે પૈકી એક મશીનની ચોરી કરી બીજા મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઇ કારણસર તેમાંથી ચોરી ન થતા અંદર પડેલા ૩૦ લાખ રૃપિયા બચી ગયા હતા. બીજી તરફ જે એક મશીન ચોરાયું છે તેનુ વજન ૪૫૦ કિલોથી વધુ હોઇ ચોરી પાછળ ચાર કે તેથી વધુ શખ્સોનો હાથ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસનું કહેવું છે કે તસ્કરો મશીનને આઇશર જેવી મીની ટ્રકમાં નાખીને લઇ ગયા હશે. હાલ પોલીસે બાજુમાં પડેલા બીજા મશીનનાં સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
નરોડાની વિજય કામદાર સોસાયટીમાં રહેતા અને મણિનગરની એસ.બી.આઇ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) બ્રાંચમાં ચિફ મેનેજર તરીકે ફરજ બજાવતા ધનજીભાઇ નારણભાઇ રોઠોડે (ઉં.૪૯) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે- એસ.બી.આઇનાં મણિનગરમાં ત્રણ એ.ટી.એમ સેન્ટર આવેલા છે. જે પૈકી એક સેન્ટર દક્ષિણી સોસાયટી રોડના કલગી એપાર્ટમેન્ટમાં છે. રહેણાક વિસ્તાર ઉપરાંત સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ હોઇ આ સેન્ટરમાં બે મશીન મુકવામાં આવ્યા છે.
આજે સવારે સ્થાનીક લોકોએ બેંકમાં ફોન કરીને તેમના એ.ટી.એમ સેન્ટરમાંથી એ.ટી.એમની ચોરી થઇ હોવાની જાણ બેંકને કરી હતી. ઘટનાની જાણ થતાજ બેંકના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ચોરી અંગેની જાણ પોલીસને કરી હતી.
એફ.એસ.એલ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સાથે દોડી આવેલી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે તસ્કરોએ રાતે ૩.૧૭ વાગ્યે એ.ટી.એમ સેન્ટરના ઇલેક્ટ્રિક મિટરના વાયરો કાપી નાંખતા બન્ને મશીન બંધ થઇ ગયા હતા. સેન્ટરની લાઇટ ગુલ થતાની સાથે જ તસ્કરોએ એક મશીનને ઉપાડીને બહાર ઉભેલા કોઇ વાહનમાં ચડાવી દીધુ હતુ. એટલું જ નહીં, એક મશીનની ચોરી બાદ બાજુમાં પડેલા બીજા મશનને પણ તોડવાનો અને ઉઠાવી જવાનો પ્રયાસ થયો હતો. પરંતુ કોઇ કારણોસર તે મશીનમાંથી ચોરી કરવામાં તસ્કરોને સફળતા મળી ન હતી. મણિનગર પી.આઇ દિનેશસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, જે મશીન ચોરાયુ છે તેની અંદર ૨૧,૩૮,૫૦૦ની રોકડ હતી, જ્યારે જે મશીનને તોડવાનો પ્રયાસ કરાયો છે તેમાં ૩૦ લાખ જેટલી રકમ હતી, સદ્નશીબે તે રોકડ બચી ગઇ છે.
પોલીસે હાલ ૨.૮૦ લાખની કિંમતનું એ.ટી.એમ તથા અંદર પડેલી ૨૧.૩૮ લાખની રોકડ મળી કુલ ૨૪.૧૮ લાખની મતાનો ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved