Last Update : 04-April-2012, Wednesday
 
હાઇ લેવલ કમિટી રચવા છતાં હજી મેટ્રો રેલનો રૃટ નક્કી થઇ શકતો નથી

સોઇલ ટેસ્ટિંગ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે રૃટ ફાઇનલ ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટ આગળ વધી શકે તેમ નથી

ગાંધીનગર,મંગળવાર
રાજ્ય સરકારનો મહત્વકાંક્ષી મેટ્રો રેલનો પ્રોજેક્ટ કોઇ ને કોઇ કારણસર વિલંબમાં પડી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે તાજેતરમાં જ બજેટમાં ૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ટ્રેનનો રૃટ હજી સુધી ફાઇનલ નહીં થઇ શકતાં પ્રોજેક્ટ આગળ વધી શકતો નથી. આ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને નીતિવિષયક નિર્ણયો લેવા માટે ત્રણ મંત્રીઓ સાથેની હાઇ લેવલ કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીની બે બેઠક થવા છતાં રૃટ ફાઇનલ કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઝડપી અને અસરકારક પરિવહન માટે હાથ ધરવામાં આવેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ હજી પણ વિલંબ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૫માં પ્રથમ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટની કામગીરી સોંપવામાં આવી હતી. તે વખતે ડિટેઇલ રીપોર્ટ અને સોઇલ ટેસ્ટીંગ તેમજ સૂચિત રૃટ સહિતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પડતો મૂકી દેવામાં આવ્યો હતો. તે પછી રાજ્ય સરકારે મેટ્રો લીંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર-અમદાવાદ (મેગા) કંપની સ્થાપી તમામ કામગીરી આ કંપનીને સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા સાત વર્ષમાં આ પ્રોજેક્ટમાં નોંધપાત્ર કામગીરી થઇ શકી નથી.
મેટ્રો રેલ પ્રોજેક્ટના ઝડપી અને અસરકારક અમલીકરણ માટે સરકાર દ્વારા મોનીટરીંગ અને ઉચ્ચ સત્તાધિકારીની એમ બે હાઇ લેવલ કમિટી જાન્યુઆરીમાં બનાવવામાં આવી હતી. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં જરૃરી માર્ગદર્શન અને અગત્યના નિતીવિષયક નિર્ણયો લેવા માટે બનાવેલી ઉચ્ચ સત્તાધિકારી સમિતિમાં મહેસૂલમંત્રી આનંદીબેન પટેલ, શહેરીવિકાસમંત્રી નિતિન પટેલ અને ઉર્જામંત્રી સૌરભ પટેલ સહિત ત્રણ મંત્રીઓ અને મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી રચાયા બાદ બે વખત મિટીંગ કરવામાં આવી છે અને તેનો રૃટ પણ સ્થળ ઉપર જઇને જોવામાં આવ્યો હતો. પરંતુ રૃટ આખરી કરવા બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી. પરિણામે આ પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં દર એક કિલોમીટરે સોઇલ ટેસ્ટીંગ કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોબા સર્કલ ખાતે મોનો પાઇલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા તાજેતરમાં જ બજેટમાં ૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે અને મેગા કંપની દ્વારા બહારથી નાણાં મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી રૃટ ફાઇનલ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનું કામ આગળ વધી શકે તેમ નથી. કારણ કે, ખર્ચ સહિતના તમામ આયોજનો રૃટના આધારે જ થઇ શકે તેમ છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વાસણા-સાબરમતી-ગાંધીનગર અને કાલુપુરથી થલતેજ એમ અંદાજે ૪૦ કિલોમીટરના બે રૃટ સૂચવ્યા હતા પરંતુ સરકાર હવે અલગ રૃટ નક્કી કરવા માગે છે.જેના કારણે વિલંબ થઇ રહ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved