Last Update : 04-April-2012, Wednesday
 

વર્ષ ૨૦૧૧-૧૨ના લેખાજોખાં
મ્યચ્યુઅલ ફંડોએ ગુમાવેલી રૃા. ૩૬,૦૦૦ કરોડની મૂડી

માર્ચ ૨૦૧૨ને અંતે ભારતના મ્યુચ્યુઅલ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ ઘટીને ૬.૬૪ લાખ કરોડ

નવી દિલ્હી, મંગળવાર
સળંગ ત્રીજા ત્રિમાસિક ગાળામાં નરમાઈને સહન કરતાં હાલમાં જ પૂરાં થયેલાં નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ભારતના મ્યુચ્યુઅલ ફંડોએ તેમની મૂડીમાં આશરે પાંચ ટકા અથવા તો રૃા. ૩૬,૦૦૦ કરોડનું ધોવાણ વેઠયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ઘટીને રૃા. ૬.૬૪ લાખ કરોડ થઈ હતી.
છેલ્લાં બેથી વધારે વર્ષના સૌથી તળિયે પહોંચતા ૩૧મી માર્ચ ૨૦૧૨ને અંતે સમગ્ર ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એયુએમ ઘટીને રૃા. ૬,૬૪,૮૨૪ કરોડ થઈ હતી.
વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોની સરેરાશ એયુએમ ૧૧ ટકા ઘટીને રૃા. ૭ લાખ કરોડ થઈ હતી અને હવે આ વખતે તે ૫ ટકા ઘટી છે.
ઉદ્યોગના સંગઠન એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅ ફંડ ઈન ઈન્ડિયા (એમ્ફી)એએકત્ર કરેલી વિગતો પ્રમાણે રૃા. ૮૯,૮૭૯ કરોડની સરેરાશ એયુએમ સાથે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે દેશના ટોચના ફંડ તરીકેનું તેનું સ્થાન જાળવી રાખ્યું છે ત્યારે રૃા. ૭૮,૧૧૨ કરોડ સાથે રિલાયન્સ ફંડ બીજા, રૃા. ૬૮,૭૧૮ કરોડ સાથે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ત્રીજા, રૃા. ૬૧,૧૪૩ કરોડ સાથે બિરલા સનલાઈફ ચોથા અને રૃા. ૫૮,૯૨૨ કરોડ સાથે યુટીઆઈ પાંચમા ક્રમે ાવે છે.
એચડીએફસી ફંડ જ્યારે દેશનું સૌથી મોટું ફંડ છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ, સરકાર પ્રયોજિત સારવ્જનિક ફંડ અને હેજ ફંડ્સ વગેરેને ગણતરીમાં લેતાં કુલ રૃા. ૧,૪૦,૦૦૦ કરોડ સાથે રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપની (આરસીએએમ) ભારતની સૌથી મોટી અને નફો કરતી એએમસી છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૪૪ ફંડ હાઉસના રિટેલ ફોલિયો અથવા તો ઈન્વેસ્ટર્સ એકાઉન્ટ્સની સંખ્યા પણ ઘટીને લગભગ ૧૫ લાખ થઈ હતી. તેમની એસેટનું લેવલ છેલ્લે જુલાઈ ૨૦૧૦માં જોવા મળેલા નીચા મથાળે ઉતર્યુ હતું ત્યારે તે મે ૨૦૧૦માં તેના સર્વોચ્ચ એવા ૮ લાખ કરોડના મથાળે જોવા મળ્યુ હતું. તે તેના રેકોર્ડ મથાળેથી લગભગ ૧૭ ટકા ઘટયુ છે.
છેલ્લાં ત્રણ ક્વાર્ટર દરમિયાન સમગ્ર ઉદ્યોગનું કુલ કદ ૧૧ ટકા ઘટયું છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨ના એક ક્વાર્ટરમાં અઢી ટકા અથવા તો રૃા. ૧૬,૮૮૪ કરોડનો ઘટાડો થયો હતો.
એચડીએફસી, બિરલા સનલાઈફ અને યુટીઆઈ ફંડ છેલ્લાં ત્રિમાસિક ગાળામાં તેમને એવરેજ એયુએમ સુધારી શક્યા હતા ત્યારે રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ ફંડની સરેરાશ એયુએમ ઘટી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved