Last Update : 04-April-2012, Wednesday
 

માગ સામે પુરવઠાની અછત
નાણાંકીય વર્ષ '૧૨માં ઓછી પ્રચલિત કોમોડિટીએ આપેલું વઘારે વળતર

આગામી સીઝન અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા

મુંબઈ, મંગળવાર
પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૨ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિત લેવાલો અને તેમની માગ સામે પુરવઠાની ખેંચને કારણે ઓછી જાણીતી હોય એવી કેટલીક ચીજવસ્તુઓએ સારૃ વળતર આપ્યું છે.ખાસ કરી ગવાર, મરી, ચણા અને મગફળીમાં વધારે વળતર મળ્યું હતું.
ઉત્પાદનના નીચા અંદાજોને કારણે પાછલા પાકના વર્ષે ગંજબજારો અને ઓનલાઈન કોમોડિટી એક્સચેન્જીસમાં વધારે કામકાજો થતાં હોય એવી તમામ ચીજો કરતાં પશુદાણ તરીકે વપરાતાં ગવાર અને તેની આડપેદાશ ગવારગમે મજબૂત વળતર આપ્યું હતું.
વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ગવારગમ અને ગવારના રોકાણે અનુક્રમે ૯૫૩.૭ અને ૮૮૪.૬ ટકાનું વળતર આપ્યુ હતું. પ્રાદેશિક અને વિશ્વ સ્તરે વધતી માગના અન્ય દાખલામાં મેન્થા ઓઈલ અને મરી છ કે જેમાં અનુક્રમે ૧૧૮.૩ અને ૫૯.૪ ટકા વળતર મળ્યું હતું.
નાણાંકીય વર્ષ દરમિયાન જોકે મરચાં, હળદર અને કાલાંકપાસનો દેખાવ સૌથી નબળોેે રહ્યો હતો અને તેની કિંમતોમાં ૩૦-૬૦ સુધીનો ઘટાડો થયો હતો.અન્ય કોમોડિટીની કિંમતોમાં આકર્ષક વધારો થયો હતો તેમ છતાં નાના રોકાણકારો કે જે નાના લોટ્સમાં કામકાજ કરતા હોય છે તેના કરતાં વધારે લાભ ટ્રેડર્સને મળ્યો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે જે કોમોડિટીનો દેખાવ મજબૂત રહ્યો નથી તેને માટે આગામી સીઝનમાં વાવેતર ઓછુ થશે અને તેને લીધે ઉત્પાદન ઘટશે એમ માની શકાય. તેની સામે આ વખતે જેમાં લોકો સારૃ કમાયા છે તે ચીજોનું વાવેતર અને ઉત્પાદન વધી શકે છે. સામાન્ય રીતે જેના ભાવ વધારે હોય છે એવી કૃષિ ચીજોનું વધારે વાવેતર ખેડૂતો કરતાં હોય છે. પરિણામે, આ વખતે સારી કિંમત આપતી ચીજો બીજી મોસમમાં ઓછુ વળતર આપે છે કેમ કે પુરવઠો ધાર્યા કરતાં વધારે આવે છે. તેની સામે નબળો દેખાવ કરનારી ચીજો વધારે વળતર આપે છે કેમ કે તેનો પુરવઠો નીચો રહે છે.
આમછતાં, સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા ટેકાના લઘુત્તમ ભાવ (એમએસપી-મિનિમમ સપોર્ટ પ્રાઈસ ઉપર ઘણું બધુ નિર્ભર રહે છે. સારી કિંમત અને ખરીદદાર મળી રહેવાની ખાતરી હોવાથી ખેડૂતો ઘઉં અને ચોખાના વાવેતરને વધારે પસંદ કરે છે.

વિવિધ કોમોડિટી વાયદાનો દેખાવ

કોમોડિટી

વાયદાના ભાવ

ફેરફાર (ટકામાં)

 

 

 

(રૃા. કવીન્ટલમાં)

 

 

 

 

માર્ચ-૨૦૧૧

માર્ચ-૨૦૧૨

૨૦૧૦-૧૧

૨૦૧-૧૨

ગવારગમ

૮૪૨૧.૯૦

૮૮૭૪૦.૦૦

૭૮.૪૦

૯૫૩.૬૮

ગવારસીડ

૨૭૬૨.૫૦

૨૭૨૦૦.૦૦

૨૧.૧૬

૮૮૪.૬૨

મરી

૨૪૧૪૨.૮૫

૩૮૪૯૪.૪૫

૬૩.૧૨

૫૯.૪૪

સીંગદાણા

૩૦૮૫.૭૦

૪૮૧૧.૬૦

૮.૫૭

૫૫.૯૩

ચણા

૨૨૯૦.૦૦

૩૪૩૩.૭૫

૬.૯૫

૪૯.૯૫

રાયડો

૨૫૬૮.૫૦

૩૭૫૫.૮૦

૪૦૮.૬૬

૪૬.૨૩

સોયાબીન

૨૩૦૮.૦૦

૨૯૯૩.૦૦

૧૩.૭૫

૨૯.૬૮

મેન્થાઓઈલ

૧૨૦૩.૦૦

૨૬૨૫.૫૦

૭૯.૯૬

૧૧૮.૨૫

બટેટા

૬૩૭.૨૦

૮૮૬.૩૦

૧૧.૩૦

૩૯.૦૯

સોનું

૨૦૭૬૦.૦૦

૨૮૦૭૫.૦૦

૨૭.૩૬

૩૫.૨૪

મરચા

૭૯૭૦.૮૫

૫૨૦૨.૧૫

૬૩.૫૭

-૩૪.૭૪

હળદર

૧૦૨૨૫.૦૦

૩૭૯૫.૦૦

-૧૦.૮૯

-૬૨.૮૯

ચાંદી

૫૫૯૦૦.૦૦

૫૫૯૫૦.૦૦

૧૦૮.૦૦

૦.૦૯

પ્લેટીનમ

૨૫૫૩.૫૦

૨૬૭૭.૫૦

૮.૬૮

૪.૮૪

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved