Last Update : 04-April-2012, Wednesday
 

છેલ્લાં એક દાયકામાં ચાલુ કેલેન્ડર વર્ષે
જાન્યુ.-માર્ચમાં FII ના રોકાણનો નવો વિક્રમ

જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળામાં FII નું ૯.૩ બિલીયન ડોલરનું રોકાણ ઃ સેન્સેક્સમાં પણ ૧૩ ટકાનો સંગીન ઊછાળો

મુંબઈ,તા.૩
ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)એ ૯ બિલિયન ડોલરથી પણ વધુ રકમ માર્ચ સુધીના પ્રથમ ૩ માસમાં ભારતમાં ઈક્વિટી રોકાણમાં ઠાલવ્યા છે જે એક દાયકાથી પણ વધુ મુદતમાં કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલું હાઈએસ્ટ રોકાણ છે. ભારતનાં શેર બજારોમાં એફઆઈઆઈનું મૂડી રોકાણ સૌથી મોટું ચાલક બળ છે.
જાન્યુઆરીમાં ૨.૧૮ અબજ ડોલર અને ફેબુ્રઆરીમાં ૫.૧૩ અબજ ડોલરનો તેમનો રોકાણ પ્રવાહ આવ્યો હતો. રોકાણનાં વધેલા પ્રવાહ પાછળ મુખ્યત્વે વૈશ્વિક શેરબજારોનો ઉછાળો કારણભૂત હતો. યુરોપીયન સેન્ટ્રલ બેંકે યુરો વિસ્તારમાં દેવાની કટોકટી નિવારવા સસ્તી ૩ વર્ષ સુધીની ૧૦ ખર્વ યુરોની લોનોથી બેંકિંગ સિસ્ટમની તરલતા એકદમ પ્રવાહી કરી તેનાં પગલે વિશ્વભરમાં લિકવીડીટી સુધરી હતી અને તેનાં પગલે શેરબજારો પણ ઉછળ્યા હતા. જો કે પાછળથી માર્ચ માસમાં એફ.આઈ.આઈ.નું રોકાણ પ્રમાણમાં થોડું ઘટીને ૧.૮ અબજ ડોલરનું થઈ ગયું હતું. અંદાજપત્રને પગલે ઉદભવેલ નિરાશાએ આ ઘટાડામાં ભાગ ભજવ્યો હતો. તદુપરાંત જનરલ એન્ટી અવોઈડન્સ રુલ (ગાર) વિશે પ્રવર્તતી ગેર સમજણને કારણે પણ વિદેશી રોકાણકારોનો ઉત્સાહ થોડો ઘટયો હતો.
રસપ્રદ વાત એ છે કે આ ૩ માસમાં ૬૧ ટ્રેડિંગ સેશનમાંથી માત્ર ૭ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર હતી. સૌથી વધુ નેટ વેચાણ ૧૧.૧ કરોડ ડોલરનું ૨૭મી ફેબુ્ર.નાં રોજ જોવા મળ્યું હતું.
આ ત્રિમાસિકમાં બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ ૧૩ ટકા વધ્યો હતો, જેની પાછળ એફઆઈઆઈનું જંગી રોકાણ જવાબદાર હતું. ૨૦૧૧નાં પૂરા વર્ષમાં સેન્સેક્સમાં ૨૪ ટકાથી પણ વધુનું ગાબડું જોવા મળ્યું હતું. ૨૦૧૦ના કેલેન્ડર વર્ષમાં તેમણે ૨૯ અબજ ડોલરની કિંમતનાં શેરોની નેટ ખરીદી કરી હતી.
તાજેતરનાં ઈપીએફઆર ડેટા મુજબ વૈશ્વિક સ્તરે ટ્રેક કરાતાં ઈમર્જિંગ માર્કેટસ ઈક્વિટી ફંડસમાં કેલેન્ડર વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી સુંદર શરૃઆત થઈ હતી. ૨૦૧૧નું વર્ષ ટફ રહ્યા બાદ ઈમર્જિંગ માર્કેટસનું થીમ ફરીથી લોકપ્રિય થયું હતું અને અમુક ફ્રન્ટીયર તેમ જ બ્રીકસ ઈક્વિટી ફંડોમાં રોકાણોનો આંતરપ્રવાહ વધ્યો હતો.
ગયા વર્ષની શરૃઆતમાં, ગ્રીસની કટોકટી ચરમસીમાએ પહોંચતા વિદેશી નાણા સંસ્થાઓનાં રોકાણો અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રો તરફ વળ્યા હતા. આ વલણમાં હવે યુટર્ન જોવા મળે છે. ઈ.પી.એફ.આર.નાં ડેટા મુજબ વર્તમાન કેલેન્ડર વર્ષનાં પ્રથમ ૩ માસમાં તમામ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટી ફંડસમાં ૨૫૫૯.૬ કરોડ ડોલરનાં રોકાણ આવ્યા હતા, જે ગત વર્ષ સમાન સમયગાળામાં ૨૩૭૨.૬ કરોડ ડોલર હતું. તેની સામે તમામ ડેવલપ માર્કેટસ ઈક્વિટી ફંડસમાંથી ૧૦૭૬.૬ કરોડ ડોલરનો આઉટફલો આ ત્રિમાસિકમાં જોવાયો હતો. જે ગયા વર્ષ ૪૯૩૧.૩ કરોડ ડોલરનો ઈનફલો હતો.
આમ તો પરંપરાગત રીતે વિદેશી નાણા સંસ્થાઓનો પ્રવાહ વર્ષનાં દ્વિતીયાર્ધમાં વધુ રહેતા હોય છે. બજારના નિરીક્ષકોનું માનવું છે કે જો યુ.એસ.ફેડરલ રિઝર્વ સિસ્ટમમાં પ્રવાહીતા વધારવાનો નિર્ણય લે તો આ વલણ આ વર્ષે પણ જળવાઈ રહેવાની વકી છે. જો કે ક્રુડતેલનાં ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવ અને વધુ નાણાકીય ખરાબી પાર્ટી બગાડી શકે છે.
ઉપરાંત ગત સપ્તાહે નાણાં પ્રધાને એવી સ્પષ્ટતા કરી કે પી-નોટસ પર ભારતમાં ટેક્સ નહીં લાગે તેમ છતાં પણ જનરલ એન્ટી અવોઈન્સ રુલ્સ (ગાર)ના કારણે એફઆઈઆઈ પાસેથી કેવી રીતે ટેક્સ વસૂલવામાં આવશે તે અંગેનાં વાદળો તો હજાુ ઘેરાયેલા જ છે. ઘણી વિદેશી નાણા સંસ્થાઓ તેમનાં ભારતનાં ટેક્સ સ્ટેટસ અંગે હજુ અવઢવમાં છે.આમાંની અમુક એફઆઈઆઈ પી-નોટ ઈસ્યુ કરે છે. અને અમુક નથી કરતી. એફઆઈઆઈના ભારતમાં આવતા કુલ રોકાણમાંથી અડધાથી વધુ મોરિશિયસ રુટથી આવે છે અને ગારનાં કારણે ટેક્સ અધિકારીઓને આવા રોકાણો જો મોરેશિયસ ટુરથી આવ્યા હોવાની શંકા હોય તો તેના પર ટેક્સ વસૂલ કરવાની વૈકલ્પિક સત્તા આપે છે. અમુક કિસ્સામાં મોરેશિયસ રુટમારફતે આવેલ અને માત્ર ભારતનાં આવકવેરામાંથી બચવા માટે જ આ રુટનો ઉપયોગ કરાયો હોવાની શંકા હોય તો આવક વેરા અધિકારીઓ એવા રોકાણો પર આવકવેરો વસૂલી શકે છે. પી-નોટસનો કુલ એફઆઈઆઈ રોકાણમાં ૧૦ ટકાનો હિસ્સો છે જયારે મોરેશિયસ રુટથી આવતાં રોકાણોનું પ્રમાણ ૫૦ ટકા ઉપરાંતનું હોવાનું નિરીક્ષકોનું માનવું છે.

૨૦૧૨ના પ્રથમ ત્રિમાસિકમાં FII નું રોકાણ

દેશ

રોકાણ (બિલિયન ડોલરમાં)

ભારત

૯.૩

દક્ષિણ કોરિયા

૯.૬

તાઈવાન

૪.૯

થાઈલેન્ડ

૨.૭

ઇન્ડોનેશિયા

૧.૧

ફિલીપાઇન્સ

૦.૪

વિયેતનામ

-૦.૧


દર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં

FIIનું ભારતમાં રોકાણ

વર્ષ

રોકાણ (બીલીયન ડોલરમાં)

૨૦૧૨

૯.૩

૨૦૧૧

-૦.૬

૨૦૧૦

૪.૩

૨૦૦૯

૦.૮

૨૦૦૮

-૩.૦

૨૦૦૭

૧.૬

૨૦૦૬

૩.૯

૨૦૦૫

૩.૮

૨૦૦૪

૩.૧

૨૦૦૩

૩.૬

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved