Last Update : 04-April-2012, Wednesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૦૪-૨૦૧૨, બુધવાર
ચૈત્ર સુદ બારસ - મહાવીર જયંતી
‘ગુજરાત સમાચાર’ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની પાંચમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત,કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક.૫૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૯ મિ., (સૂ) ૭ ક. ૧૯ મિ., (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મધા સવારના ૯ ક. ૫૧ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની ૨૯ ક.૫૭ મિ. સુધી ત્યારપછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મીન, મંગળ - સંિહ (વ.), બુધ - કુંભ (માર્ગી), ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સંિહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮. ઉત્તરાયણ, વસંતૠતુ રા.દિ. ચૈ.૧૫.
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર સુદ બારસ ને બુધ. વામન દ્વાદશી. મહાવીર જયંતી. વિષ્ણુ દમનોત્સવ. પ્રદોષ. અનંગ ત્રયોદશી.બુધ માર્ગી ૧૫ ક. ૪૧ મિ.થી. બજારોમાં વધઘટ ? માધવુરા દોડમાં શ્રીકૃષ્ણ રુકમમઈ વિવાહત્સવ તથા મેળાની સમાપ્તિ. સોનાના ભાવ વધે ! સોપારી, સરસવ, સુંઠ, લાખમાં ભાવ વધે ? લાકડાના ભાવ વધે ?
‘ગુજરાત સમાચાર’ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં.શાહની પાંચમી પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૧ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૦ રોજ બહેરામ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આકસ્મિક કોઇ ફાયદો-લાભ થાય, કામ ઉકેલાતા આનંદ અનુભવો. પરંતુ પુત્રપૌત્રાદિકથી ખર્ચ- ચંિતા- વ્યસ્તતા રહે.

 

વૃષભ ઃ નોકરી-ધંધામાં તમારા કામની કદર થાય. અન્યનો સહકાર મળી રહે. ભાઇભાંડુ, નોકરચાકર, કારીગર, ઉપરીવર્ગથી સાનુકૂળતા રહે.

 

મિથુન ઃ ઉઘરાણીના નાણાં આવવાથી, આવક થવાથી, ધંધો મળવાથી હળવાશ, રાહત અનુભવો. કમિશનના, કરારી દંધાના નાણાં છુટા થાય.

 

કર્ક ઃ આપના રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. જુના સંબંધો તાજા થાય. પરંતુ કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા રહે.

 

સંિહ ઃ કોઇપણ કામમાં ઉતાવળ, ઉશ્કેરાટ- ગુસ્સો કર્યા વગર વિચારોની સ્થિરતા- એકાગ્રતા- શાંતિ રાખીને કામકાજ કરવું જરૂરી રહેશે.

 

કન્યા ઃ સરકારી- કાનૂની- ખાતાકીય કામમાં, બેંકના કામમાં આપે ઘ્યાન આપવું પડે, ખર્ચ કરવો પડે. સગા સંબંધી- મિત્રવર્ગના વિચારો રહે.

 

તુલા ઃ કાર્યસફળતા- પ્રગતિથી તમારા આનંદ- ઉત્સાહમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય. અન્યને મદદરૂપ થઇ શકો.

 

વૃશ્ચિક ઃ સરકારી, રાજકીય, ખાતાકીય નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. રૂકાવટવાળા કામનો ઉકેલ આવતો જાય, હળવાશ રહે.

 

ધન ઃ નોકરી-ધંધાના કે પરિવારના કામ અંગેની ચંિતા- વ્યસ્તતા રહે. પરંતુ મકાન- જમીન- વાહનના પ્રશ્નમાં સંભાળવું પડે.

 

મકર ઃ આજે આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે. શારિરીક- માનસિક અસ્વસ્થતા- ચંિતા- ભય- વ્યથાથી ઉચાટમાં રહો.

 

કુંભ ઃ બેંકના તેમજ હિસાબી કામમાં, પુત્ર-પૌત્રાદિકના કામમાં ચંિતા પછી કામનો ઉકેલ- સફળતા- સાનુકૂળતાથી આનંદ રહે.

 

મીન ઃ પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, આરોગ્યની ચંિતા રહે. શેરોની લે-વેચમાં, લોખંડના કે અન્ય ધંધામાં ધંધાની ચંિતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૦૪-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સંભાળવાનું રહેશે. પ્રારંભના ત્રીસ દિવસ યાત્રાપ્રવાસ, મીલન- મુલાકાતના રહે. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ- મિત્રતા થાય. વર્ષના મઘ્ય ભાગમાં ઘર, પરિવાર, કુટુંબના પ્રશ્ને ચંિતા- રૂકાવટ- મુશ્કેલી અનુભવાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં હળવાશ, રાહત થતી જાય. વિશેષમાં * પુત્ર-પૌત્રાદિકના વિવાહ-લગ્ન, વિદ્યાભ્યાસ માટે, નોકરી સ્થળાંતર, ફેરફારી માટે પીસ્તાલીસ દિવસ પ્રારંભના મહત્વના રહે. આકસ્મિક કોઇ કામ થાય. * વર્ષના મઘ્યભાગમાં તમારા નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં ઉચાટ-ઉદ્વેગ- અશાંતિમાં રહો. ખાતાકીય પરેશાની, સ્ટાફની પરેશાની, નાણાંકીય ચંિતા- મુંઝવણમાંથી સમય પસાર કરવો પડે. * મકાન- વાહન- મીલ્કતના પ્રશ્નમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. આડોશ પાડોશના, મિત્રવર્ગના સંબંધ- વ્યવહારમાં સંભાળવું પડે. * સ્ત્રીવર્ગને વર્ષ મઘ્યમ રહે. હરોફરો, કામ કરો પરંતુ હૃદય-મનને વ્યગ્રતા- બેચેની રહે. * વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા રહે નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લગ્ન કરવાની ઈચ્છા રાખનાર છગને પોતાના વડીલ મિત્ર મગનને લગ્ન કરવા માટેની સલાહ પૂછી તો જવાબમાં મગન બોલ્યો, ‘‘જો ભાઇ, લગ્ન એટલે મુસીબતોના પહાડોના પહાડો છે. ઘરમાં તો બેલેન્સ ન જ રહે પણ બેન્કમાં ય બેલેન્સ ન રહે... તમે શું બોલવાનો પ્રયત્ન કરો તો પત્ની મૂંગા કરી દેશે અને મૂંગા રહો તો બોલવા માટે ઉશ્કેરશે.... દુશ્મનોની સંખ્યા વધી જાય છે અને સારા દોસ્ત સાથ છોડી દે છે....’’

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved