Last Update : 03-April-2012, Tuesday
 

‘ચોકલેટ-વસ્ત્રો’ના સ્વાદિષ્ટ કાર્ટૂન્સ !

 
પોર્ટુગલના એક ફેસ્ટિવલમાં સુંદરીઓએ ચોકલેટથી બનેલાં વસ્ત્રો પહેરીને કેટ-વોક કર્યું !
સાલું, ખરેખર જો સુંદરીઓ જો ચોકલેટનાં કપડાં પહેરીને બહાર નીકળી પડે તો?... માણો શબ્દ-કાર્ટુનોમાં !
* * *
એક પાતળી સરખી મોડલ એના ડિઝાઈનર આગળ બળાપો કાઢી રહી છે ‘‘ડિયર, આ ટોર્ચર છે! ટોર્ચર! એક બાજુ તું મને મારું ઝીરો ફિગર મેઈન્ટેન કરવાનું કહે છે અને બીજી બાજુ મને ચોકલેટનું ફ્રોક પહેરાવે છે !’’
* * *
પહેલી ફ્રેમમાં ઃ
ત્રણ ચાર ળગર-વઘર લુખ્ખા જેવા માણસો એક છોકરીનાં વસ્ત્રો ખેંચી રહ્યા છે. છોકરી ચીસો પાડી રહી છે ‘‘બચાવો ! બચાવો !! બચાવો !!’’
બીજી ફ્રેમમાં ઃ
પોલીસ આવી પહોંચ્યો છે. લઘર-વઘર માણસો ભાગી ગયા છે. યુવતી અર્ધ-નગ્નાવસ્થામાં છે. પોલીસ એને કહે છે ઃ
‘‘બહેન, એ લોકો વાસનાના ભૂખ્યા નહોતા, માત્ર ભોજનના ભૂખ્યા હતા !’’
* * *
છોકરી (સેન્ડલ ઉગામીને) ઃ ‘‘મારી સ્હેજ પણ મશ્કરી કરી છે તો હમણાં આ સેન્ડલ ખાઈશ !’’
છોકરો ઃ ‘હમણાં નથી ખાવું. જરા પેક કરી આપને ? ઘરે જઈને ખાઈશ.’
* * *
ફેશન-શો ચાલી રહ્યો છે.
કેટવોક કરનારી મોડલોનાં ચોકલેટ-વસ્ત્રો ઓગળી રહ્યાં છે !
ફેશન મેનેજર ઃ (ડિઝાઈનરને) ‘‘મેં તને પહેલેથી કહ્યું હતું, આવા ફેશન-શોમાં આટલી આટલી ‘હોટ’ મોડલોને ના બોલાવાય !’’
* * *
વાંકડીયા ઝાંખરા જેવા વાળ અને કાબરચીતરી દાઢીવાળો જાડીયો ડિઝાઈનર એના આસિસ્ટન્ટને કહે છેઃ
‘‘એય, પેલા કબાટમાંથી એક બ્રા લઈ આવ... મને જરા ભૂખ લાગી છે!’’
* * *
ફેશન-બુટિકના શો-રૂમનો સેલ્સમેન એક જાડી પીપ જેવી ધનવાન મહિલાને કહી રહ્યો છે ઃ
‘‘મેડમ આ લેટેસ્ટ ડ્રેસ લઈ જાવ. એ લો-કેલેરી ચોકલેટમાંથી બનેલો છે!’’
* * *
એક વિશાળ જાજરમાન બંગલાની ચકચકતી મારબલ ફર્શ તરફ આંગળી ચીંધીને એસીપી પ્રદ્યુમન દયાને કહી રહ્યો છે ઃ
‘‘દયા, આ બંગલામાં જરૂર કોઈ બળાત્કાર થયો લાગે છે. જો, આ ફર્શ પર પડેલી ચોકલેટ ચિપ્સ !’’
Share |
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved