Last Update : 03-April-2012, Tuesday
 

લોકશાહીની દિશામાં બર્મા

અંગ્રેજોના જમાનામાં ભારતનો ભાગ ગણાતું બ્રહ્મદેશ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બર્મા અને પછી મ્યાંમા નામે ઓળખાય છે. અંગ્રેજી હકુમતમાંથી આઝાદ થયેલાં ઘણાં રાષ્ટ્રોની જેમ મ્યાંમાના નસીબમાં પણ જાણે સ્થિર લોકશાહી લખાયેલી ન હતી. જનરલ આંવ સાનની આગેવાની તળે આઝાદીની લડાઇ થકી, ૧૯૪૮માં બર્મા આઝાદ થયું, પણ છ મહિનામાં જ જનરલ આંવ સાનની હત્યા થઇ. ત્યારથી લોકશાહી અને બર્મા ઉર્ફે મ્યાંમા વચ્ચેની સંતાકૂકડી ચાલુ છે. જનરલ આંવ સાનનાં પુત્રી આંવ સાન સૂ ચી અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એન.એલ.ડી.) પાર્ટી લશ્કરી શાસકો સામે છેલ્લા બે દાયકા કરતાં પણ વઘુ સમયથી ટક્કર ઝીલી રહ્યાં છે. સૂ ચીને બાવીસેક વર્ષથી નજરકેદ રાખવામાં આવ્યાં છે. પશ્ચિમી સત્તાઓના દબાણ અને આર્થિક પ્રતિબંધોની સતત ભીંસ પછી તેમનો જેલવાસ પૂરો થયો, પરંતુ દેશના રાજકારણમાં તેમની પૂરેપૂરી સ્થાપના હજુ થઇ નથી. રવિવારે થયેલી પેટાચૂંટણીઓ એ દિશામાં પહેલું કદમ બની રહે એવું લાગે છે.
મ્યાંમા સંસદની ૬૬૪ બેઠકોમાંથી ૪૫ બેઠકોની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં એન.એલ.ડી.ના દાવા પ્રમાણે તેને ૪૦થી પણ વઘુ બેઠકો પર વિજય મળ્યો છે. આ ચૂંટણીમાં લાંબા કારાવાસ પછી પહેલી વાર ૬૬ વર્ષનાં સૂ ચીએ પણ ભાગ લીધો હતો અને તેમનો ભવ્ય વિજય થયો છે. પોતાના મતવિસ્તારના કુલ મતોમાંથી તેમને ૯૯ ટકા મત મળ્યા હોવાનું જાણવા મળે છે. લગભગ અડધી સદીના લશ્કરી શાસન પછી ૨૦૧૦માં મ્યાંમાની ચૂંટણી યોજાઇ ત્યારે તેમાં મોટા પાયે ઘાલમેલ અને ગોટાળાના આરોપ થયા હતા. લશ્કરી શાસકોનો પક્ષ એ ચૂંટણી જીતીને લોકશાહી ઢબે શાસક બની બેઠો. પરંતુ ૪૫ બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામમાંથી મળતી એંધાણી ઘ્યાને લઇએ- અને લશ્કરી શાસકો મતદારોનો અવાજ કબૂલ રાખે- તો સૂ ચી અને તેમના પક્ષની પડખે રહેલી પ્રચંડ લોકલાગણીને નજરઅંદાજ કરવાનું તેમના માટે અઘરૂં છે.
૪૫ બેઠકોમાંથી એન.એલ.ડી.ના ઉમેદવારોએ ૪૪ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. એ બધી બેઠકો પર તેમનો વિજય જાહેર થાય અને લશ્કરી શાસકો આ પરિણામોને વાંધાવચકા વિના સ્વીકારી લે, તો પણ સરકારમાં કશો ફરક પડવાનો નથી. કારણ કે સંસદમાં લશ્કરી પક્ષની બહુમતી રહેવાની છે. જે કંઇ ફરક પડશે, તે નૈતિક હશે અને એ બહુ મોટો હશે એમાં બેમત નથી. સૂ ચી સરકારી કેદી તરીકે નજરકેદ અવસ્થામાં નહીં, પણ ચૂંટાયેલાં સાંસદ તરીકે મ્યાંમાની સંસદમાં બેઠેલાં જોવા મળે એ દૃશ્ય જ લોકશાહી માટે આતુર જનતાનાં અરમાનોને, તેમની આકાંક્ષાઓને નવી પાંખો આપવા પૂરતું છે. આમ કરવામાં લશ્કરી શાસકોનો સ્વાર્થ એ છે કે લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા બતાવીને, બદલામાં તે યુરોપ-અમેરિકાના દેશોની નારાજગી ઘટાડી શકે અને તેમની પાસેથી મદદની અપેક્ષા પણ રાખી શકે. લાંબા કારાવાસ છતાં અખૂટ ધીરજ અને સાહસ વડે લોકશાહીની લડતનો ઘ્વજ ફરકતો રાખવા બદલ સૂ ચી પાશ્ચાત્ય દેશોમાં ખ્યાતનામ હસ્તી બની ચૂક્યાં છે. શાંતિ માટેનું નોબેલ પારિતોષક મેળવનારાં સૂ ચીનું સ્થાન જેલને બદલે સંસદમાં હોવું જોઇએ, એવી લાગણીને અમેરિકા સહિત અનેક રાષ્ટ્રોનો ટેકો છે. હિલેરી ક્લિન્ટન સત્તાવાર ધોરણે સૂ ચીની મુલાકાત લઇને પોતાની તેમ જ વૈશ્વિક સમુદાયની લોકશાહીતરફી લાગણી રજૂ કરી આવ્યાં છે.
પેટાચૂંટણીનાં પરિણામ પરથી લોકમિજાજનો અંદાજ બાંધવામાં આવે તો હવે પછીની ચૂંટણીનું પરિણામ કલ્પવું અઘરું નથી. પરંતુ એ પણ યાદ રાખવું પડે કે હજુ મ્યાંમાનું લશ્કરી શાસન તળીયાઝાટક થયું નથી. બલ્કે, સત્તા પર પૂરેપૂરી પકડ ધરાવે છે. ૨૦૧૦ની ચૂંટણીની જેમ પેટાચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષે મોટા પાયે ગોલમાલ કરી હોવાના આરોપ સૂ ચીના પક્ષે કર્યા હતા અને ચૂંટણીપંચમાં ફરિયાદો પણ નોંધાવી હતી. મતદાનમાં કેવી રીતે ચેડાં કરી શકાય તેનો એક નમૂનોઃ મતપત્રક પર એન.એલ.ડી.ના ઉમેદવારના નામની સામેના ખાના પર મીણ લગાડેલું હોય, જેથી ત્યાં કરેલી ચોકડી મતદાન પૂરું થયા પછી સહેલાઇથી - કશા ડાઘાડુઘી વિના સહેલાઇથી દૂર કરી શકાય અને સત્તાધારી પક્ષના ઉમેદવારની સામે નવેસરથી ચોકડી મારી શકાય. ખુદ સૂ ચીએ પણ ગોટાળાના આરોપ કર્યા હતા, પરંતુ એન.એલ.ડી.ના પ્રવક્તાએ જાહેર કરેલું પરિણામ સત્તાવાર ઢબે માન્ય થાય તો તેનાથી સત્તાધારી પક્ષને ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજ્યાની પ્રતિષ્ઠા પણ મળી શકે છે. વર્તમાન સંજોગોમાં દેશની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે પાશ્ચાત્ય દેશોના પ્રતિબંધ હટાવવા માટે અને તેમની પાસેથી મદદ મેળવવા માટે લોકશાહી નહીં તો તેનો દેખાવ ઊભો થાય એ જરૂરી છે.
લોકશાહી ઢબે વિજય મેળવીને સાંસદ બનેલાં સૂ ચી માટે આ સફળતા મહત્ત્વની છે, પરંતુ હજુ ઘણો લાંબો રસ્તો બાકી છે. લશ્કરી શાસનનો અહંિસક મુકાબલો બેશક મોટી કસોટી હતો, પરંતુ ભવિષ્યની ચૂંટણીમાં તેમનો પક્ષ સંપૂર્ણ બહુમતી મેળવે અને દેશની સત્તા હાંસલ કરે ત્યાર પછી લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી, એ હંમેશાં વઘુ મોટી કસોટી સાબીત થતી રહી છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved