Last Update : 03-April-2012, Tuesday
 
ભૂમિ દળના વડા વી. કે. સંિહ નિવૃત્તિમાં જતા જતા સરકાર અને સંરક્ષણ પ્રધાન ઉપર શું વેર વાળી રહ્યા છે ?

- લાંચની ઓફર કરનારને એમણે જવા કેમ દીધો ?
- લશ્કરી વડાને લાંચની ઓફર છેક ૨૦૧૦માં થયેલી એની જાહેરાત એમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કરી એનો શું અર્થ ?
- ટાંચા સાધનો માટેની ફરિયાદ એમણે પોતાના બોસ સંરક્ષણ પ્રધાનને કરવાની હોય કે સીધી વડાપ્રધાનને આનું નામ નાની વાતને મોટું રૂપ આપવું ! નકામી વાતને મહત્ત્વની કરવી !


ખરી વાત એ છે કે...કોઈ માણસ એમ કહે કે... મને અમુક જણ લાંચ આપવા આવેલો... એટલે શું એ માની લેવાનું ?
ધડમાથા વગરની વાતને શું માની લેવાની ?
મીડીયાને તો કંઈક મસાલો જોઈએ... એટલે ઠીક છે... પણ આપણ શું અક્કલ વેચી મારી છે ? સંસદસભ્યો, રાજકારણીઓ, વિરોધ પક્ષોને પણ ચકવા જોઈએ એટલે ઠીક છે... પણ આપણામાં બુદ્ધિ છે કે નહીં ?
આપણે પણ વિચાર કર્યા વિના ‘હિસ્સો ભાઈ હિસ્સો’ કરવાનું ?
ઠીક છે.
આ ‘સાહેબ’ને લાંચની ઓફર થયેલી છેક ૨૦૧૦માં ! તો અત્યાર સુધી એ કેમ ચૂપ રહ્યા ?
લાંચની ઓફર થયેલી... તો અત્યાર સુધી કેમ કંઈ બોલ્યા નહીં ? તેઓ લશ્કરના (ભૂમિદળ)ના વડા હતા... તો લાંચની ઓફર કરનારને તેઓ જેલમાં મોકલી શક્યા હોત. આપણી ફિલ્મોમાં ઘણા ‘સંિઘમો’એ એ રીતે લાંચની ઓફર કરનારને સજા પણ કરી છે. તો આ વી. કે. સંિહે કેમ કશું જ કર્યું નહીં ?
બસ, એમણે પોતાના ‘બોસ’ એટલે સંરક્ષણ પ્રધાન એ. કે. એન્થનીને એ વાત કરી તો એન્થનીએ એમને લિખિતમાં આપીને આગળ પગલા ભરવા કહ્યું... તો એમણે એવું કશું કર્યું નહીં !
ઠીક છે. ભલે કશું કર્યું નહીં...એમની મરજી પણ પછી એ વાતને અત્યારે ૨૦૧૨માં ઉખેળવાની શું જરૂર હતી ? શા માટે એને અત્યારે ઉખેળવી જોઈએ ?
બસ. આ પ્રશ્ન સાથે જ વી. કે. સંિહની દાનત ચોખ્ખી નથી એ ચોખ્ખું જણાય આવે છે.
બીજી રીતે પણ વાત નાની છે. આપણા દેશમાં તો શું પણ અમેરિકા, બ્રિટન, જપાન, જર્મની વગેરે બધા દેશોમાં સરકારી અથવા બિનસરકારી ખરીદીમાં લાંચ ક્યાં નથી ? અને લશ્કરમાં તો વધારેમાં વધારે લાંચ લે છે (જો કે આ બાબતમાં સરકારના કે મ્યુનિસિપાલિટીના બધા ખાતાઓમાં ‘કોણ ચઢે ?’ એની હરિફાઈ ચાલે છે.) કારણ કે એના હિસાબો વિષે પૂછપરછ થઈ શકતી નથી. બાકી લશ્કરની ખરીદીની બાબતમાં લાંચ માટે ‘કટકી’ શબ્દ ‘કીકબેક’ અને છેલ્લે અમેરિકન શબ્દ ‘સર્વિસ ચાર્જ’ વપરાય છે.
નેહરુ વડાપ્રધાન હતા ત્યારે એમના ખાસ મિત્ર કૃષ્ણમેનન સંરક્ષણ પ્રધાન હતા ત્યારે પણ લશ્કર માટે જીપોની ખરીદીનું ભ્રષ્ટાચારી પ્રકરણ થયેલું જેના કારણે નેહરુએ કૃષ્ણમેનનને છૂટા કરવા પડેલા.
ટૂંકમાં, લશ્કરમાં ખરીદી હોય કે બાંધકામ હોય પણ કરોડો- અબજો રૂપિયાની લાંચ આપવી પડે છે... એ જગજાહેર વાત છે... વી. કે. સંિઘે એમાં કોઇ નવી વાત બિલકુલ નથી કરી. બધા જ જાણે છે જેને કહીએને કે ‘નાનું છોકરું પણ જાણે છે’ એના જેવું !
નવું એટલું જ છે કે... આ વાત વી. કે. સંિઘે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કરી!
આવી જગજાહેર બાબત માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર કરવાનો અર્થ એ કે વી. કે. સંિઘ મહિના પહેલા પોતાના જન્મદિન બાબતની તકરારમાં સરકાર એટલે સંરક્ષણ ખાતા સામે સુપ્રિમ કોર્ટમાં હારી ગયા એનું વેર વાળવાની એમની દાનત છતી થાય છે.
દુનિયાની સૌથી મોટી લોકશાહીના ભૂમિદળના વડા જેવા ગૌરવવાળા હોદ્દેદારને શોભે નહિ એવી આ વાત છે. પાછું આપણું લશ્કર દુનિયાનું બીજા નંબરનું મોટું લશ્કર ગણાય છે. એનો વડો એક ક્ષુલ્લક બાબતમાં આખા લશ્કર સામે (અને એટલે આખા દેશ સામે) વેર વાળવાની વૃત્તિ રાખે ! એમાં દેશની નહિ પણ એ ક્ષુલ્લક માણસની કમનસીબી છે !
આ ક્ષુલ્લક માણસ કેવો ક્ષુલ્લક છે એનો બીજો દાખલો એના જન્મદિનની તકરારનો છે. જન્મદિન અંગે લશ્કરમાં કરાયેલી નોંધ બાબત ભૂલચૂક થઈ જાય પણ એવી નાની અને નમાલી બાબતનો ‘ઇસ્યુ’ બનાવીને આખા દેશમાં વિવાદ ઉભો કરવો એ કોઈ પણ માટે શોભાસ્પદ ન ગણાય એમાં પણ લશ્કરના વડા જેવા મોભાદાર હોદ્દેદાર માટે તો નહીં જ ! (સારું છે કે સુપ્રિમ કોર્ટની ઉપર કોઈ કોર્ટ નથી... નહીંતર આ માણસ ત્યાં પોતાના જન્મદિન જેવી ક્ષુલ્લક બાબતમાં આ કેસ લઈ જાય એવો છે !) આવા હોદ્દેદારો પાસેથી એટલી અપેક્ષા તો રાખી જ શકાય કે તેઓ પોતાના હોદ્દાની ગરિમાનો ખ્યાલ રાખશે જ !
પરંતુ અફસોસ ! વી. કે. સંિહે એનો ખ્યાલ રાખવાના બદલે વડાપ્રધાનને આપણ લશ્કરની ઉણપોની જાણકારી માટે લખેલા પત્રની વાત જાહેર કરીને પોતાની ગરિમાને તો ડાઘ લગાડ્યો પણ દેશની ગરિમાને પણ ડાઘ લગાડ્યો !.. કે આવડા મોટા દેશનો લશ્કરી વડો આવો ક્ષુલ્લક વેરઝેરવાળો !
આ ‘સાહેબે’ ૧૨ માર્ચના દિવસે વડાપ્રધાનને ચિઠ્ઠી લખીને જાણ કરી કે.. લશ્કર પાસે દારૂગોળો ઘટી રહ્યો છે !
આ મુદ્દામાં પણ વી. કે. સંિહની દાનત વેર વાળવાની સ્પષ્ટ થાય છે કારણ કે... ૨૦૧૦ની ૩૧ માર્ચથી તેઓ ભૂમિદળના વડાની જવાબદારી સંભાળે છે... તો શું દારૂગોળો એકાએક ઓછો થઈ ગયો ? લશ્કરમાં દારૂગોળો ઓછો તો થાય જ... એ વખતે એનો પુરવઠો સરખો કરવાની જવાબદારી લશ્કરી વડાની છે... વડાપ્રધાનની નહીં.
બીજું... લશ્કરી વડા તરીકે... વડાપ્રધાનને તેઓ પત્ર લખી શકે છે પણ એ પત્રને તેઓ જાહેર કરી શકતા નથી.
ત્રીજું... એમના ‘બોસ’ એમના સીધા ‘સાહેબ’ (ઇમીજીયેટ બોસ) સંરક્ષણ પ્રધાન છે... વડાપ્રધાન નહીં. એટલે એમણે કોઈ ફરિયાદ કરવી હોય તો વડાપ્રધાનને નહીં પણ સંરક્ષણ પ્રધાનને કરવી જોઈએ.
ચોથું... દેશની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખવા એક કેબિનેટ કમિટી છે જેમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાંપ્રધાન તેમજ રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર ઉપરાંત વાયુદળ, નૌકાદળ અને ભૂમિદળના વડાઓ છે.
વી. કે. સંિહ એ સમિતિની સમક્ષ ફરિયાદ કરી શકે છે અથવા એને પત્ર લખી શકે છે.
હવે પોતાની નિવૃત્તિના બે મહિના પહેલા આ રીતે ધડાકા ભડાકા કરીને લશ્કર અને સરકાર (એટલે સંરક્ષણ પ્રધાન)ને નીચા દેખાડવાનો પ્રયત્ન ચોખ્ખી રીતે વેર વાળવાની વૃત્તિ દેખાડે છે. એણે લડવાનું દુશ્મન દેશો સામે હોય છે પણ એના બદલે આ ‘ભાઈસાહેબ’ પોતાની સરકાર સામે બાંયો ચઢાવે છે !
હકીકતમાં આ વી. કે. સંિહનું લોહી જ હલકા પ્રકારનું હોવું જોઈએ કારણ કે જે માણસ પોતાની જન્મતારીખની લશ્કરના રેકોર્ડ ઉપરની બાબતમાં સરકાર સામે જંગે ચઢે એ કોઈ ઉંચા લોહીની નિશાની નથી. આજ સુધીના દુનિયાના લશ્કરી ઇતિહાસમાં આવો બનાવ ક્યાંય કદી બન્યો નથી. આવી વ્યક્તિને દેશના ભૂમિદળના વડા તરીકે એક પળ માટે પણ રાખવાનું જોખમ લઈ શકાય નહીં.
મુખ્ય સવાલ એ છે કે.. વી. કે. સંિહને આ બઘું અત્યારે જ કેમ યાદ આવે છે ? અને એ પણ જન્મતારીખના મુદ્દા પર પોતાની હાર થઈ પછી જ ? તેઓ શું એમ કહેવા માગે છે કે... તેઓ શસ્ત્રો વિનાના (ભંગાર) લશ્કરના વડા છે ? દુનિયાને શું તેઓ એ બતાવવા માંગે છે કે દુનિયાના બીજા નંબરના લશ્કરના તેઓ દેખાવના જ વડા છે ?...
આખી દુનિયા જાણે છે કે આપણો દેશ કેટલાય વર્ષોથી હથિયારોની ખરીદીની બાબતમાં પહેલા નંબરે છે... તો શું તેઓ એ નથી જાણતા ? આપણો દેશ રૂપિયા ૫૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૫૦ ખર્વ)ના શસ્ત્રો ખરીદી રહ્યો છે. શું એ તેઓ નથી જાણતા ? એ શસ્ત્રો વેચવા દુનિયાના શસ્ત્ર ઉત્પાદક દેશો આપણે ત્યાં દિલ્લીમાં લાઇન લગાવીને બેઠા છે એ તેઓ નથી જાણતા શું ? આ દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટલી વગેરે છે એની એમને ખબર નથી શું ? આ દેશો કેવા કેવા દબાણ કરે છે એના સમાચારો અખબારોમાં પ્રગટ થાય છે તો શું તેઓ એ નથી જાણતા ?
ભારતે બ્રિટન પાસેથી લડાયક વિમાનો ખરીદ્યા નહીં એમાં બ્રિટને આપણને (ભારતને) ધમકી આપેલી ત્યારે પ્રણવ મુખરજીએ વળતો જવાબ આપીને કહેલું કે... ભારતને બ્રિટનની મહેરબાનીની જરૂર નથી.
આપણા દેશે હથિયારો ખરીદવાની જે નીતિ તૈયાર કરી છે એમાં એ હથિયારો ખરીદવાની જે નીતિ તૈયાર કરી છે એમાં એ હથિયારોની ટેકનોલોજી આપણા દેશમાં લાવવાની પણ શરત રાખી છે એ વી. કે. સંિહ શું નથી જાણતા ? આ નીતિના (શરત) કારણે આપણો દેશ શસ્ત્ર ઉત્પાદનની બાબતમાં પગભર થઈ શકશે એ પણ તેઓ નથી જાણતા શું ?
આવી વ્યક્તિને એક પળ માટે પણ દેશના લશ્કરી વડાના હોદ્દા પર રાખી શકાય નહીં કારણ કે આવી વ્યક્તિ એક અર્થમાં દેશદ્રોહનું જ કામ કરી રહી છે. તેઓ જતા જતા આપણા સૈનિકોનું મનોબળ ઢીલું કરવાનું કામ કરી રહ્યા છે. એ સાથે દેશના રાજકીય નેતાઓ પ્રત્યે પણ નફરત જાગે એવું તેવો કરી રહ્યા છે.
- ગુણવંત છો. શાહ

 

ગેલેક્સી
૭૬ વર્ષ પછી ફરી ‘સંત તુકારામ’
મહારાષ્ટ્રના મહાન સંત, તત્વજ્ઞાની અને કવિ સંત તુકારામના જીવનને આલેખતી એક ફિલ્મ ૧૯૩૬માં પ્રભાત ફિલ્મસે બનાવેલી. એ વખતે એ ફિલ્મ સુપરહીટ રહેલી. એ જમાનામાં એને ઘણાં પુરસ્કાર પણ મળેલા. વિષ્ણુદેવ માગનીસ એના મુખ્ય અભિનેતા હતા. એના ભજનો પણ એમણે ગાયેલા.
એ ફિલ્મ ૭૬ વર્ષ પછી ફરી બની રહી છે. જીતેન્દ્ર જોષી એમાં તુકારામની ભૂમિકા કરે છે. સંત તુકારામના અભંગો (આપણા દુહા જેવું) આજે પણ લોકપ્રિય છે. સંત તુકારામ વિઠોબાના ભક્ત હતા. વિઠોબાની સ્તુતિમાં સંત તુકારામ અભંગ ગાયા છે.
એ વખતે પ્રભાત સ્ટુડિયો પ્રોડક્શન સંસ્થા હતી અને ત્યારની બધી જ નિર્માતા સંસ્થાઓની જેમ પ્રભાત સ્ટુડિયોની ફિલ્મો પણ ઉદ્દેશ્યવાળી રહેતી. પ્રભાત સ્ટુડિયો પૂનામાં હતો અને શાતારામ, દામલે અને ફતેહલાલ એ ચલાવતા.
અભંગની રેકર્ડ મરાઠીમાં એટલી બધી લોકપ્રિય છે કે ૧૯૭૦ પછીના દસ વર્ષના ગાળામાં એની લાખો કરોડો નકલો વેચાયેલી !

છાબડી
ઇંગ્લાંડનો બકીંગહામ પેલેસ વેચવાનો છે
ઇંગ્લાંડના રાજવીઓની માલિકીનો જે હતો એ બકીંગહામ પેલેસ ૨૨ એકર વિસ્તારમાં પથરાયેલો છે જેને ૧૯૯૯માં ફૂટબોલના ખેલાડી ડેવિડ બેકહામે ખરીદેલો.
હવે એ મહેલ વેચીને તેઓ લોસ એન્જીલસમાં સ્થાયી રહેવા માગે છે. એ બકીંગહામ પેલેસ ૧,૮૦,૦૦,૦૦૦ પૌંડમાં વેચવાનો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved