Last Update : 03-April-2012, Tuesday
 

સાસણ ગીરની સ્થાનીક હોટલોના તોતિંગ ભાવ સામે જૂનાગઢની ધર્મશાળાઓ એક સારો વિકલ્પ

ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો

- અમિતાભ બચ્ચને દ્વારા નેશનલ લેવલે ગુજરાતના સાસણગીરના સિંહોનું બ્રાંડીગ કરવામાં આવતા આજે સિંહ દર્શન મોંઘુ સાબિત થાય તેમ છે ત્યારે સિંહ દર્શન માટે વાયા તાલાળા અથવા જૂનાગઢથી ફંટાતો એક સસ્તો અને રસપ્રદ રૃટ.

કાળઝાળ ગરમી વધી રહી છે તો એક તરફ વેકેશનના પ્લાનીંગ થઈ રહ્યા છે. ઘણાં એવા રસિકો પણ છે જેમને ગુજરાત ફરવુ છે પણ ગરમીને સહન કરવી નથી. ગરમીથી દૂર થવા માટે ગુજરાતનો કોસ્ટલ એરિયા યુવાનોને ઠઁડક સાથે એડવેન્ચરની મજા કરાવી શકે તેમ છે. ગુજરાતના દરીયાઈ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો દરીયા કિનારો, કચ્છનો દરીયા કિનારો અને દક્ષિણ ગુજરાતનો દરીયા કિનારામાંથી કોઈપણ એક રુટ તમે પસંદ કરી શકો. જો કે અત્યાર સુધી આપણે વિકેન્ડ ડેસ્ટિનેશનની વાત કરતા હતા પણ ગુજરાતના દરીયાઈ વિસ્તારો અમદાવાદથી ઓછામાં ઓછા આઠેક કલાકના અંતરે આવેલા હોવાથી વિકેન્ડમાં આ પ્રવાસ પૂરો કરવામાં થોડી ઉતાવળ થઈ જાય. જો કે અત્યારે 'ખુશ્બૂ ગુજરાત કી'માં અમિતાભ બચ્ચનના બ્રાન્ડીંગ સાથે આવતી સાસણ ગીરની ખુશ્બૂ પણ આ રુટથી નજીક છે. આજે સૌરષ્ટ્રના સિંહ દર્શન માટે સસ્તામાં સસ્તા ઓપ્શન માટે ઘણાં યુવાનોના પત્રો આવે છે માટે વેકેશન પડે તે પહેલા આ રુટની વાત કરી લઈએ જેથી સસ્તામાં સિંહ દર્શન કરવાવાળા યુવાનોને સરળતા રહે.
પહેલા તો સાસણ ગીર પહોંચવા માટે જૂનાગઢથી પણ જઈ શકાય અને સોમનાથથી વાયા-તાલાળાના રસ્તેથી પણ જઈ શકાય. રાત્રે ટ્રાવેલ્સમાં કે ટ્રેઈન કે જે રોજ રાત્રે કાલુપુર રેલ્વે સ્ટેશનથી સોમનાથ અને ગીરનાર એક્સપ્રેસ ઉપડે છે. સવારે જુનાગઢ ઉતરીને ગીરનારની તળેટીમાં આવેલી કોઈપણ ધર્મશાળામાં રોકાઈને તમે સવારે સાસણગીર જતી એસ.ટી કે પ્રાઈવેટ વાહન લઈને જઈ શકો છો. અહીંથી સાસણ ગીર લગભગ સવા કલાક જેટલું દૂર થાય છે. જ્યારે સોમનાથથી માત્ર ૨૫ કિ.મીના અંતરે આવેલા તાલાળા ખાતે રોકાઈને તમે તમારો પ્રવાસ આગળ ધપાવી શકશો. તાલાળા ખાતે આવેલી શ્રીબાઈ છાત્રાલય એકદમ સસ્તા ભાવે રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. સાસણગીર પ્રોપરમાં પણ રહેવાની વ્યવસ્થા છે પરંતુ ત્યાં નેશનલ માર્કેટ પ્રમાણે હોટલના ભાવ આસમાને છે. તાલાળાથી છકડામાં બેસીને અડધો કલાકના અંતરે આવેલા દેવળીયા પાર્ક પહોંચીને તમે રૃ.૧૨૫ની ટિકિટ લઈને સિંહદર્શન કરી શકો છો. અહીં દેવળીયા સફારી પાર્કમાં ફોરેસ્ટની ગાડીમાં જ બેસીને સિંહ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાસણ ગીરથી ગીરના અન્ય રુટ માટેની સફારીની વ્યવસ્થા છે. જેના માટે રૃ.૭૫૦ પ્રતિ વાહન અને રૃ.૭૫૦ અન્ય ભાડા પેટે ચૂકવવા પડે છે. અહીં સમયસર પરમીટ લઈને સિંહ દર્શન જોવા માટે જવું વધુ સલાહભર્યું છે. આ વિસ્તારમાં કેટલાંક સ્થાનિક લોકો દ્વારા પ્રાઈવેટલી સિંહ દર્શન માટે પ્રવાસીઓને લાલચ આપીને લૂંટવામાં આવે છે જે ગેરકાયદેસર છે.
આમ અમદાવાદથી આવવા જવા માટેના ભાડાને બાદ કરતા માત્ર રૃ.૧૦૦૦થી રૃ.૧૫૦૦માં યુવાનો કરકસરયુક્ત રીતે ગુજરાતની ગરીમા એવા સાવજના દર્શન કરી શકે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved