Last Update : 03-April-2012, Tuesday
 
દિલ્હીની વાત
 
દિલ્હીમાં કિચન જંગ
નવીદિલ્હી, તા. ૨
દિલ્હીમાં એમસીડીની ચૂંટણીઓ કિચન જંગ તરીકે ઓળખાઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેએ મહિલાઓને પૂરતું પ્રાધાન્ય આપ્યું છે. ક્યાંક દેરાણી-જેઠાણી સામસામે લડે છે તો ક્યાંક એક જ કુટુંબની વહુઓ જંગમાં ઉતરી છે. ડૉક્ટરો, વકીલોની સંખ્યા કરતાં પણ વધુ સંખ્યા ગૃહિણીઓની છે. આ કિચન જંગ રસપ્રદ બની રહ્યો છે.
વી.કે. સિંહ-એન્ટોની મળશે
લશ્કરના વડા વી.કે. સિંહ અને સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોની વચ્ચે મુલાકાત યોજાઈ રહી છે. વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલ પત્ર લીક થયા બાદ ઉભા થયેલા વિવાદ પછીની આ પ્રથમ સત્તાવાર મીટીંગ છે. સંરક્ષણ મંત્રાલયના અન્ય ટોપના અધિકારીઓ પણ આ મીટીંગમાં હાજર રહેશે. એક અલગ બેઠકમાં સંરક્ષણ પ્રધાન નૌકાદળના વડા નિમેલ વર્મા અને એરફોર્સના વડા એનએકે બ્રાઉનીને પણ મળશે. આ મીટીંગોનો કારણે ટોપના અધિકારીઓના સંરક્ષણ પ્રધાન ખાતેના અબોલા તુટશે. એમ પણ દેખાઈ રહ્યું છે કે સરકારે પાછલા બારણે વી.કે. સિંહ સાથે સમાધાનના માર્ગો પર ચાલવાનું શરૃ કર્યું છે.
વોડાફોન અંગે વડાપ્રધાનને પત્ર
વોડાફોન વિવાદ અંગે વિશ્વની કેટલીક ટોચની કંપનીઓના વડાઓએ વડાપ્રધાન મનમોહનસિંહને લખ્યું છે કે પાછલી ઈફેક્ટથી ઈન્કમટેક્ષ એક્ટમાં સુધારો કરવામાં આવી રહ્યો છે જેથી તેમની કંપનીને મોટું નુકશાન થાય છે. આમ ભારતમાં રોકાણનો લાભ ઉઠાવી શકાતો નથી. જો ટેક્સના કાયદા બદલાય તો તેને પાછળની તારીખથી અમલી ના બનાવવા જોઈએ એવી રજૂઆત કરાઈ છે. આ રજૂઆત કરનારાઓમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રી, યુએસ કાઉન્સીલ ફોર ઈન્ટરનેશનલ બિઝનેસ અને જાપાન ફોરેન ટ્રેડ કાઉન્સીલનો સમાવેશ થાય છે. કહે છે કે આ કંપનીઓ વિશ્વભરની અઢી લાખ જેટલી કંપનીઓના હિતોનું રક્ષણ કરે છે.
લોકાયુક્તમાં ફરિયાદીને ૧૦ લાખનો દંડ
હિમાચલ પ્રદેશની સરકારે લોકાયુક્ત વિધેયક ૨૦૧૨ પર સૂચનો મેળવવા અણ્ણા હજારેની ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલ અને અન્ય સાથીઓ સાથે યોજી હતી. જોકે અગાઉથી નિશ્ચિત થયેલી આ મુલાકાતને અરવિંદ કેજરીવાલે અચાનક જ રદ્દ કરી હતી. કેજરીવાલ માને છે કે હિમાચલ પ્રદેશનું લોકાયુક્ત બીલ સાવ નબળું છે. અણ્ણા હજારેની ટીમના સભ્યે બતાવ્યું હતું કે બીલમાં વિજીલન્સ ડિપાર્ટમેન્ટની જગ્યાએ નવું ડીપાર્ટમેન્ટ ઉભું કરવાની વાત લખાઈ છે. આ બીલ સાવ મજબૂતાઈ વિનાનું છે. આ લોકપાલ બીલમાં એવો પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ લોકાયુક્તમાં ફરિયાદ કરશે તે ફરીયાદ જો ખોટી સાબિત થશે તો ફરિયાદ કરનારને રૃા. ૧૦ લાખનો દંડ થશે !!
Share |
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved