Last Update : 03-April-2012, Tuesday
 

યુવરાજે એક વર્ષ પહેલા ભારત વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું તે પળને યાદ કરી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

વર્લ્ડકપ જીત્યા તે પછીના એક વર્ષ દરમ્યાન કેન્સરની સામે ઝઝુમવું પડશે તેવી કલ્પના નહોતી

તેંડુલકરનું પ્રેરણા આપતું વાક્ય ''યુ વીલ મેટર વ્હેન ઈટ મેટર્સ ધ મોસ્ટ'' જાદુ કરી ગયું


ડ્રેસિંગ રૃમના મારા લોકરમાં તેંડુલકરનો મારી સાથેનો ફોટો જોઇને બેટિંગ કરવા ઉતરતો હતો

 

નવી દિલ્હી, તા. ૨
અમેરિકામાં કેમોથેરેપી સહિતની કેન્સરની સારવાર પુરી કર્યા બાદ હાલ યુવરાજસિંઘ લંડનમાં આરામ ફરમાવી રહ્યો છે. બરાબર એક વર્ષ પહેલા એટલે કે ૨ એપ્રિલ ૨૦૧૧ના રોજ ભારતે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને ૨૮ વર્ષ બાદ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિધ્ધી મેળવી હતી.
યુવરાજને તે દિવસે વર્લ્ડકપમાં નિર્ણાયક ઓલરાઉન્ડ દેખાવ બદલ 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો એવોર્ડ મળ્યો હતો. કુદરતનો ખેલ પણ અકળ અને આગવો છે. યુવરાજે કે કોઇએ કલ્પના નહીં કરી હોય કે યુવરાજ વર્લ્ડકપ વિજયની પ્રથમ વર્ષની યાદના અરસામાં આ હદે પડકારજનક તબક્કામાંથી પસાર થશે.
યુવરાજસિંઘની અમેરિકામાં સારવાર દરમ્યાન કુમ્બલે ખબર અંતર પૂછવા ખાસ ગયો હતો.
જ્યારે તેંડુલકર ગયા અઠવાડિયે તેના પગના અંગુઠાની ઈજા અંગે નિદાન કરવા લંડન ગયેલો ત્યારે તેણે યુવરાજસિંઘને પણ મળવાની તક ઝડપી હતી.
યુવરાજસિંઘે ગયા વર્ષે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેને યાદ કરતા જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં મેં જે પણ સફળતા મેળવી હતી તે માટે તેંડુલકરનો આભાર માનું તેટલો ઓછો છે કેમ કે વર્લ્ડકપ અગાઉ મારૃ ફોર્મ, આત્મ વિશ્વાસ અને ફિટનેસ જોઇએ તેવી નહોતી.
મારી કારકિર્દીનો ઉત્સાહજનક તબક્કો નહોતો. વર્લ્ડકપમાં પણ મહદ્અંશે ઉદાસીન મૂડ સાથે જ ઉતર્યો હતો. આ વખતે તેંડુલકરે મને ખૂબ જ પ્રેરણા આપી જાય તેવું વાક્ય કહ્યું હતું કે ''યુ વીલ મેટર વ્હેન ઈટ મેટર્સ ધ મોસ્ટ'' (જ્યારે ખાસ અગત્યનો અવસર હશે ત્યારે જ તારે જરૃરિયાત સાર્થક કરવાની છે)
યુવરાજે જણાવ્યું હતું કેતેંડુલકર ઉપરાંત ફાસ્ટ બોલર ઝહિરખાને પણ મને વર્લ્ડકપ પહેલા પ્રોત્સાહિત કરતા શબ્દો કહ્યા હતા. હું વર્લ્ડકપ પહેલા આ હદે હકારાત્મક અભિગમ અને આત્મશ્રધ્ધા સાથે દેખાવ કરી શકીશ એમ નહોતો માનતો પણ તેંડુલકર અને ઝહિરખાને મારી દ્રષ્ટિમાં જ પરિવર્તન લાવી દીધું.
મેં તેંડુલકર જોડે મારા ફોર્મ, ફિટનેસ અને મનોબળની કથળેલી સ્થિતિ અંગે વાત કરી. તેણે મને જે પણ કહ્યું તેણે મારા દિમાગ પર ગહેરી અસર છોડી દીધી હતી.
યુવરાજે તેની કારકિર્દીમાં તે તબક્કે તેંડુલકરના પ્રભાવ અંગે વાત કરતા એમ પણ કહ્યું કે હું ડ્રેસિંગ રૃમમાં મારા લોકરમાં મારો તેંડુલકર સાથેનો ફોટો રાખતો હતો. બેટિંગ કરવા જતી વખતે તે ફોટાને જોઇને જતો હતો. તે પછી મારામાં અનેરો જુસ્સો આવી ગયો હતો, તેમ યુવરાજે ઉમેર્યું હતું.
વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા પછીની યાદગાર પળો આજે પણ નજર સામે તરવરે છે તેમ યુવરાજે કહ્યું હતું. તેણે કહ્યું કે તે વખતે બધા જ ભારે ભાવુક બની ગયા હતા. દેશભરમાં ઉજવણીનો માહોલ હતો. વાનખેડે સ્ટેડિયમમાં જ્યાં નજર પડે ત્યાં ત્રિરંગો લહેરાતો હતો. અમે આ વર્લ્ડકપ તેંડુલકર માટે પણ જીત્યો હતો.
જીવનની ચઢ-ઉતરને મૂલવતા તેણે કહ્યું હતું કે વર્લ્ડકપ પછીના કેટલાક મહિના પછી મારી જોડે જે બન્યું તેની મેં કલ્પના જ નહોતી કરી. હું આવા સંજોગોમાં યાદ કરીશ તેવી તો કલ્પના જ નહોતી. હવે સારવાર બાદ હું મુક્ત થયો છું. ખૂબ જ ટુંક સમયમાં મેદાન પર પરત આવીશ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved