Last Update : 03-April-2012, Tuesday
 
 

IPL ની પ્રથમ મેચ ચેન્નઇ-મુંબઇ વચ્ચે ૪ એપ્રિલે યોજાશે
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે

અમિતાભ, કરીના, પ્રિયંકા અને સલમાન ખાન આઈટમો રજુ કરશે

તેંડુલકર, ધોની પણ હાજર રહેશે

ચેન્નઇ, તા. ૨
આઈપીએલની પાંચમી સિઝનની મેચનોનો પ્રારંભ તો ૪ એપ્રિલથી થવાનો છે પણ ઉદઘાટન સમારંભ આગલા દિવસે એટલે કે આવતીકાલે સાંજે રાખવામાં આવ્યો છે. જો કે ક્રિકેટ અને વિશેષ કરીને આઈપીએલ કાર્નિવલ જેવું બની ચૂક્યું હોઇ કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ કરતા ફિલ્મ એવોર્ડ સમારંભ જેવો માહોલ વધુ લાગશે, કેમ કે ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન, કરીના કપુર, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા સહિત ઘણી ગ્લેમરસ બોલીવુડની હસ્તીઓ ઉપસ્થિત રહેશે, તેમની આઇટમો પણ રજુ કરશે.
શાહરૃખ ખાન, જુહી ચાવલા, શિલ્પા શેટ્ટી, પ્રીટી ઝીન્ટા, વગેરે તો આઈપીએલની ટીમોના સહમાલિકો છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ અંબાણી, માલ્યા પણ હવે પાર્ટીઓ યોજતા હોઇ તેમના ગ્લેમરસ અને ફેશનની દુનિયાના આમંત્રિતો પણ સમારંભમાં જોવા મળશે.
આ વખતે જાણીતી વિદેશી પોપ ગાયિકા કેટી પેરીનું પરફોરમન્સ મુખ્ય આકર્ષણ રહેશે.
ભારતમાં પ્રથમ વખત પરફોર્મ કરનાર પેરી ઉપરાંત ડાન્સર પ્રભુદેવા પણ દિલધડક આઇટમ રજુ કરવાનો છે.
અહીંનું વાયએમસીએ ગ્રાઉન્ડ આ ઈવેન્ટ માટે સજ્જ કરાયું છે. એવું મનાય છે કે કરીના કપુર એન્ટ્રી હેલિકોપ્ટરમાંથી કરાશે. જ્યારે અમિતાભ બચ્ચન તેના પિતા સ્વ. હરિવંશરાય બચ્ચનની કવિતાનું પઠન કરશે.
આ શો માટેની ટિકિટ રૃા. ૧૫૦૦ રાખવામાં આવી છે. જોકે ફિલ્મ સ્ટાર અને પોપ શો હોઇ પ્રેક્ષકો વિશેષ રસ બતાવી રહ્યા છે. આમ છતાં મહદ્અંશે આમંત્રિતો અને બોર્ડના હોદ્દેદારો, ક્રિકેટરો અને કોર્પોરેટ જગતની હાજરી વધુ રહેશે.
ડીફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે ૪ એપ્રિલે ચેન્નઇમાં જ મેચ રમાનાર હોઇ તેંડુલકર, ધોની, હરભજન જેવા ભારતીય ક્રિકેટરો પણ સમારંભમાં ખાસ હાજર રહેશે.
આઈપીએલની ફાઇનલ ૨૭ મેએ રમાશે. આ વખતે નવ ટીમો વચ્ચે ૭૨ ગુ્રપ મેચ અને ચાર અન્ય પ્લેઓફ મેચો ચેમ્પિયન નક્કી કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved