Last Update : 03-April-2012, Tuesday
 

હવે કમ્પ્યૂટર પણ વ્યક્તિનાં જૂઠ્ઠાણાં પકડી શકશે

-આ સોફ્ટવેર આંખો પરથી જૂઠાણું પકડે છે

 

 

-કોર્ટમાં ધર્મગ્રંથોના સોગંદની જુબાની મનાય છે

 

વોશિંગ્ટન, તા. 3 માર્ચ, 2012

 

 

તમારી પાસે કોઈ વ્યક્તિ જૂઠ્ઠુ બોલી રહ્યો છે અથવા તમને છેતરી ગયો છે તે સાબીત કરવું મુશ્કેલ બનતું હોય છે પણ હવે તે જુઠ્ઠાણાને પકડવાના ક્ષેત્રમાં પણ કમ્પ્યૂટરે પદાર્પણ કર્યું છે. બહુ ટૂંક સમયમાં એ બાબત શક્ય બનશે જ્યારે કોમ્પ્યુટરની મદદથી તમે સામેની વ્યક્તિમાં જણાતા જુઠ્ઠાણાના લક્ષણો પકડી શકશો.

 

બફેલો યુનિવર્સિટીના સંશોધકોએ આ સંદર્ભે એક પ્રયોગ યોજ્યો હતો. જેમાં અનેક વાતચીત વ્યવહારોને રેકોર્ડ કરાયા હતા. પ્રયોગના એક ભાગ રૃપે તેમાં કેટલાક જુઠ્ઠાણાઓ પણ ચલાવવાના હતા. આ કાર્યક્રમ એક તાલિમબદ્ધ પુછપરછ કરનારી વ્યક્તિની મદદથી કરવામાં આવ્યો હતો. તેમાં તે લોકોએ એ બાબત નોંધી હતી કે તેમના વિકસાવેલા સોફટવેરને જુઠ્ઠાણા ઝડપી લેવામાં ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી.

 

આ પ્રયોગ દરમ્યાન એ બાબત સિદ્ધ થઈ હતી કે તાલીમ પામેલ પ્રશ્ન કરનાર વ્યક્તિ ૬૫ ટકા જુઠ્ઠાણાઓ ઝડપી શકતા હતા. જ્યારે કોમ્પ્યુટરે ૮૨.૫ ટકા જુઠ્ઠાણાઓ ઝડપી લીધા હતા. આમ તાલિમબદ્ધ પુછપરછકાર કરતા પણ કોમ્પ્યુટર સારૃં પરીણામ લાવી શકતું હતું.

 

આ સંશોધનના નાયબ વડા પ્રોફેસર ઈફીઓમા ન્વોગુનો મત છે કે અમે એ બાબત જાણવા માંગતા હતા કે જ્યારે લોકો જુઠ્ઠુ બોલતા હોય ત્યારે તેમના શરીરના લક્ષણોમાં કોઈ પરીવર્તન થાય છે કે કેમ? અને યંત્ર દ્વારા તેને પકડી શકાય કે કેમ?

 

પ્રયોગ દરમ્યાન જે વાતચીત વ્યવહાર થયો તેમાં વિષય પણ એવો જ અટપટો પસંદ કરાયો હતો કે ચેકની ચોરી કરવી જોઈએ કે નહીં ? આ સંદર્ભે વ્યક્તિઓના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. તેમાં સમાજના વિવિધ વર્ગોના લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ચામડીના જુદાજુદા રંગ, ઉંમર, ઉંચાઈ, જેમાના કેટલાકે તેમના જુઠ્ઠાણાને છુપાવવા ચશ્મા ખાસ કરીને મોટા કદના ગોગલ્સ પણ પહેર્યાં હતા.

 

જોકે પુછપરછ દરમ્યાન મોટાભાગનાને ઝડપી લેવામાં આવ્યા હોવા છતાં ઘણી વ્યક્તિઓ પોતાની આંખની હિલચાલ પર કાબુ રાખી શક્યા હતા. આંખની હલચલ ઘણીવાર ખોટા નિર્ણયને જાહેર કરી દેતી હોય છે. હવે વૈજ્ઞાાનિકો આજ પ્રકારના પ્રયોગો વધુ વિસ્તૃત પાયાપર યોજવા માંગે છે. લાંબા દ્રષ્ટિબિંદુ સાથે આ કાર્યક્રમને વિકસાવવા માંગે છે જેથી તે પ્રશ્નકર્તા સાથે કામ કરી શકે.

 

લોકોને જુદાજુદા સમયે જુઠ્ઠાણું પકડવાની વિવિધ પ્રકારે જરૃર પડે છે. જેમકે બાલ્યકાળમાં છોકરાઓ રમતા હોય ત્યારે જુઠ્ઠુ બોલનાર કે રમતમાં ખોટું કરનારને બાકીના છોકરા તેના માબાપના કે ભાઈ-બહેન, વિદ્યાના સોગંદ ખવડાવતા હોય છે તો યુવાવસ્થા અને તે પછીના જીવનમાં પણ વ્યક્તિ સોગંદ ખાઈને પોતાનું સત્ય પ્રગટ કરવા પ્રયાસ કરતો હોય છે. કોર્ટને અને પોલીસને જુઠ્ઠાણાનો સૌથી વધુ સામનો કરવાનો આવે છે જેમાં પોલીસ સત્ય ઓકાવવા ઘણીવાર આરોપીને માર મારીને કે રીમાન્ડ પર લઈને અથવા આડા અવળા પ્રશ્નોમાં ગુંચવી દઈને સત્ય જાણવા પ્રયાસ કરતાં હોય છે. જ્યારે કોર્ટનું વલણ ગાંભીર્ય સભર અને કોઈપણ ત્રાસ કે મારકુટ વિનાનું હોવા છતાં ત્યાં હાથમાં ગીતા, બાઈબલ કે કુરાન લઈ તેના સોગંદ લેવડાવીને પછી જુબાની લેવામાં આવતી હોય છે. જોકે કોર્ટમાં આપેલી જુબાનીની શિરસ્તેદાર નોંધ કરતો હોવાથી કોર્ટમાં આપેલી જુબાની અફર અને છુટકારા કે સજા તરફ દોરી જનારી હોય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved