Last Update : 03-April-2012, Tuesday
 
પેટ્રોલના ભાવ નહીં વધારવા દેવાય તો પુરવઠો ખોરવી નાખીશું ઃ ઓઇલ કંપનીઓ

ઓટો એલપીજીમાં લિટરે રૃા. ૬નો વધારો ઃ વર્ષમાં ત્રીજીવાર વધારો કરાયો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
સરકાર હસ્તકની તેલ કંપનીઓએ આજે સરકારને સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે, કાં તો તેઓને પેટ્રોલના ભાવમાં વધારો કરવા દો, અથવા તો પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે બળતણ વેચવાથી તેઓને રોજની થતી રૃા. ૪૮ કરોડની ખોટ ૂપૂરી પાડો. નહીં તો દેશમાં બળતણનો પુરવઠો જ ખોરવાઈ જશે. બીજી તરફ સરકારી તેલ કંપનીઓએ ઓટો એલપીજીના ભાવમાં લીટરદીઠ રૃા.૬નો વધારો કર્યો છે એક વર્ષમાં કરાયેલો આ ત્રીજો ભાવવધારો છે.
પરિસ્થિતિ અત્યંત કટોકટીભરી બની ગઈ છે તે અંગે પેટ્રોલના વેચાણમાં દર લીટરે રૃા. ૭.૬૭ની ખોટ ખાઈએ છીએ અને દિલ્હીમાં સેલ્સટેક્સનો ૨૦ ટકાનો વધારો થયા પછી દિલ્હીમાં તો પેટ્રોલના ભાવમાં લીટરદીઠ ૯.૨૦ રૃપિયાનો વધારો કરવો પડે તેમ છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના ચેરમેન આર. એસ. બુટોલાએ પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ઉત્પાદનની ૯૩ ટકા કિંમત તો ક્રુડ ઓઇલ માટે જ જાય છે. જે આપણે આયાત કરવું પડે છે, જો અમનેેે બળતણના વેચાણમાંથી પૂરતી રકમ જ ન મળે તો અમે ક્રૂડ ખરીદી જ શકીશું નહીં પરિણામે બળતણનો પુરવઠો ખોરવાઈ જશે.
આઇઓસી અને અન્ય જાહેર સાહસો, ભારત પેટ્રોલીયમ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમને રોજના રૃા. ૪૮ કરોડની ખોટ પેટ્રોલના વેચાણમાં જ જાય છે. આ પેટ્રોલીયમ ઉત્પાદનોની કિંમત સરકારે જૂન ૨૦૧૦માં ડી-કંટ્રોલ કરી છે. તેમ છતાં સરકાર તેલ કંપનીઓને પેટ્રોલના ભાવમાં વધારો કરવા દેતી નથી.
અત્યારે એક અસામાન્ય પરિસ્થિતિ ઉભી થઈ છે જ્યાં કેન્દ્ર સરકાર પેટ્રોલના એક લીટરના વેચાણ ઉપર રૃા. ૧૪.૭૮ (એક્સાઇઝ ડયુટી દ્વારા) કમાય છે, રાજ્ય સરકારો રૃા. ૧૦થી ૨૦ વચ્ચે મેળવે છે પરંતુતેલ કંપનીઓને કશું કમાવાની છૂટ નથી તેમ પણ બુટોલાએ પત્રકારોને કહ્યું હતું.
સરકાર હસ્તકની તેલ કંપનીઓએ સરકારને તેમની આ ખોટ સરભર કરી આપવા જણાવ્યું છે. સાથે પેટ્રોલ ઉપરની એકસાઇઝ ડયુટી ઘટાડવા પણ અનુરોધ કર્યો છે.
સરકાર હસ્તકની આ ત્રણે કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ દરેક પખવાડિયાના અંત તેમના ઉત્પાદનોની વેચાણ કિંમતની સમીક્ષા કરે છે.
આ તેલ કંપનીઓએ, ઓટોમોબાઇલ્સમાં વપરાતો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલ.પી.જી.) જે ઓટો એલપીજી તરીકે ઓળખાય છે તેની ગયા મહિના સુધીની લીટરદીઠ રૃા. ૪૩.૬૫ની કિંમત વધારી લીટરદીઠ રૃા. ૪૯.૭૨ કરી છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવમાં અસામાન્ય વધારો થયો હોવાથી આ ભાવવધારો કરવો પડયો છે. આ પૂર્વે માર્ચ મહિનામાં ઓટો એલપીજીના ભાવમાં લીટરદીઠ રૃા. ૩નો વધારો ૧લી માર્ચે કરવામાં આવ્યો હતો. તે દિવસે તેના લીટરદીઠ રૃા. ૪૦.૭ને વધારી રૃા. ૪૩.૬૫ કરાયા હતા. તેલ કંપનીઓ આ ઓટો એલપીજીના ભાવની દર મહિને સમીક્ષા કરે છે જે એકંદર આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક પ્રાઇસીઝ આધારિત હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસ (એલ.પી.જી.)માં દરેક બાટલે તેલ કંપનીઓને રૃા. ૫૭૦.૫૦ની વિક્રમસર્જક ખોટ ખાય છે. ગયા જૂન મહિનામાં તેમાં વધારો કરાયો હતો. અત્યારે દિલ્હીમાં એક બાટલો રૃા. ૩૯૯.૨૬ના દરે વેચાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved