Last Update : 03-April-2012, Tuesday
 

સાત-સાત કલાક સુધી આગના લબકારા ઉઠયાં
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીરના સિંહોના રહેણાંકો આગમાં ભસ્મીભુત

હવે સિંહોને નવા રહેણાંકો માટે સ્થળાંતર કરવું પડશે

અમરેલી, તા.૨
ગઈ સાંજે લીલીયાના ક્રાંકચ અને કતપર ગામ વચ્ચે આવેલા સિંહોના વસવાટ એવા બૃહદ ગીર વિસ્તારમાં લાગેલો દવ રાતે બે વાગ્યે શમ્યો હતો. સાત-સાત કલાક સુધી આગના લબકારા ચાલુ રહેતા અહીંના સિંહો સહીતના અન્ય વન્યપ્રાણીના રહેણાંક ભસ્મીભુત થઈ જતા નાછુટકે સિંહોને અહીંથી સ્થળાંતર કરી અન્ય જગ્યાએ પોતાનું ઘર બનાવવું બનશે. રાત સુધીમાં ૧૦૦૦ વિદ્યામાં આગ ફેલાઈ ગઈ હતી.
ધારીના જંગલ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે તેવો જ વસવાટ હવે જંગલની બહાર બૃહદ ગીર તરીકે ઉપસી આવેલા લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં ૨૫ જેટલા સિંહ પરિવારનો વસવાટ થયો છે. શેત્રુજી નદીના વિસ્તારમાં દિવસે દિવસે અહીં સિંહોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે આ વિસ્તારમાં પણ ઉનાળામાં દવ લાગવાથી ઘટના છાશવારે બનવા લાગી છે. ગઈ સાંજે છ વાગ્યે ક્રાંકચ અને કતપર વચ્ચે લાગેલા દવે રાતના બે વાગ્યા સુધીમાં પવનના કારણે ૧૦૦૦ વિદ્યામાં પ્રસરી જતા અસંખ્ય ઝાડી, ઝાખરા, બાવળના ઝાડનો નાશ થઈ ગયો છે.
કતપરની સીમમાં ૧૦ સિંહોના રહેણાંક આવેલા છે. સિંહો અહી રહે છે અને શિકાર માટે જ બહાર નિકળે છે. પરંતુ રાતે લાગેલા દવમાં સિંહ સહિત અન્ય વન્યપ્રાણી, પક્ષીઓના રહેણાંકો આગમાં ભસ્મીભુત થઈ જતા રાતોરાત અહીંના સિંહોને સ્થળાંતર કરી ક્રાંકચ નજીક આવી જવું પડયું હતું.
લાગેલા દવને કાબુમાં લેવા વન્ય કર્મીઓની સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા. તે તમામને આગને કાબુમાં લેવામાં સાત કલાક વિતી ગયા હતા. આગમાં બાવળના અસંખ્ય વૃક્ષો બળી જતા લાખોની કિંમતનું લાકડુ પણ આગમાં ખાખ થઈ ગયું હતું. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે હવે સિંહોને પોતાના નવા રહેણાંકની શોધ કરવી પડશે. એક તરફ ઉનાળાનો ધોમધખતો તાપ તેમાં વસવાટ ગુમાવનાર એશિયાઈ સિંહો બેઘર બની ગયા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved