Last Update : 03-April-2012, Tuesday
 

સમગ્ર દેશમાં સૌપ્રથમવાર
૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે

ઉમરગામમા જિનાલયમાં સોના મઢીત કાચ જડાશે ઃ પૂ.યશોવર્મજીની નિશ્રામાં તા.૨૩ થી ૨૯ એપ્રિલ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાપી, સોમવાર
ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં આવેલા શીતલનાથ ટાઉનશીપમાં ૧૪૦૦ મીટરની જગ્યામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના જૈન મંદિરની તા. ૨૩થી ૨૯ એપ્રિલ સુધી ૭ દિવસીય અંજનશલાકા મહોત્સવની ઠાઠમાઠથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમગ્ર દેશમાં સૌપ્રથમવાર માત્ર ૪૫ દિવસના ટૂંકાગાળામાં ઉમરગામમાં શિખરબંધી જૈન મંદિર નિર્માણ પામશે.
જૈનાચાર્યશ્રી યશોવર્મ સૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ઉમરગામ સ્ટેશન વિસ્તારમા આવેલા શીતલનાથ ટાઉનશીપમાં ૧૪૦૦ મીટરની જગ્યામાં શિખરબંધી જૈન મંદિરનું નિમાર્ણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌપ્રથમવાર માત્ર ૪૫ દિવસના ટૂંકાગાળામાં ઉમરગામ ખાતે જૈન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે. એટલું જ નહીં પણ તા. ૨૩થી ૨૯ એપ્રિલ સુધી ૭ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪થી એપ્રિલના રોજ ઉમરગામ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલમાં બપોરે પરમાત્માની મૂર્તિ ભરાવવાના મહોત્સવના પૂજન સહિત જુદા જુદા ચઢાવાઓની બોલી બોલાવવામાં આવશે. હાલરડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
માત્ર ૪૫ દિવસમાં નિર્માણ થનારા શ્રી મિનસુવ્રત સ્વામી જૈન મંદિરમાં અંદરના ભાગે સોના મઢેલા કાચ જડવામાં આવશે. દિવાલો, છત અને ફલોરીંગ પણ સોના મઠેલા કાચમાંથી નિર્માણ કરાશે. તેમજ મંદિરનું શિખર આરસથી બનશે. આધુનિક વૈજ્ઞાાનિક પદ્ધતિ અને શિલ્પશાસ્ત્ર અનુસાર મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરાઈ રહ્યું છે. આ જીનાલયમાં મૂળ નાયક શ્રી મુનિસુવ્રત સ્વામી બિરાજશે. ગભારા પાસે ૫૧ ઈંચના અદ્દભૂત રત્નમાંથી બનાવવામાં આવેલા નીલ વર્ણના ચમત્કારિક શ્રી નાગેશ્વર પાશ્વનાથ અને બીજી બાજી બાજુ શ્યામવર્ણના ૫૧ ઈંચના શ્રી શાંતિનાથ દાદા તથા દેવ-દેવીઓની, ગુરૃ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.
૭ દિવસીય મહોત્સવ દરમિયાન ભગવાનના જુદા-જુદા કલ્યાણકો, મહાપૂજા, ભાવના, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા.૨૯મી એપ્રિલના રોજ પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાશે. પૂ.જૈન આચાર્યની નિશ્રામાં તા.૧૫મી એપ્રિલના રોજ દહાણું ખાતે તિર્થમ રેસીડેન્સી ખાતે નિર્માણ પામનારા શિખરબંધી જિનાલયનું ભૂમિપૂજન વિધી કરવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved