Last Update : 03-April-2012, Tuesday
 

વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત

નવાનિયમાૃથીવીમાકંપનીઓતાૃથામોટીવયનાઓમાટેપોલીસિલેવાનુંખર્ચાળબનશે

ભારતમાં વીમો સામાન્ય વ્યક્તિઓને પરવડે તે સ્તરે રાખવા ભારતનું વીમા નિયામક ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(ઈરડા) નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ બજેટમાં કરેલી બે જાહેરાત પર ફેરવિચાર થાય તેમ ઈચ્છી રહ્યું છે. વીમા કંપનીઓ પર ૧૮ ટકા મિનિમન ઓલ્ટરનેટ ટેકસ (મેટ) તથા વીમાની રકમ વાર્ષિક પ્રીમિયમના ઓછામાં ઓછી ૧૦ ગણી હોય તો જ તેના પર વેરા રાહત આપવાના લેવાયેલા નિર્ણય પર ફેરવિચાર જરૃરી છે એમ ઈરડા માની રહ્યું છે અને આ માટે આગામી ૪ એપ્રિલે તેના અધિકારીઓએ નાણાં મંત્રાલય સાથે બેઠક પણ યોજી છે.
વર્તમાન નિયમ પ્રમાણે વીમા વ્યવસાય પર મેટ વસૂલાતો નથી અને વીમાની રકમ પ્રીમિયમના ઓછામાં ઓછી પાંચ ગણી હોય તો તેને વેરા રાહત માટે પાત્ર ગણવામાં આવે છે. જો નવો નિયમ લાગુ કરાશે તો મધ્યમ વયના અને મોટી ઉમરના પોલીસિધારકો વેરા લાભ મેળવવામાંથી કદાચ વંચિત રહી જશે અને પાકતી મુદતે તેમણે વેરો ભરવાનો આવશે, એમ ઈરડાના સૂત્રોએ જણાવ્યું હતું. આ એક ચિંતાનો વિષય છે અને અમે આ મુદ્દે નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરવાના છે.માત્ર ચોક્કસ પ્રકારની જીવન વીમા પોલીસિઓને જ વેરા રાહત સાથે જોડી દેવાની જાહેરાત સંદર્ભમાં ફાઈનાન્સ બિલમાં ઉણપ જણાય છે. પ્રીમિયમ અને વીમાની રકમ જેવા મુદ્દા ઈરડાને નક્કી કરવા દેવા જોઈએ. ઈરડાએ ગયા સપ્તાહમાં વીમા કંપનીઓએ હાથ ધરેલી ચર્ચામાં આ બે મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા. આ નવા નિયમથી ૪૦ વર્ષથી ઉપરના પોલીસિધારકોને ખાસ ફરક પડશે, એટલંુ જ નહીં વીમાના વેચાણ પર પણ અસર પડશે અને આ ઉદ્યોગનો વિકાસ રૃંધાઈ શકે છે.
નવો નિયમ લાગુ થશે તો જીવન વીમા પોલીસિ લેવાનું ખર્ચાળ બની જશે. વેરા નિષ્ણાતોનું માનીએ તો આ નિયમનંુ પાલન નહીં કરનારાને વીમાના પ્રીમિયમ તથા તેની પાકતી મુદતની રકમ બન્ને પર વેરા રાહત નહીં મળે. વીમાની ગણતરીમાં ૨૮ વર્ષનો યુવાન અને ૪૦ વર્ષની વ્યક્તિ જો સમાન રકમનો વીમો ઊતરાવે તો તેમના પ્રીમિયમના દર અલગઅલગ રહે છે. યુવાનના પ્રીમિયમ દર નીચા જ્યારે મોટી ઉમરની વ્યક્તિના પ્રીમિયમ ઊંચા રહે છે. આમ યુવાનના પ્રીમિયમના દર નીચા હોવાથી તેને વીમાની રકમ સાથે મેચ કરવામાં વાંધા નહીં આવે પણ મોટી ઉંમરની વ્યક્તિને વાંધો આવી શકે છે. માત્ર વેરો બચાવવા માટે જ વીમો ઊતરાવતા હોય તેવા લોકો પર ચેક રાખવા સરકારનો આ નિયમ આવી પડયો હોવાનું પણ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.
ભારતમાં હાલમાં ૨૩ જીવન વીમા કંપનીઓ છે જેના દેશભરમાં ૩૨ કરોડ પોલીસિધારકો છે.વીમા કંપનીઓ પર ૧૮ ટકા મેટ લાદવાના નિર્ણયનો પણ વિરોધ કરાયો છે. હાલમાં વીમા કંપની સિવાયની દરેક ભારતીય કંપનીઓ ૩૦.૯૦ ટકા ઈફેકટિવ ટેકસ ભરે છે. જો કોઈ કંપનીનો નફો રૃપિયા એક કરોડથી વધુ હોય તો આવક વેરાનો ઈફેકટિવ દર ૩૩.૨૨ ટકા આવે છે. મેટ એવી કંપનીઓને લાગુ થાય છે જેમની વેરા જવાબદારી તેના બુક પ્રોફિટ કરતાં ૧૮ ટકા ઓછી હોય. વીમા કંપનીઓ હાલમાં ૧૨.૫૦ ટકાનો સામાન્ય વેરો ભરે છે પરંતુ તેમણે મેટ ભરવો પડતો નથી. જો મેટ લાગુ થશે તો વીમા કંપનીઓના ખર્ચા વધશે અને તેની અસર નફાશક્તિ પર પડશે એમ એક વીમા કંપનીના ચેરમેને જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved