Last Update : 03-April-2012, Tuesday
 

બેંકિંગ સ્ટોક્સમાં ઈન્વેસ્ટમેન્ટને પગલે
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન

ઓક્શન રૃટ મારફતે ખરીદવામાં આવેલા ઓએનજીસીના શેરોમાં થયેલાં નુકસાનને જો ઉમેરવામાં આવે તો વીમા નિગમની ખોટનો આંકડો વધીને રૃા. ૧,૮૦૦ કરોડ જેટલો થાય છે

અમદાવાદ, સોમવાર
ગત સપ્તાહે ભારતીય જીવન વીમા નિગમે (એલઆઈસી) રૃા. ૧૦૦૦.૬૮ શેરદીઠના ભાવે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના ૧.૫૮૪ કરોડ શેર ખરીદ્યા હતા અને તે પછી શુક્રવારે પીએનબીના શેરનો ભાવ ઘટીને રૃા. ૯૨૬ થઈ ગયો હતો. તેમાં ૮.૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આમ, ઓએનજીસીના શેરોને ઓક્શન રૃટ મારફતે ખરીદીને સરકારની લાજ બચાવનારી આ સંસ્થાએ વધુ એકવાર પીએસયુ શેરોમાં માર્ક ટુ માર્જિન (એમટીએમ) પેટે રૃા. ૪૨૩ કરોડની જંગી ખોટ સહન કરવી પડી હતી.
આ કેસ માત્ર પીએનબી પૂરતો સીમિત નથી. બીજા ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો(પીએસબી)ના શેર ખરીદવામાં પણ એલઆઈસીનું નસીબ નિષ્ફળ રહ્યુ હતું.એલઆઈસીએ ખરીદેલા બેંકિંગ શેરોના ભાવમાં ૦.૮થી માંડીને ૮.૪ ટકા સુધીનો ઘટાડો થયો હતો.
પરિણામે એલઆઈસીને માર્ક ટુ માર્જિન પેટે રૃા. ૪૨૩ કરોડ જેટલું નુકસાન થયુ હતું. હવે તેમાં જો ઓએનજીસીની શેરોની ખરીદી પાછળ થયેલા નુકસાનને ઉમેરવામાં આવે તો આ વીમા નિગમની કુલ ખોટનો આંકડો રૃા. ૧૮૦૦ કરોડથી વધી જાય છે.
નિગમ દ્વારા પોલિસી પ્રિમિયમના છેલ્લામા છેલ્લાં આંકડાઓ પ્રાપ્ય નથી પણ આવી ખોટનો હિસાબ માંડવામાં આવે તો તે નવેમ્બર ૨૦૧૧ સુધીમાં એલઆઈસીએ એકત્ર કરેલાં કુલ નવા પ્રિમિયમના ૯ ટકા જેટલી થવા જાય છે.
આમ છતાં, ઓઈલ સેક્ટરની જાયન્ટ કંપની ઓએનજીસીના શેરોમાં કરેલાં રોકાણ અંગે એલઆઈસીને પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, માર્ક ટુ માર્જિનની ખોટનું એક પ્રમુખ કારણ આ ઓએનજીસીના શેર છે.
એલઆઈસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, 'ઓએનજીસીની શેરો ખરીદવામાં અમને કોઈ રંજ નથી કેમ કે અમે એક લોંગ ટર્મ ઈન્વેસ્ટર છીએ. ઓઈલ કંપની ફંડામેન્ટલી મજબૂત છે.'
સ્થાનિક બ્રોકરેજ સંસ્થાના એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર આ બધાં રોકાણો 'સેફ' છે. 'શું તમના લાગે છે કે ઓએનજીસીનો શેર કાયમ માટે રૃા. ૩૦૦થી નીચેના જ ભાવે રહેશે?'એવો સવાલ તેમણે કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ બધી કંપનીઓ ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને જથ્થાબંધ શેરોને ખરદીવા માટે જો થોડું પ્રિમિયમ ચુકવવુ પડે તો તેમાં કશું ખોટુ નથી.
રોકાણકારોના હિતો માટેની એક સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદાર અને ઈન્ફોસીસના ભૂતપૂર્વ પૂર્ણકાલીન ડિરેક્ટરે કહ્યું હતું કે એલઆઈસીનો સૌથી મોટો પ્રશ્ન એમ છે કે, પીએસયુ (પબ્લિક સેક્ટર અંડરટેકિંગ)ના પ્રેફરેન્શિયલ એલોટમેન્ટના શેરોને ખરીદવામાં તે સરકારી આદેશોને અનુસરે છે. આ પહેલાં એવું બનતું હતું કે સરકાર આવા શેરોમાં પુનઃ મૂડી પ્રાપ્ત કરતી હતી અને હવે રાજકોષિય ખાધ વધતી હોવાથી એલઆઈસીને આગળ ધરે છે. આ કોઈ સારો રસ્તો નથી.
પ્રેફરેન્શિયલ એલોટમેન્ટે એલઆઈસીના પોર્ટફોલિયોને નબળો બનાવ્યો છે અને તેનાથી નિગમ માટે જોખમમાં વધારો થશે. વીમા નિગમ એક વિશાળ સ્ત્રોતના રોકાણકાર છે અને તેને છેલ્લાં ઉપાય તરીકેના રોકાણકાર તરીકે લેવાય નહીં. ઓએનજીસીની કેસમાં તેને છેલ્લાં ઉપાય તરીકેના રોકાણકાર તરીકે ઉપયોગમાં લેવાયું હતું અને આવું પુનરાવર્તન થતું રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
કેપિટલ એડિકવ્સી રેશિયો (સીએઆર-મૂડી પર્યાપ્તતાના પ્રમાણ)ને જાળવવા માટે બેંકો ફંડ ઉભું કરે છે ત્યારે સરકાર તેના વિનિવેશ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે કંપનીઓમાંના તેના હોલ્ડિંગના પાંચ ટકા હિસ્સાને વેચીને ફંડ ઉભુ કરે છે.

એલઆઈસીના હોલ્ડિંગને પડેલો માર

-

એલઆઈસીની

વર્તમાન

%ઘટાડો

એમટીએમ

 

-

કિંમત(રૃામાં)

ભાવ(રૃા.માં)

-

ખોટ

 

-

-

-

-

(રૃા. કરોડમાં)

 

દેના બેંક

૯૦.૭૩

૯૦

૦.૮૦

૧.૨૨

 

બેંક ઓફ મહારાષ્ટ્ર

૫૬.૦૯

૫૪.૫૫

૨.૭૫

૩.૭

 

પંજાબ નેશનલ બેંક

૧૦૦.૬૯

૯૨૬.૦૫

૭.૭૪

૧૨૨.૯૯

 

બેંક ઓફ બરોડા

૮૪૦.૧

૭૯૩.૬૫

૫.૫૩

૯.૯૩

 

બેંક ઓફ ઈન્ડિયા

૩૮૦.૦૨

૩૫૯.૧

૫.૫૦

૫૭.૧૧

 

યુનિયન બેંક

૨૪૮.૦૫

૨૩૪.૯

૫.૩૦

૩૪.૪૭

 

સેન્ટ્રલ બેંક

૧૦૫.૬૧

૧૦૦.૨

૫.૧૨

૧૬.૬

 

આઈડીબીઆઈ બેંક

૧૧૨.૯૯

૧૦૪.૭

૭.૩૪

૪૮.૬૩

 

યુકો બેંક

૮૨.૪૯

૭૮.૭૫

૪.૫૩

૧૧.૭૩

 

અલાહાબાદ બેંક

૧૯૨.૯૪

૧૮૬.૨૫

૩.૪૭

૧૫.૯૩

 

ઈન્ડિયન ઓવરસીઝ બેંક

૯૭.૮૨

૯૪.૩

૩.૬૦

૧૦.૮૯

 

સિન્ડિકેટ બેંક

૧૧૪.૧૫

૧૧૧.૦૫

૨.૭૨

૮.૮૨

 

પંજાબ એન્ડ સિંધ બેંક

૭૫.૪૬

૭૪.૭

૧.૦૧

૦.૮૫

 

યુનાઈટેડ બેંક

૭૯.૭૪

૭૨.૦૫

૯.૬૪

૧૨.૭૫

 

ઓએનજીસી

૩૦૩.૬૭

૨૬૭.૩

૧૧.૯૮

૧૩૫૯.૮૫

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved