Last Update : 03-April-2012, Tuesday
 

નવા નાણાકીય વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮

પાવર, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીઃ નિફટી ૨૨ પોઈન્ટ વધીને ૫૩૧૮ઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં તેજી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
નવા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩નો આજે મુંબઈ શેરબજારોમાં ધીમો છતાં મક્કમ સુધારાએ આરંભ થયો હતો. ગત સપ્તાહમાં નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ પી-નોટસ મુદ્દે સ્પષ્ટતા કરી પી-નોટસ ધારકોની વેરા જવાબદારી નહીં રહેતી હોવાનું પોઝિટીવ નિવેદન કર્યા બાદ એફઆઈઆઈ, લોકલ ફંડો, હાઈનેટવર્થ ઈન્વેસ્ટરોએ વર્ષ ૨૦૧૧-૧૨ના અંતિમ દિવસે શુક્રવારે એનએવી- નેટ એસેટ વેલ્યુની તેજી કરી મૂકયા બાદ આજે નવા વર્ષના પ્રથમ દિવસે ટ્રેડીંગનો આરંભ પોઝિટીવ છતાં સાવચેતીએ થયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૦૪.૨૦ સામે ૧૦૪૨૯.૯૬ મથાળે ખુલીને બે-તરફી સાંકડી વધઘટે આરંભિક કલાકમાં અથડાતો રહી નીચામાં ૧૭૩૭૦ નજીક આવ્યો હતો. જે ઓટોમોબાઈલ કંપનીઓ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માર્ચ ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણના પ્રોત્સાહક આંકડા ડાહેર થતા ઓટો શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અનિલ ધીરૃભાઈ અંબાણી ગુ્રપ કંપનીઓ (એડીએજી) ગુ્રપ શેરોમાં તેજી સાથે પાવર- કેપિટલ ગુડઝ શેરો લાર્સન એન્ડ ટુબ્રો, ભેલ, એનટીપીસી તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટીસીએસ, એચડીએફસી, એચડીએફસી બેંક, ઓએનજીસી, ભારતી એરટેલ, સન ફાર્મા સહિતમાં સવારે ૧૧.૨૫ બાદ લેવાલી વધતા સેન્સેક્ષ ૧૨૫.૭૮ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૫૨૯.૯૮ સુધી પહોંચી ગયો હતો. જે વધ્યા મથાળે યુરોપમાં યુરો ઝોનની ઋણ કટોકટીમાં ફરી નબળા સમાચાર આવવા લાગતા અને યુરોપમાં આર્થિક વૃધ્ધિ મંદ પડી રહ્યાના આંકડાએ યુરોપના બજારોમાં સાવચેતી જોવાતા સ્થાનિકમાં વધ્યા મથાળે મોટી લેવાલીથી દૂર નફારૃપી વેચવાલી નીકળી હતી. આ સાથે આ સપ્તાહ ત્રણ દિવસનું ટૂંકું હોવાથી ખેલંદાએ મોટી પોઝિશન બનાવવાની દૂર રહેતા સેન્સેક્ષનો સુધારો અંતે ૭૩.૯૫ પોઈન્ટ મર્યાદિત બની જઈ ૧૭૪૭૮.૧૫ મથાળે બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૩૦૦ સપાટી કુદાવી ૫૩૩૧ઃ અનિલ અંબાણી ગુ્રપ શેરો, પાવર શેરોની તેજીનો ટેકો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૯૫.૫૫ સામે ૫૨૯૬.૩૫ મથાળે ખુલીને આરંભમાં ઉપરમાં ૫૩૧૩ જેટલો થઈ પાછો ફરી બજાજ ઓટો, રિલાયન્સ, લીવર, હિન્દાલ્કોમાં વેચવાલીએ નીચામાં ૫૨૭૮.૮૦ સુધી ગયો હતો. જે રિલાયન્સ- અનિલ અંબાણી ગુ્રપ શેરો રિલાયન્સ ઈન્ફ્રા., રિલાયન્સ પાવર, આરકોમ સાથે પાવર- કેપિટલ ગુડઝ શેરો એનટીપીસી, સિમેન્સ, ભેલ, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો તેમજ એચસીએલ ટેકનો, ટીસીએસ, સ્ટેટ બેંક, સેઈલ, કેઈર્ન ઈન્ડિયા, જેપી એસોસીયેટસની તેજીએ નિફટી ૫૩૦૦ની સપાટી કુદાવી એક સમયે ૩૬ પોઈન્ટ વધીને ૫૩૩૧.૫૫ સુધી જઈ ઉછાળે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનીલીવર, બીપીસીએલ, રેનબેક્સી લેબ., ડો. રેડ્ડીઝ લેબ.માં આંશિક વેચવાલીના દબાણે સુધારો ૨૨.૩૫ પોઈન્ટ મર્યાદિત થઈ ૫૩૧૭.૯૦ બંધ હતો.
નિફટી એપ્રિલ ફયુચર ઉપરમાં ૫૩૭૨ બોલાયોઃ ૫૪૦૦નો કોલ ૮૭.૯૫થી વધી ૯૦.૭૦ થઈ ૮૨.૪૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર ૩૦૦૦૯૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૮૦૧૫.૭૪ કરોડના ટર્નઓવરે ૫૩૩૩.૨૫ સામે ૫૩૦૦ ખુલી ઉપરમાં ૫૩૭૨ થઈ અંતે ૫૩૫૭.૭૫ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૨,૫૦,૨૯૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૮૫૯.૫૯ કરોડના ટર્નઓવરે ૮૭.૯૫ સામે ૮૦ ખુલી નીચામાં ૭૩થી ઉપરમાં ૯૦.૭૦ સુધી જઈ છેલ્લે ૮૨.૪૦ હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૧૦૭.૧૦ સામે ૧૦૫.૨૫ ખુલી ઉપરમાં ૧૧૭.૨૦થી નીચામાં ૭૭.૨૦ સુધી ગબડી જઈ છેલ્લે ૮૦.૫૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૭૨.૩૫ સામે ૭૮ ખુલી ઉપરમાં ૭૯.૪૦થી નીચામાં ૪૯.૧૫ સુધી જઈ છેલ્લે ૫૦.૬૫ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૪૯ સામે ૪૪.૮૦ ખુલી નીચામાં ૩૮.૨૫થી ઉપરમાં ૪૯.૫૫ થઈ છેલ્લે ૪૪.૧૫ હતો. નિફટી ૫૬૦૦નો કોલ ૨૩.૫૦ સામે ૨૨ ખુલી નીચામં ૧૭.૩૦થી ઉપરમાં ૨૩.૭૫ સુધી જઈ છેલ્લે ૨૦.૫૦ હતો.
રિલાયન્સ પાવરનો રોસા પ્રોજેક્ટ પૂર્ણ કાર્યરતઃ શેર રૃ.૫ ઉછળ્યોઃ ઈન્ફ્રા. રૃ.૨૬, કેપિટલ રૃ.૭ વધ્યા
અનિલ ધીરૃભાઈ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે રિલાયન્સ પાવરના પોઝિટીવ સમાચારે તેજી હતી. રિલાયન્સ પાવરનો ઉત્તર પ્રદેશનો રોસા પાવર પ્રોજેક્ટ પૂર્ણ કાર્યરત થઈ જતાં શેરમાં ફંડોની લેવાલીએ રૃ.૫.૪૦ વધીને રૃ.૧૨૨.૩૦, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૨૫.૮૫ વધીને રૃ.૬૧૨.૭૫, રિલાયન્સ મીડિયા રૃ.૬.૬૦ વધીને રૃ.૮૩.૪૭, આરકોમ રૃ.૧.૫૫ વધીને રૃ.૮૫.૬૦, રિલાયન્સ કેપિટલ રૃ.૭.૦૫ વધીને રૃ.૩૯૮.૯૦ રહ્યા હતા.
તામિલનાડુએ વીજ દરો વધાર્યા ઃ પાવર ફાઈનાન્સ, પીટીસી, આરઈસી, એનટીપીસી ઉછળ્યા
પાવર- વીજળીની અછત સામે રાજ્યોના વિદ્યુત બોર્ડો દ્વારા હવે પાવર ટેરીફ દરોમાં વધારો કરીને આવશ્યક વીજ ખરીદ ખર્ચને પહોંચી વળવા પગલાં લેવાની શરૃઆતમાં તામિલનાડુ વીજ બોર્ડ દ્વારા વીજ દરોમાં વધારો કરાયાના અહેવાલે પાવર- પાવર ફાઈનાન્સ શેરોમા તેજી હતી. પાવર ફાઈનાન્સ રૃ.૯.૬૫ વધીને રૃ.૧૯૩.૬૫, આરઈસી રૃ.૧૦.૭૦ વધીને રૃ.૨૧૬.૨૫, એનટીપીસી રૃ.૪.૪૫ વધીને રૃ.૧૬૭.૧૫, પીટીસી ઈન્ડિયા રૃ.૬ ઉછળીને રૃ.૬૭.૧૫, જેએસડબલ્યુ એનર્જી રૃ.૧.૭૦ વધીને રૃ.૬૨.૯૫, એનએચપીસી ૫૦ પૈસા વધીને રૃ.૨૦.૧૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષની ૧૭૫ પોઈન્ટની છલાંગઃ લાર્સન, હવેલ્સ, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ ઉછળ્યા
પાવર પ્રોજેક્ટો ઝડપી કાર્યરત થવા લાગતા નવા ઓર્ડરોની હૂંફે કેપિટલ ગુડઝ શેરોમાં પણ તેજી હતી. લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૨૫.૫૫ વધીને રૃ.૧૩૩૨.૪૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૬.૩૦ વધીને રૃ.૧૪૪.૪૫, હવેલ્સ ઈન્ડિયા રૃ.૨૪.૫૦ ઉછળીને રૃ.૫૯૬.૩૫, એસકેએફ ઈન્ડિયા રૃ.૨૦.૭૫ વધીને રૃ.૭૦૯.૫૦, લક્ષ્મી મશીન રૃ.૪૫.૧૫ વધીને રૃ.૧૬૩૩, સુઝલોન એનર્જી ૫૦ પૈસા વધીને રૃ.૨૫.૮૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૬.૯૦ વધીને રૃ.૩૬૨.૫૦, સિમેન્સ રૃ.૧૨.૯૫ વધીને રૃ.૭૭૦.૯૫, થર્મેક્સ રૃ.૬.૫૫ વધીને રૃ.૪૭૦.૯૦, ભેલ રૃ.૩.૩૫ વધીને રૃ.૨૬૦.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૭૪.૫૪ પોઈન્ટની તેજીએ ૧૦૨૦૨.૪૬ રહ્યો હતો. પાવર ઈન્ડેક્ષ ૩૯.૫૮ પોઈન્ટ વધીને ૨૧૩૦.૫૫ રહ્યો હતો.
યુરોપના નબળા સમાચારે ક્રુડ ઘટીને ૧૨૨ ડોલરઃ પેટ્રોલનો ભાવ વધારો મોકુફઃ બીપીસીએલ, એચપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી યુરોપની આર્થિક વૃધ્ધિ મંદ પડયા અને ઋણ કટોકટીના ફરી નબળા સમાચારે ક્રુડની માગ મંદ પડવાના અંદાજોએ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૧.૪૩ ડોલર ઘટીને ૧૨૨.૩૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ઓઈલ ૪૬ સેન્ટ ઘટીને ૧૦૨.૫૬ ડોલર થયા સામે સ્થાનિકમાં ઓઈલ માર્કેટીંગ પીએસયુ કંપનીઓએ પેટ્રોલમાં ભાવ વધારાનો નિર્ણય મોકુફ રાખતા પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ શેરોમાં લેણ ખંખેરાયું હતું. એચપીસીએલ રૃ.૫.૬૫ ઘટીને રૃ.૨૯૭.૫૫, બીપીસીએલ રૃ.૯.૭૫ ઘટીને રૃ.૬૮૯.૫૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૧૯.૫૫ ઘટીને રૃ.૪૯૫.૪૦, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૃ.૧.૪૫ ઘટીને રૃ.૨૬૧.૧૫ રહ્યા હતા.
ટાટા મોટર્સનું માર્ચમાં વેચાણ ૨૦ ટકા, મહિન્દ્રાનું વેચાણ ૨૫ ટકા વધ્યાઃ શેરો વધ્યાઃ બજાજ શ્રીલંકા પાછળ ઘટયો
ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના માર્ચ ૨૦૧૨ મહિનાના આંકડામાં ટાટા મોટર્સનું વેચાણ ૨૦ ટકા વધીને ૧,૦૦,૪૧૪ વાહનોનું નોંધાતા શેરમાં આરંભિક ખરીદી બાદ ઉછાળે નફારૃપી વેચવાલી હતી. શેર ઉપરમાં રૃ.૨૮૦ જેટલો થઈ અંતે ૭૦ પૈસા વધીને રૃ.૨૭૬૪૦ હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ ૨૫ ટકા વધીને ૪૭૦૦૧ વાહનોનું થતાં શેર રૃ.૧૧.૬૦ વધીને રૃ.૭૦૮.૫૦, હીરો મોટોકોર્પ રૃ.૧.૨૫ વધીને રૃ.૨૦૫૬.૧૦ રહ્યા હતા. જ્યારે બજાજ ઓટો શ્રીલંકા દ્વારા વાહનો પરની ડયૂટીમાં વધારો કરાયાના નેગેટીવ સમાચાર વચ્ચે રૃ.૨૪.૩૫ ઘટીને રૃ.૧૬૫૩.૫૫, મારૃતી સુઝુકી રૃ.૧૨.૨૫ ઘટીને રૃ.૧૩૩૬.૮૫ રહ્યા હતા.
ધનલક્ષ્મી બેંક સતત તેજીએ રૃ.૭૦ઃ એક કરોડ શેરો કોણે કોર્નર કર્યા ઃ ઈન્ડસઈન્ડ રૃ.૪ વધ્યો
બેંકિંગ શેરોમાં આજે પણ સતત લેવાલીના આર્કષણમાં ધનલક્ષ્મી બેંકનુ ંદેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો ઈન્ડસઈન્ડ બેંક સહિત એક્વિઝીશન માટે રેસમાં હોવાની ચર્ચા વચ્ચે ધનલક્ષ્મી બેંક રૃ.૨.૦૫ વધીને રૃ.૭૦.૨૫ રહ્યો હતો. બેંકિંગ જાયન્ટ અને યુ.કે. સ્થિત એનઆરઆઈ ભારતીય ઔદ્યોગિક જાયન્ટ ગુ્રપ સર્કલ દ્વારા ધનલક્ષ્મી બેંકના એક કરોડ શેરો કોર્નર કરાયાની ચર્ચા હતી. ઈન્ડસઈન્ડ બેંક રૃ.૪.૫૦ વધીને રૃ.૩૨૫.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૧.૨૫ વધીને રૃ.૫૫૩.૭૦, ફેડરલ બેંક રૃ.૬.૧૦ વધીને રૃ.૪૩૨.૧૦, યશ બેંક રૃ.૪.૯૦ વધીને રૃ.૩૭૨.૨૦, કટ્ટર વૈશ્ય બેંક રૃ.૫.૧૦ વધીને રૃ.૩૭૮, આઈએનજી વૈશ્ય બેંક રૃ.૧૦.૧૦ વધીને રૃ.૩૬૬ રહ્યા હતા.
સિમેન્ટ વેચાણમાં ઓછી વૃધ્ધિના આંકડાએ એસીસી, અલ્ટ્રાટેક ઘટયા
સિમેન્ટ કંપનીઓના માર્ચ ૨૦૧૨ના સિમેન્ટ રવાનગીના આંકડા એકંદર ઓછી વૃધ્ધિના આવતા શેરોમાં નરમાઈ હતી. એસીસી રૃ.૧૪.૧૫ ઘટીને રૃ.૧૩૪૨.૨૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૫.૫૦ ઘટીને રૃ.૧૪૯૧.૪૫ રહ્યા હતા.
ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં સ્મોલ- મિડ કેપ શેરોમાં લેવાલી વધીઃ ૧૯૩૨ શેરો વધ્યા
ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં આજે એફઆઈઆઈની ઓછી સક્રીયતા વચ્ચે ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, લોકલ ફંડોએ સ્મોલ- મિડ કેપ શેરો વધુ સક્રીયતા બતાવતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૯૩૨ અને ઘટનારની ૮૫૨ હતી. ૨૭૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની રૃ.૨૪૬ કરોડની ખરીદી
એફઆઈઆઈની આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૨૪૫.૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી હતી. કુલ રૃ.૧૮૬૧.૪૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૬૧૫.૫૩ કરોડના શેરોનું વેચાણ હતું. જ્યારે ડીઆઈઆઈની રૃ.૭૨.૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષની શરૃઆત ધીમી છતાં મક્કમ તેજીએઃ સેન્સેક્ષ ૭૪ પોઈન્ટ વધીને ૧૭૪૭૮
LIC-ને એમટીએમ પેટે ૪૨૩ કરોડનું જંગી નુકસાન
ઝવેરી બજારમાં બંધ બજારે ચાંદી ઉંચકાઈ ઃ સોનામાં નરમ હવામાન
વીમા પોલીસિ પર કરમુક્તિના લાગુ કરાયેલા નવા ધોરણ પાછા ખેંચવા રજૂઆત
ગારની અસર એફઆઈઆઈના પ્રાઈમરી માર્કેટના રોકાણ પર પણ જોવા મળી
હું હતાશ હતો ઃ વર્લ્ડ કપમાં મારી સફળતાનો શ્રેય તેંડુલકરને જાય છે

ક્લિત્શકોના ઓલિમ્પિક ગોલ્ડ મેડલની રૃ.૫ કરોડમાં હરાજી

૪૫ દિવસમાં સોના મઢેલા કાચથી જૈન મંદિર બનાવાશે
રૃા.૨૧.૮૬ લાખની કેશ સાથેનું આખુ ATM તસ્કરો ઉઠાવી ગયા
ક્રાંકચ નજીક લાગેલી આગથી બૃહદ ગીર સિંહોના રહેણાંકો ભસ્મીભુત
સંવેદનશીલ જળસીમા અને કાંઠાળ વિસ્તારમાં ઓપરેશન સાગર કવચ
કપડવંજ તાલુકાના નિરમાલીમાં નરેગા યોજનામાં કૌભાંડ
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
આજે IPL નું ઉદ્ઘાટન ઃ પોપ સિંગર કેટી પેરી અને બોલિવુડ સ્ટાર્સ જમાવટ કરશે
ભારતીય ક્રિકેટ બોર્ડે છ વર્ષ માટેના પ્રસારણ હક્કો રૃ. ૩૮૫૧ કરોડમાં વેચ્યા
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved