Last Update : 02-April-2012, Monday
 

ફોન કોલ, વિમાન મુસાફરી, બ્યુટી પાર્લર સહિત ૧૨૦ સેવા મોંઘી બની

૧ એપ્રિલથી ૧૦ ટકાના બદલે ૧૨ ટકા સર્વિસ ટેક્સ લાગુ ઃ કમરતોડ મોંઘવારી

નવીદિલ્હી, તા. ૧
સામાન્ય માનવી ઉપર મોંઘવારીનો માર ચારે તરફથી પડવાનો છે. બજેટમાં કરેલી જાહેરાતો પછી આજથી સર્વિસ ટેક્સ લાગૂ થઈ ગયો છે. આથી આ હવે ઘણી ચીજો ઉપર સર્વિસ ટેક્ષ, ૧૦ ટકાને બદલે ૧૨ ટકા આપવો પડશે. આનો અર્થ તે થયો કે, હવે તમારે બહાર હરવા-ફરવા ઉપર ખાણીપીણી ઉપર અને ફોન તથા વીજળી અને પાણીનાં બિલ સહિત ૧૨૦ સેવાઓ ઉપર પણ ટેક્ષ વધતાં તે ચીજો મોંઘી થશે.
તો બીજી તરફ ઇન્કમ ટેક્ષમાં અપાયેલી છૂટ-છાટોથી રાહત થશે. તેટલું જ નહીં પરંતુ, પોસ્ટ-ઓફીસ સ્કીમ પૈકી પીપીએફ ઉપર ૮.૮ ટકા વ્યાજ મળશે, સિનિયર સિટિઝન્સ, સેવિંગ્ઝ સ્કીમ પર ૯.૩ ટકા જેવો વધારો કરાયો છે. જ્યારે ઇન્કમટેક્ષમાં વિવિધ છૂટછાટો અપાતાં સામાન્ય માનવીને થોડી રાહત પણ થવાની છે. આ ઉપરાંત શેરબજાર માટે પણ આ બજેટમાં કેટલીક સવલતો જાહેર કરાઈ છે. જ્યારે સર્વિસ ટેક્સના વધારાને ભાજપે સામાન્ય માનવી ઉપરના ક્રૂર-કટાક્ષ તરીકે જણાવ્યો છે. નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ ૨૦૧૨-૧૩નાં વર્ષ દરમિયાન સર્વિસ ટેક્સ ૧૦ ટકાથી વધારી ૧૨ ટકા સુધી લઈ જઈ વધારાની રૃા. ૧૮,૬૬૦ કરોડની મહેસૂલ (આવક) ઊભી કરવા નિર્ણય કર્યો છે, અને તે દ્વારા ૧૦ ટકાના દરે, ૨૦૧૧-૧૨માં એકઠી કરાયેલી રૃા. ૯૫,૦૦૦ કરોડની આવક વધારીને તે રૃા. ૧.૨૪ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે માત્ર ૧૭ સેવાઓ છોડી બાકીની તમામ સેવાઓ ઉપર સર્વિસ ટેક્સમાં વધારો કર્યો છે.
અહીં સૌથી વધુ મહત્ત્વની વાત તો તે છે કે, હજી સુધી સર્વિસ ટેક્સ માટે પોઝિટીવ-લિસ્ટ (જેની ઉપર સેવા કર લાગુ પડી શકે તેની યાદી) રજૂ કરાતી હતી. પરંતુ નાણાં પ્રધાને આ વખતનાં તેમનાં અંદાજપત્રમાં નેગેટિવ-લિસ્ટ (જેની ઉપર સર્વિસ ટેક્સ લાગુ નહીં પડે) રજૂ કર્યું છે.
હવેથી આ સર્વિસ ટેક્સ વધારો એસી રેલ-કૉચની મુસાફરી વિમાન દ્વારા મુસાફરી, લાઇફ ઇન્સ્યુરન્સ, કુરિયર-સર્વિસ, કૉચિંગ ક્લાસીઝ, બ્યુટી પાર્લર, જાહેર ખબરો, ડ્રાય ક્લિનિંગ, હેલ્થ કલબ, કેબલ ઑપરેટર્સ, ક્રેડીટ કાર્ડ, ક્રેડીટ રેટિંગ સહિત આશરે ૧૨૦ પ્રકારની સેવાઓ ઉપર લાગુ પડશે.
દેશનાં એકંદર ઘરેલું ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક-પ્રોડક્ટ-જીડીપી)માં સેવાઓનો ૫૯ ટકા જેટલો ફાળો છે. આ સર્વિસ ટેક્સ જે જે ચીજો પર લાગુ નહીં પડે તેની યાદી (નોટિફિકેશન) હવે પછી પ્રસિદ્ધ કરાશે. આથી આ નેગેટિવ લિસ્ટ સિવાયની બધી જ સેવાઓ ઉપર આ સેવાકર લાગુ પડશે.
આ નેગેટિવ-લિસ્ટ કે જેની ઉપર વધારાયેલો આ ૧૨ ટકાનો સર્વિસ ટેક્સ લાગુ નહીં પડે તેમાં, મનોરંજન માટેના કાર્યક્રમોમાં મેળવાતા પ્રવેશ, રેડીયો ટેક્સ દ્વારા મુસાફરી અને ઓટો રિક્ષા દ્વારા કરાતી મુસાફરી સમાવિષ્ટ છે.
આ ઉપરાંત, સ્મશાન યાત્રા, અગ્નિદાહ, દફન ક્રિયા, અને તે વિધિઓ માટેની સેવાઓ તથા શબવાહીનીની સેવાઓ ઉપર સેવા કર (સર્વિસ ટેક્સ) લાગુ પડતો નથી. તેવી પણ આપણા માનનીય નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ સ્પષ્ટતા કરી છે.
આ નેગેટિવ-લિસ્ટ પ્રસિદ્ધ કરતાં સરકારે તેવી પણ સ્પષ્ટતા કરી છે કે, આ સર્વિસ ટેક્સ પ્રથમ વર્ગની રેલ મુસાફરી, એસી કોચ દ્વારા રેલવે પ્રવાસ, કુરિયર એજન્સીઝ દ્વારા વહન કરાતી ચીજો (ટ્રાન્સપોર્ટેશન) ઉપર તે લાગુ નહીં પડે. પરંતુ કુરિયર સર્વિસને તો લાગુ પડશે જ.
આ ઉપરાંત શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી એજ્યુકેશન અને પ્રમાણિત વ્યવસાયિક શિક્ષણ ઉપર આ ટેક્સ લાગુ નહીં પડે. પરંતુ કૉચીંગ કલાસીઝ તેમજ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂશન્સ ઉપર સર્વિસ-ટેક્ષ લાગુ પડશે જ.
વધુને વધુ સેવાઓને સર્વિસ ટેક્સની જાળમાં લઈ લેવા માટે, સરકારે સર્વિસ-સેવાઓની વ્યાખ્યા જ ઘણી વિસ્તારી દીધી છે. જેમાં માત્ર થોડા જ વિકલ્પો રાખ્યા છે. સરકારે સર્વિસ (સેવા)ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, કોઈ પણ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ (કે સંસ્થા) દ્વારા નાણાંકીય લાભ માટે કરવામાં આવે તે.
૨૦૧૨-'૧૩નાં વર્ષનાં અંદાજપત્રમાં પ્રણવ મુખરજીએ ઇન્કમટેક્ષમાં પણ કેટલીક છૂટછાટો આપી છે. જેમાં સેવિંગ્ઝ એકાઉન્ટ પર મળેલાં વાર્ષિક ૧૦, હજાર સુધીનાં વ્યાજ પર હવે કોઈ ટેક્ષ ભરવો નહીં પડે. તેમની વાર્ષિક બે લાખ સુધીના પગારદારને ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની જરૃર નહીં રહે. હેલ્થ ઇન્સ્યુરન્સ ડીડકશનમાં રૃા. ૫,૦૦૦ સુધીનો ખર્ચ આવરી લેવાયો છે. જેમાં, મેડીકલ-ચેકઅપ પણ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે સિનિયર સિટિઝન્સ જેઓને બિઝનેસમાંથી આવક ન હોય, તેમણે એડવાન્સ ટેક્ષ ભરવો નહીં પડે. બીજી તરફ ઇન્કમટેક્ષ છૂટમાં ૨૦ હજાર રૃપિયા સુધીનાં ઇન્ફ્રા બોન્ડઝની ખરીદી પર અપાતી માફી રદ્દ કરાઈ. જ્યારે પોસ્ટ ઑફિસ સ્કીમ પર ૮.૮ ટકા, સિનિયર સિટીઝન્સ સ્કીમ પર ૯.૩ ટકા, ૫ વર્ષનાં એનએસસી પર ૮.૬ ટકા ૧૦ વર્ષનાં એનએસસી પર ૮.૯ ટકા, અને પાંચ વર્ષનાં એલઆઇએસ પર ૮.૫ ટકા વ્યાજ મળશે.
શેરબજારોને રાહત આપતાં નાણાં પ્રધાને તા. ૧૬મી માર્ચ રજૂ કરેલાં આ નાણાંકીય વર્ષનાં બજેટમાં ઇન્ટરનેટ દ્વારા પણ આઇપીઓ ખરીદવાની સુવિધા જાહેર કરાઈ છે. તથા ૧૦ કરોડ રૃપિયાથી વધુ આઇપીઓ પણ ઑનલાઇન જારી કરી શકાશે તેમ પણ જણાવાયું છે.
શેરની ખરીદી પર ટેક્સ (એસ.ટી.ટી.) હવે ૦.૧૨૫ ટકાને બદલે ૦.૧૦ ટકા લેવાશે. આમ મુખરજીએ જનતાને એક હાથે આપી બીજા હાથે લઈ લેતાં જનતા પર એકંદરે તો બજેટનો માર પડયો જ છે.
સર્વિસ ટેક્ષ વધારીને સંસદમાના વિપક્ષ ભાજપે સામાન્ય માનવી પરની ક્રૂર મજાક તરીકે જણાવતાં કહ્યું છે કે આથી અભૂતપૂર્વ ભાવ વધારો સર્જાશે.
દિલ્હી વિધાનસભામાં પણ વિપક્ષ પદે રહેલાં ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ૧૨ ટકા જેટલો સર્વિસ ટેક્સ લાદી સરકારે સામાન્ય માનવીની કમર તોડી નાખી છે. આ તેની ઉપર કરાયેલી ક્રૂર મજાક છે. આથી સામાન્ય માનવી ઉપર વધારાનો રૃા. ૪૫,૦૦૦ કરોડનો બોજો પડયો છે.
તેમણે કહ્યું હતું કે, આથી હવે રેલવે ભાડાંથી શરૃ કરી વિમાન પ્રવાસ, બહાર ખાણી-પીણી, પર્યટન, ઇન્સ્યુરન્સ પોલીસી, વીજળી, ચેક, ડ્રાફટ, સીમેન્ટ, બ્રાન્ડેડ ગારમેન્ટ, સોનું, લગ્ન માટેના શમિયાણા અન્ય સમારંભોના શમિયાણા બધું જ મોંઘું થશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતની તમામ શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
૧૪ લાખની લેવડદેવડમાં ફોઇના દિકરાએ ગળું દબાવી હત્યા કરી
કૌભાંડી કંપનીના સંચાલક પોલીસપુત્રની અંતે ધરપકડ
કેમ્પ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે
ગ્રામીણ યોજનાના કંગાળ અમલને કારણે રૃા.૨૦૭ કરોડ પડી રહ્યા
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
આઇપીએલમાં મેચ ફિક્સિંગ પર નજર રાખવા માટે ઇન્ટરપોલની મદદ લેવાશે
બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ એનકેપી સાલ્વેનું અવસાન
લિએન્ડર પેસે કારકિર્દીનું ૫૦મું ડબલ્સ ટાઇટલ જીત્યું

યુવા બેટ્સમેનોમાં પીચ પર ટકીને રમવાની ધીરજનો અભાવઃગંભીર

આઇપીએલ-૫માં યુવા ખેલાડીઓ પ્રતિભાની સાબિતી આપવા ઉત્સુક

સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
 
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved