Last Update : 01-April-2012,Sunday
 

ફિલ્મો વિરુદ્ધ ક્રિકેટ

ફિલ્મ અને ક્રિકેટ - આ બન્ને ભારતીયોની સૌથી પ્રિય બાબતો છે. શોખ કહો તો શોખ ને (કેટલાક માટે) ધર્મ કહો તો ધર્મ. પ્રસાર માઘ્યમોમાં આ બન્ને વિશે એટલું લખાય છે અને ચર્ચાય છે કે બહારનો કોઇ માણસ એ વાંચે-જુએ તો તેને થાય કે એકવીસમી સદીના બીજા દાયકાના આરંભે ભારતની મુખ્ય સમસ્યા સચિન તેંડુલકરની સોમી સદીની હતી અથવા તેની મુખ્ય ઉપલબ્ધિ વિદ્યા બાલન નામની અભિનેત્રીની ફિલ્મો હતી.
આ બન્ને ક્ષેત્રો વચ્ચે હરીફાઇની જગ્યાઓ ઓછી છે. તેમની સૌથી પહેલી ટક્કર મોડેલંિગમાં થઇ. પહેલાં ફિલ્મી સિતારા ઉપરાંત ફિલ્મમાં એક્ટંિગ કરતાં ન હોય એવાં મોડેલ પણ જાહેરખબરોમાં ચમકીને જાણીતાં બનતાં હતાં. શેખર કપૂરથી માંડીને પર્સીસ ખંભાતા, મહેર જેસિયા, સંગીતા બીજલાણી જેવાં નામો એ રીતે યાદ આવે. પરંતુ ટીવી યુગમાં ક્રિકેટ પ્રસારણનો વ્યાપ વધતાં ક્રિકેટરો ધીમે ધીમે મોડેલની જગ્યા લેવા લાગ્યા અને પરિસ્થિતિ એવી ઊભી થઇ કે કેટલાક સ્ટાર ક્રિકેટરો જાહેરાતોમાં મોડેલંિગ કરીને ફિલ્મી અભિનેતાઓ કરતાં પણ વધારે તગડી કમાણી કરવા લાગ્યા. તેંડુલકર અને ધોની જેવા ખેલાડીઓ એ પ્રકારમાં આવે. આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં મેદાન પર બેટ લઇને ઉતરતા ખેલાડીને જોઇને એક બાળક બોલી ઉઠે છે, ‘આ તો પેલો અમુક કંપનીની જાહેરાતમાં આવે છે એ માણસ!’
લોકપ્રિયતા અને જાહેરાતોની કમાણી પછી ફિલ્મ અને ક્રિકેટ વચ્ચેની હરીફાઇનો ત્રીજો મોરચો આઇપીએલ થકી ઉભો થયો. છેલ્લાં ચાર વર્ષથી યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટી મેચોમાં ક્રિકેટ ઓછું ને મનોરંજન વધારે હોય છે. શરૂઆતમાં તેની એવી હવા જામી હતી કે પહેલા જ વર્ષથી એ ટુર્નામેન્ટ સુપરહિટ થઇ ગઇ. તેના આયોજનનો સમયગાળો પણ એપ્રિલ-મેના વેકેશનના મહિનાઓમાં. એટલે સ્ટેડિયમ પર અને ટીવી પર દર્શકો છલકાવા લાગ્યા. ટીવી રેટંિગમાં અને નફાની દૃષ્ટિએ આઇપીએલ સુપરહિટ સાબીત થઇ. તેની સીધી એટલે કે અવળી અસર ફિલ્મઉદ્યોગ પર પડી.
ઉનાળુ વેકેશન નવી ફિલ્મો રજૂ કરવા માટેનો આદર્શ સમય ગણાતું હતું. પરંતુ આઇપીએલનો જાદુ છવાયા પછી, એપ્રિલ-મેમાં લોકોએ થિએટરમાં જવાનું ઓછું કરી દીઘું. એ ગાળામાં રજૂ થતી ફિલ્મોને પ્રેક્ષકોની ખોટ વરતાવા લાગી અને ફિલ્મના પ્રેક્ષકો ઘરે બેસીને ટીવી પર આઇપીએલની મેચો જોવા લાગ્યા. તેનું પરિણામ એ આવ્યું કે ફિલ્મનિર્માતાઓએ આઇપીએલની સીઝનમાં એટલે કે ઉનાળુ વેકેશન જેવા કસદાર સમયમાં ફિલ્મો રજૂ કરવાનું માંડી વાળવું પડ્યું. અલબત્ત, આ વર્ષે એ પરંપરામાં ફરી એક વાર પરિવર્તન આવી રહ્યું છે. એપ્રિલમાં રાબેતા મુજબ આઇપીએલ શરૂ થતી હોવા છતાં, મોટા ફિલ્મ નિર્માતાઓએ તેની સમાંતરે પોતાની ફિલ્મો રજૂ કરવાનો નિર્ણય લીધો છે. એવી ફિલ્મોમાં વિઘુ વિનોદ ચોપરા- રાજકુમાર હીરાણીની ‘ફેરારીકી સવારી’, યશરાજ ફિલ્મ્સની ‘ઇશ્કઝાદે’, અમિતાભ બચ્ચન-સંજય દત્તનો અભિનય ધરાવતી થ્રીલર ‘ડીપાર્ટમેન્ટ’, વિક્રમ ભટ્ટની થ્રી-ડી ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’, સાજિદ નડિયાદવાલાની ‘હાઉસફુલ-૨’, મુકેશ ભટ્ટની ‘જન્નત-૨’ વગેરેનો સમાવેશ થાય છે.
સરેરાશ રૂ.૩૫ કરોડથી રૂ.૬૦ કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મોના નિર્માતાઓ એપ્રિલ-મેનો વેકેશનગાળો જતો કરવા તૈયાર નથી તેનાં ઘણાં કારણ છે. તેમાં સૌથી મહત્ત્વનું એક કારણ ક્રિકેટક્ષેત્રે ભારતની ટીમનાં વળતાં પાણી થયાં એ છે. એકાદ વર્ષ પહેલાં નંબર વન ગણાતી ભારતીય ક્રિકેટટીમ પરાજયો પર પરાજયો મેળવીને ચાહકોની નજરમાંથી ઉતરી ગઇ છે. એટલે અગાઉનાં વર્ષોની જેમ આ ઉનાળુ વેકેશનમાં ચાહકો સાત કામ પડતાં મૂકીને આઇપીએલ પર મોહી પડે એવી સંભાવના ઓછી છે. પહેલાં તો હાલત એવી થતી કે થિયેટરવાળાને ફિલ્મો બતાવવાનું પડતું મૂકીને મોટા પડદે આઇપીએલની મેચ બતાવવી પડતી હતી. ગયા વર્ષે આઇપીએલની સીઝનમાં કેટલીક મઘ્યમ બજેટવાળી ફિલ્મોએ આઇપીએલની સીઝનમાં રજૂ થવાની હંિમત કરી અને તેમનો અનુભવ ઉત્સાહ પ્રેરનારો રહ્યો. તેમાં ક્રિકેટટીમના રકાસનો ઉમેરો થતાં આ વર્ષે ફિલ્મઉદ્યોગને પહેલાંની જેમ ઉનાળુ વેકેશનનો લાભ મળતો થઇ જશે એવી અપેક્ષા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved