Last Update : 01-April-2012,Sunday
 

જનરલ વી. કે. સિંહને શું ફાંસીએ ચડાવી દેવામાં આવશે ?

ભારતીય સૈન્યના વડા વી. કે. સિંહે વડાપ્રધાનને જે પત્ર લખ્યો હતો તેને લિક કરવાના કૃત્યને 'રાષ્ટ્રદ્રોહ' તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છ

 

ભારતના લશ્કરના વડા જનરલ વી. કે. સિંહે એક નહીં પણ બે ગંભીર અપરાધો કર્યા છે. તેમનો પહેલો અપરાધ એ હતો કે તેમણે ૧૪ કરોડ રૃપિયાની લાંચ સ્વીકારવાનો ઇન્કાર કરીને લાંચ આપનારી કંપનીની અને લાંચ લેતા રાજકારણીઓની બદનક્ષી કરી છે. તેમનો બીજો અપરાધ એ છે કે તેમણે આ લાંચનું પ્રકરણ જાહેર કરીને દેશના રાજકારણીઓ પ્રજાને કેવી રીતે લૂંટી રહ્યા છે તેનો ખ્યાલ પ્રજાને આપ્યો છે. અત્યારે તો આ બંને હકીકતો હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને જનરલ વી. કે. સિંહે વડાપ્રધાનને લખેલો પત્ર કોણે લિક કર્યો એ મુદ્દો આપણા રાજકારણીઓ માટે અત્યંત મહત્ત્વનો બની રહ્યો છે. જનરલ સિંહે કરેલા લાંચની ઓફરના આક્ષેપોની તપાસ કરવા સીબીઆઇની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, પણ જનરલ સિંહના લિક થયેલા પત્રની તપાસ કરવા માટે સીબીઆઇ કરતા પણ ચઢિયાતી ગુપ્તચર સંસ્થા આઇ.બી.ની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીના કહેવા મુજબ આ પ્રકારે પત્ર લિક કરવો એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે. જો આ પત્ર લિક કરવામાં જનરલ વી. કે. સિંહનો હાથ છે એવું પુરવાર થશે તો તેમને ફાંસીએ ચડાવી દેવામાં આવશે; પરંતુ જો સંરક્ષણ સોદામાં રાજકારણીઓએ લાંચ લીધી છે, એવું પુરવાર થશે તો તેમનો વાળ પણ વાંકો નહીં થાય, જેવું બોફોર્સ પ્રકરણમાં બન્યું હતું.
સંરક્ષણ સોદાઓમાં અબજો રૃપિયાની લાંચની લેવડદેવડ થાય છે એ હવે જગજાહેર હકીકત બની ગઈ છે. જે નેતાઓ સંરક્ષણના સોદાઓમાં કટકી ખાઈને આપણા દેશની સરહદોની રક્ષા માટે જાન કુરબાન કરવા તત્પર સૈનિકોના હાથમાં નબળા શસ્ત્રો મળ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓ આ દેશના કાયદા મુજબ દેશદ્રોહી ગણાઈ શકે છે. ગુરૃવારે આ મુદ્દે સંસદમાં ચર્ચા થઈ ત્યારે રાજદના નેતા લાલુપ્રસાદ યાદવે એવો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન ઉપર લખવામાં આવેલો પત્ર જનરલ વી. કે. સિંહનાં વર્તુળમાંથી જ લિક કરવામાં આવ્યો છે. આ સાથે લાલુએ જનરલ વી. કે. સિંહને પાણીચું આપવાની માગણી પણ કરી છે. એક બાજુ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ સોઈ ઝાટકીને કહ્યું છે કે, લશ્કરના વડા હજી પણ સરકારનો વિશ્વાસ ધરાવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા રેણુકા ચૌધરીએ જનરલ સિંહને ચેતવણી આપી છે કે જો તેઓ સંયમ નહીં રાખે તો પક્ષની ધીરજ ખૂટી જશે. હકીકત એ છે કે જનરલ વી. કે. સિંહ નહીં પણ આપણા ભ્રષ્ટ રાજકારણીઓ જ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.
સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ ટેટ્રા કંપનીની ટ્રકોના સોદામાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે.
તેને કારણે બીજા કોઈ નેતા આફતમાં આવશે પણ સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની છાપ ખરડાઈ જાયતેવી પૂરેપૂરી સંભાવના છે. ઇ.સ. ૧૯૮૬માં ભારત સરકાર ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં ઝેક કંપની સાથે કરાર કર્યા ત્યારે રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ પ્રધાન પણ હતા. હકીકતમાં સ્વ. રાજીવ ગાંધીના ખાસ મિત્ર રવી ઋષિએ અંગત રસ લઈને આ સોદો કરાવી આપ્યો હતો. હકીકતમાં સ્વ. રાજીવ ગાંધીએ જે અરસામાં બોફોર્સ તોપનો સોદો કર્યો હતો તે જ અરસામાં ટેટ્રા ટ્રક્સનો સોદો પણ કરવામાં આવ્યો હતો. બોફોર્સના ભૂતમાંથી કોંગ્રેસ પક્ષનો હજી છૂટકારો થયો નથી ત્યાં સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ આ નવું ભૂત ઉભું કર્યું તેને કારણે કોંગ્રેસીઓ તેમનાથી નારાજ છે.
જનરલ વી. કે. સિંહ દ્વારા સંરક્ષણ સોદામાં લાંચનો આક્ષેપ કરવામાં આવ્યો તેને કારણે સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટની બહુ ઉશ્કેરાઈ ગયા હતા. કારણ કે પક્ષમાં અને પક્ષની બહાર પણ તેમની છાપ 'સ્વચ્છ' રાજકારણી તરીકેની છે.
જનરલ વી. કે. સિંહનો ઇન્ટરવ્યૂ વાંચીને તેઓ એટલા બધા ઉશ્કેરાઈ ગયા હતા કે તેમણે તરત જ સંરક્ષણ સચિવનો સંપર્ક સાધીને આ કેસની સીબીઆઇ દ્વારા તપાસનો આદેશ બહાર પાડી દીધો હતો. આટલા ગંભીર મામલાની તપાસ કરાવવા માટે વડાપ્રધાન ડો. મનમોહનસિંહની ગેરહાજરીમાં વરિષ્ઠ પ્રધાન પ્રણવ મુખરજીની કે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ સલાહ લીધી નહોતી. જો સીબીઆઇ હવે આ કેસની તળિયાઝાટક તપાસ કરાવશે તો તેમણે ઇ.સ. ૧૯૮૬માં સ્વ. રાજીવ ગાંધીએ સહી કરેલા કોન્ટ્રેક્ટ સુધી જવું પડશે, જેના કારણે શ્રીમતી સોનિયા ગાંધીની મુશ્કેલીઓ પણ વધી શકે છે.
ટેટ્રા કંપનીની ટ્રકો ખરીદવાનો સોદો છેક ઇ.સ. ૧૯૮૬ની સાલમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણા દેશમાં અનેક સરકારો બદલાઈ ગઈ અને અનેક વડાપ્રધાનો આવી ગયા. આ બધા ભૂતપૂર્વ વડાપ્રધાનો સી.બી.આઇ.ની તપાસને કારણે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે, કારણ કે સ્વ. રાજીવ ગાંધીએ કરેલા સોદાને તેમણે આગળ ધપાવ્યો હતો. રાજીવ ગાંધી પછી વડાપ્રધાન તરીકે વી. પી. સિંહ, નરસિંહરાવ, દેવેગોવડા, આઇ.કે. ગુજરાલ, અટલબિહારી વાજપેયી અને મનમોહનસિંહ આવી ચૂક્યા છે. આ બધા વડાપ્રધાનોની ભૂમિકાની પણ સીબીઆઇ તપાસ કરી શકે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગોવડાના પુત્ર કુમારસ્વામીએ તો ધડાકો કર્યો છે કે તેમના પિતાશ્રી વડાપ્રધાન હતા ત્યારે વિદેશી કંપનીઓ માટે કામ કરતા અનેક વચેટિયા તેમની પાસે લાંચની ઓફર લઈને આવતા હતા. જો કે દેવે ગોવડાએ તેમને કોઈએ લાંચની ઓફર કરી હોવાની વાતનું ખંડન કર્યું છે, તો પણ તેનાથી એટલું તો સાબિત થઈ જાય છે કે, સંરક્ષણ સોદાઓમાં રાજકારણીઓ કટકી કરતા આવ્યા છે.
રવી ઋષિ એવો દાવો કરે છે કે તેમની ટેટ્રા ટ્રકો અમેરિકાના અને ઇઝરાયેલના લશ્કરને પણ વેચી રહ્યા છે. તેમના દાવા મુજબ તેઓ અમેરિકાને અને ઇઝરાયેલને જે ટ્રકો બે લાખ ડોલરમાં વેચે છે તેના તેઓ ભારત સરકાર પાસેથી માત્ર ૮૦,૦૦૦ ડોલર લેછે. ટેટ્રા કંપની ભારતના લશ્કરને ડાયરેક્ટ ટ્રકો નથી વેચતી પણ તેના લાઇસન્સ હેઠળ પબ્લિક સેક્ટરની ભારત અર્થમુવર્સ લિમિટેડ (બીઇએમએલ) નામની કંપની ટ્રકો બનાવે છે. આ ટ્રકોના ૪૦ ટકા ભાગોનું ઉત્પાદન બીઇએમએલ કંપની કરે છે અને બાકીના ભાગો ટેટ્રા કંપની છેલ્લા ૨૬ વર્ષથી આ પ્રકારે ભારતના લશ્કરને ટ્રકો પૂરી પાડતી એકમાત્ર કંપની છે. આજ દિન સુધીમાં તેણે ભારતના લશ્કરને ૩,૦૦૦ કરોડ રૃપિયાની આશરે ૭,૦૦૦ ટ્રકો પૂરી પાડે છે. સરકારમાં જબરદસ્ત લાગવગ વગર આટલો મોટો ઓર્ડર મળે તે અશક્ય છે.
જનરલ વી. કે. સિંહે વડાપ્રધાનને લખેલો પત્ર લિક થયો તેને સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ 'રાષ્ટ્રવિરોધી' પ્રવૃત્તિ ગણાવી છે તો જનરલ સિંહે પોતે તેને 'રાષ્ટ્રદ્રોહ' ગણાવ્યો છે. લશ્કરના વડા તરીકે વી. કે. સિંહને એ વાતની જાણ હોય જ કે રાષ્ટ્રદ્રોહની સજા ફાંસી છે. જનરલ વી. કે. સિંહે જ્યારે આ પત્ર લિક કરવામાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે ત્યારે દેશની સલામતી બાબતનો આ અત્યંત સંવેદનશીલ પત્ર લિક કરવામાં કોનો હાથ છે એની તપાસ ઉચ્ચસ્તરે આઇ.બીને સોંપવામાં આવી છે.
જો જનરલ વી. કે. સિંહે આ પત્ર લિક ન કર્યો હોય તો વડાપ્રધાનની અથવા સંરક્ષણ પ્રધાનની કચેરીમાંથી આ પત્ર લિક થયો હોવાની સંભાવના રહે છે ભૂતકાળમાં પણ આવું બન્યું છે. જો હવે આ 'દેશદ્રોહ'માં કોઈ સરકારી અમલદાર જવાબદાર જણાય તો તેની સામે સરકાર કયા પગલા લેશે એ જોવાનું રહે છે.
દેશની ૯૭ ટકા એર ડિફેન્સ સિસ્ટમ જરીપુરાણી છે.એવું વિધાન જો ભારતીય લશ્કરના વડા દ્વારા કરવામાં આવ્યું હોય તો તે અત્યંત ચોંકાવનારું અને ચિંતાજનક નિવેદન છે.
આપણો ગરીબ ગણાતો દેશ જ્યારે સંરક્ષણ પાછળ વર્ષે ૧.૯૩ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરતો હોય ત્યાર પછી પણ જો આપણી સંરક્ષણની ધાર બુઠ્ઠી હોય તો તેનો અર્થ થાય છે કે વાડ ઉઠીને ચીભડા ગળે છે.
જેમને શસ્ત્રોની ખરીદીની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ દેશની સુરક્ષાને બદલે પોતાના સ્વાર્થને જ વધુ મહત્ત્વ આપી રહ્યા છે. જનરલ વી. કે. સિંહ એક એવા માણસ છે કે જેઓ બહુ જાણે છે. ભારતના રાજકારણીઓ માટે આ માણસ ખતરનાક છે. રાજકારણીઓનું ચાલે તો તેને પાણીચું આપી દે અને ફાંસીએ પણ લટકાવી દે. પરંતુ આ કાર્ય તેઓ જ કરી શકે જેમની પોતાની ચાદર ઉજળી હોય. આપણા કોઈ નેતા આવો દાવો કરવાની સ્થિતિમાં છે ખરા ?
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved