Last Update : 01-April-2012,Sunday
 
ત્રીજો મોરચો નહીં.... પણ ચોથો મોરચો ! અને સાત વડાપ્રધાન !

- લંગડી કોંગ્રેસ, લંગડી ભાજપ અને મજબૂત તિનપાતીયા પ્રાદેશિક પક્ષો !
- શું વચગાળાની ચૂંટણીઓ થશે ?
-વચગાળાનીચૂંટણી કોણ ઇચ્છે છે ?

 

પાંચ વર્ષ પહેલાં માયાવતી ઉત્તરપ્રદેશમાં વિજયી થયા ત્યારે અત્યારે જેમ મુલાયમસંિહ સાતમા આસમાન પર છે એમ હતા. કદાચ એમના મનમાં નહીં હોય તો મીડીયા, પત્રકારો એમને સાતમા આસમાને બેસાડી દે છે.
અત્યારે મુલાયમસંિહને મીડીયાએ એટલા બધા ઊંચે ચઢાવી દીધા છે જ્યારે હકીકતમાં એમના જેટલું જ બંગાળના મમતા બેનરજીનું, બિહારના નીતિશકુમારનું, તમિલનાડુના જયલલિતાનું, મઘ્યપ્રદેશના શિવરાજસંિહ ચૌહાણનું કે ઓરિસ્સાના નવીન પટનાયકનું મહત્વ છે.
આમાંના કોઈને પણ મુલાયમસંિહ કરતાં ઓછા આંકે તો એ આંકનારા ડફોળ ગણાય.
એક બીજું વિચારણીય તત્વ એ છે કે પોતાના રાજ્ય અથવા પ્રદેશની બહાર જરા પણ ઉપજણ નથી.
કોંગ્રેસ લંગડી છે એ વાત સાચી અને ભાજપ પણ લંગડી છે એ ય સાચું તો પણ કોંગ્રેસ લંગડીનો દાવ જીતી શકે છે. માર્ચની ૬ તારીખે ભાજપના સુષમા સ્વરાજે પાંચ રાજ્યોના પરિણામો આવ્યા પછી એકદમ બોલી નાંખેલું કે, ‘વચગાળાની (મીડટર્મ) ચૂંટણીની શક્યતા છે. પરંતુ એ પછી તરત જ સુષમાજીએ કહેલું કે... કોંગ્રેસ કેન્દ્રની સત્તામાંથી ઉથલી પડે એવું ભાજપ નહીં કરે.’
એ પછી ત્યારે રેલવે પ્રધાન હતા એ દિનેશ ત્રિવેદીએ પણ વચગાળાની ચૂંટણીની શક્યતા બતાવીને ધડાકો કરેલો. પરંતુ પછી મમતા બેનરજીએ દિનેશ ત્રિવેદીને જ રેલવે પ્રધાન તરીકે છૂટા કરાવીને નવો ધડાકો કર્યો !
કેન્દ્રની કોંગ્રેસ સરકાર લંગડી છે પણ એ મુલાયમસંિહ અને મમતા બેનરજીના (એટલે સમાજવાદી પક્ષ તથા તૃણમૂલ કોંગ્રેસ પક્ષ) ટેકા ઉપર ટકેલી છે.
એટલે એ સતર્ક છે.
પેલા ચાણક્યનું આ અંગેનું મહત્વનું સૂત્ર છે. એ કહે છે... રાજાએ પોતાના અમલદારો, પ્રધાનો, કારકૂનો અને પટાવાળા ઉપર એટલો બધો વિશ્વાસ કદી રાખવો જોઈએ નહીં કે એ ક્યારે દગો દઈ દે એની ખબર જ ન પડે. એટલે એની દરેક હીલચાલ ઉપર ઝીણવટભરી નજર રાખવી જોઈએ.
કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અને ૧૦ જનપથના દરબારીઓ આ ચાણક્યની નીતિ સમજે છે એટલે સાવચેત રહે છે. સામી બાજુએ કોંગ્રેસના જોડીદાર પક્ષો મમતા બેનરજી, શરદ પવાર, કરૂણાનિધિ જેવા કોંગ્રેસને ‘બ્લેક મેઈલ’ પણ કરે છે.
જે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા એમાં પંજાબ, ગોવા અને ઉત્તરપ્રદેશમાં પ્રાદેશિક પક્ષો સત્તામાં આવ્યા (જ્યારે ઉત્તરાખંડ અને મણિપુરમાં કોંગ્રેસ આવી) આથી લગભગ દરેક પ્રાદેશિક પક્ષો જોરમાં આવી ગયા છે. દા.ત. મનમોહનસંિહે જે ‘ડીનર’ રાખેલું એમાં મમતા બેનરજી નહીં ગયેલી, શરદ પવાર કે કરૂણાનિધી પણ ન ગયા. કોઈએ પોતાના પ્રતિનિધિને પણ ન મોકલ્યા. મુલાયમ અને લાલુ પણ નહીં ગયેલા.
આથી મનમોહન સરકારના સંકટ મોચક પ્રણવ મુખરજીએ મોડી રાતના કહેવું પડેલું કે... આ રીતે જો જોડીદાર પક્ષો મોં ફેરવશે તો સરકાર તૂટી પડે અને વચગાળાની ચૂંટણી કરવી પડે. એટલે બધા જ સાથીદાર પક્ષોએ કોંગ્રેસની સાથે રહીને સરકાર ચલાવવા મદદ કરવી જોઈએ.
પરંતુ પ્રણવ મુખરજીની એ અપીલની કંઈ અસર ન થઈ અને બીજા જ દિવસે પંજાબમાં અકાલીદળ-ભાજપની સરકારના સોગંદવિધિમાં શરદપવારના પ્રતિનિધિરૂપે પ્રફુલભાઈ પટેલ, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, મમતા બેનરજીના પ્રતિનિધિ તેમજ જયલલિતાના પ્રતિનિધિ પણ હાજર રહ્યા.
એ પછી ઉત્તર પ્રદેશમાં અખિલેશના સોગંદવિધિ વખતે પણ આ જ સ્થિતિ જોવા મળી.
આનો મતલબ ચોખ્ખો છે. પ્રાદેશિક પક્ષોએ પોતાનો અલગ ચોકો ઊભો કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. એને ચોથો મોરચો રચવાની પૂર્વતૈયારી કહી શકાય.
કોંગ્રેસ અને યુપીએના જે પક્ષો છે એ અત્યારે સરકારમાં છે. એ પહેલો મોરચો થયો.
બીજો મોરચો વિરોધપક્ષોનો ભાજપ અને એનડીએના રૂપમાં છે જ.
ત્રીજો મોરચો ડાબેરી પક્ષોનો છે. એમાં મુલાયમ, ચન્દ્રાબાબુ નાયડુ, રામવિલાસ પાસવાન જેવા પ્રાદેશિક નેતાઓ જોડાયેલા છે.
હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી લંગડી થયેલી કોંગ્રેસ અને લંગડી થયેલી ભાજપના સાથી પક્ષો એમનાથી છટકીને જે મોરચો બનાવે એ ચોથો મોરચો થાય.
આ પ્રાદેશિક પક્ષોએ એક જ મકસદ છે કે... સત્તા મેળવવી.
એટલે કે, સત્તા એક છે અને દાવેદાર સાત છે. આમ, આ બધા પક્ષો કોંગી આગેવાની નીચે ભેગા થાય એ એક સવાલ છે. આ બાબતમાં, અત્યારના સંજોગોમાં મુલાયમસંિહ યાદવ ચોથા મોરચાની આગેવાની લઈ શકે છે પણ એમને બીજા સ્વીકારે ખરા ?... આ એક ઘણો મોટો પ્રશ્ન છે.
આ જ પ્રશ્ન બીજાઓ માટે થઈ શકે છે. જેમકે, નીતિશકુમાર, જયલલિતા, નવીન પટનાયક કે ચંદ્રાબાબુ નાયડુની છત્રી નીચે બધા પ્રાદેશિક નેતાઓ ભેગા થવા મુશ્કેલ છે.
આ પરિસ્થિતિમાં, શરદપવાર અને મમતા બેનરજી ઉપર નજર આવીને અટકી જાય છે.
શરદ પવાર અને મમતા બેનરજી મૂળમાં કોંગ્રેસના જ હતા અને વર્ષો સુધી કોંગ્રેસી તરીકે કામ કરીને કોંગ્રેસથી અલગ થઈને પોતાના અલગ પક્ષ બનાવ્યા. એમાં મમતા એનડીએ સરકારનો હિસ્સો પણ બનેલા અને અટલ બિહારીની ભાજપના વર્ચસ્વવાળી સરકારમાં પ્રધાન પણ હતા. એ જ રીતે ફારૂખ અબદુલ્લા (નેશનલ કોન્ફરન્સ, કાશ્મીર) અને કરૂણાનિધિ (ડીએમકે) પણ ભાજપના ભાગીદાર રહી ચુકેલા.
એનો અર્થ એ થયો કે... આ પક્ષોને કોંગ્રેસ સાથે જોડી રાખનાર કોઈ વૈચારિક આધાર નથી. ફક્ત સત્તા માટે જ આ બધા પક્ષો કોંગ્રેસ સાથે તો કોંગ્રેસ સાથે અને ભાજપ સાથે તો ભાજપ સાથે જોડાયેલા રહે છે. એટલે એમનો કોઈ વિશ્વાસ કરી શકાય નહીં. એટલે તેઓ કોંગ્રેસને દગો દેવામાં જરા પણ શરમાય તેમ નથી.
આ પરિસ્થિતિમાં મુલાયમસંિહ યાદવ ઉપર નજર કરવા જેવી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીત મળવાથી એમનું કદ એકદમ વધી ગયું છે.
રાજકારણના નિરીક્ષકો જાણે છે કે ઉ.પ્ર.ની ખુરશી ઉપર પુત્ર અખિલેશને બેસાડીને એમણે પોતાની જાતને દિલ્હી (કેન્દ્ર) માટે સુરક્ષિત રાખવાના બે કારણ હતા. એક તો, દિકરાને એટલે કે યુવાન લોહીને આગળ કરીને એને પોતાના રક્ષણ નીચે ઉછેરવો અને બીજું, દિલ્હીમાં વડાપ્રધાનની ખુરસી માટે પોતાને તૈયાર કરવા.
મુલાયમસંિહને વડાપ્રધાન બનવાની વર્ષો જૂની મહત્વાકાંક્ષા છે. દેશના જે બે મોટા પક્ષો છે એ કોંગ્રેસ અને ભાજપ બન્ને અત્યારે નબળા છે. એ બન્ને પાસે પોતાના એકલા પગ ઉપર મેળવેલો જનાદેશ નથી.
એટલે એ બન્ને પક્ષ સમાજવાદી પાર્ટી, તૃણમૂલ, જેડીયુ, બહુજન સમાજ, અકાલી, શિવસેના જેવા નાનાનાના પ્રાદેશિક પક્ષો પર નિર્ભર રહેવું પડે છે. આ સ્થિતિમાં આ બધા પક્ષો એક થાય તો ચોથો મોરચો દિલ્લી ઉપર કબજો કરી શકે છે.
મુશ્કેલી ત્યાં જ છે. દિલ્લી પર બેસવાની મહત્વાકાંક્ષા એક કે બેની જ નથી પણ સાત સાતની છે ! દા.ત. મમતા બેનરજી વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જૂએ છે તો માયાવતીનું પણ એ સ્વપ્ન છે. માયાએ જ રાજ્યસભાની ઉમેદવારી કરીને દિલ્લીનો રાહ લેવાની તૈયારી કરી છે. એમાં ‘ક્યુ’માં જયલલિતા પણ પાછળ નથી.
પેલી બાજુ નીતિશકુમાર (બિહાર, નવીન પટનાયક (ઓરિસ્સા) અને ચન્દ્રાબાબુ નાયડુ (આન્ધ્ર) પણ ચોથા મોરચામાં રસ્તો શોધી રહ્યા છે.
તેઓ મુલાયમની છાયામાં પહેલા આવવા માંગે છે.
પેલી બાજુ પેલા કારાત જેવા નેતાના કારણે કેરળ અને બંગાળમાંથી સત્તા ગુમાવી બેઠેલા ડાબેરીઓ પણ હવે મુલાયમનો હાથ તો હાથ નહીંતર આંગળી પકડવા ફાંફા મારી રહ્યા છે.
આ સ્થિતિમાં, નીતિશકુમાર અને જયલલિતા એનડીએને અને મમતા અને શરદ પવાર યુપીએને ઝટકો આપી શકે છે.
આ ચોથા મોરચાના નેતાઓની મનસા ફક્ત વચગાળાની ચૂંટણી કરાવવાની છે કારણ કે તો જ તેઓ દિલ્લીનો કબજો લઈ શકે તેમ છે.
ચોથા મોરચાના પ્રાદેશિક પક્ષોના કાર્યક્ષેત્રમાં આન્ધ્રની ૪૨ સંસદીય બેઠકો, તમિલનાડુની ૩૯, બિહારની ૪૦, ઓરિસ્સાની ૨૧, ઉ.પ્રદેશની ૮૦, મહારાષ્ટ્રની ૪૮ અને બંગાળની ૪૨ સંસદીય બેઠકો આવે છે. એ કુલ ૩૧૨ થાય છે. ચોથો મોરચો બને અને વચગાળાની ચૂંટણીઓ આવી પડે તો ભાજપ અને કોંગ્રેસને આ ૩૧૨ બેઠકો ભારે પડે તેમ છે.
- ગુણવંત છો. શાહ

 

વોયેજર
ઇન્કમટેક્સ ઓફિસર દંપતિની સંપતિ કેટલી ?
મઘ્યપ્રદેશના ઇન્કમટેક્સ ઓફિસર દંપતિને ત્યાં દરોડો પડ્યો અને જે કાળું ભ્રષ્ટાચારી નાણું એમને ત્યાંથી પકડાયેલું એ સમાચાર બે મહિના પહેલાં આવેલાં. એ વખતે જે રકમ જણાવેલી એ કરતાં અનેકગણી રકમ એમની હોવાની હમણાં ગણતરી થઈ છે.
એ ઇન્કમટેક્સ ઓફિસર દંપતિનું નામ છે અરવંિદ જોશી અને ટીનુ જોશી.
રિપોર્ટ કહે છે કે એમની પાસે રૂપિયા ૨૪૦.૩૮ કરોડની સંપત્તિ છે. ઇ.ટે. વિભાગે જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ ૭૦૦૦ પાનાનો છે.
પતિ પત્ની મઘ્યપ્રદેશ કેડરના ૧૯૭૯ના આઈએએસ ઓફિસર છે. દંપતિએ ૨૦૦૪થી ૨૦૧૦ દરમિયાન ૧૯૩ કરોડ રૂપિયાનું રિયલ એસ્ટેટમાં રોકાણ કરેલું. દંપતિ પાસે ભોપાળ, રાયસેન, મંડલા અને બાંધવગઢ નેશનલ પાર્ક પાસે ૧૯૩ કરોડ રૂપિયાની જમીનની માલિકી છે.
ઉપરાંત આસામમાં ૧૮ ફલેટ છે જેની દરેકની કંિમત એક એક કરોડ રૂપિયા છે. દિલ્લીમાં રૂા. ૨ કરોડનો ૧ ફલેટ છે અને ભોપાળમાં રૂા. ૩ કરોડ ૫૦ લાખનો ૧ ફલેટ તથા રૂા. ૩ કરોડ ૨૮ લાખનો પ્લોટ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved