Last Update : 01-April-2012,Sunday
 
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...

- લેપટોપના વધતા જતાં વ્યાપ સાથે આપણા વિદ્યાર્થીઓનો પેન સાથેનો નાતો તૂટી રહ્યો છે. જોબ કરતાં યુવાનોમાં તો સિગ્નેચર સિવાય માત્ર ખિસ્સાની શોભા માટે જ પેનનો ઉપયોગ થાય છે. આગામી ભાવી કી- બોર્ડનું હશે.

તમને પૂછવામાં આવે કે છેલ્લે ક્યારે તેમ બોલપેનનો ઉપયોગ લખવા માટે કર્યો હતો? તો બે ઘડી માથુ ખંજવાળી કહશે કો રોજ હાજરી પુરવા કે સહી કરવા માટે બોલપેનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું પેન વડે એક પેજનું કે એક ચીઠ્ઠીનું લખાણ લખ્યું છે ખરાં.. તો જવાબ હશે ના.. આજે કમ્પ્યુટર, આઈફોન, એનડ્રોઈડ છેલ્લાં પાંચ વર્ષમાં આપણી સાથે એવા તો જોડાઈ ગયાં છે કે પેન માત્ર ખસ્સાની શોભા જ બની ગઈ છે. આપણી મોર્નિંગ ગુડ ત્યારે થાય છે જ્યારે ફેસબુક સ્ટેટસ કે મોબાઈલનો એસએમએસ ચેક કરીએ.
ગાંધીજી કહે છે કે ખરાબ અક્ષર તે અધૂરી કેળવણીની નિશાની છે પરંતુ કમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપ પર અક્ષર તો સારાં જ આવે છે ને. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમ કેટલાં પેજ લખ્યાં છે. પેજની વાત તો દૂર રહી પરંતુ હાજરીપત્રકમાં સહી કરીને ચોપડાં જરૃર ભર્યાં છે. આજે બોલપેનનો ઉપયોગ આંગળીના વેઠે ગણી શકાય તેટલાં જ વ્યક્તિઓ કરે છે. (૧) એકાઉન્ટન્ટ (૨) સ્ટુડન્ટસ (૩) સરકારી કર્મચારી (૪) પત્રકાર કે લેખક.
હવે એકઝામ પણ ઓ.એમ.આર સિટ કે કમ્પ્યુટર પર લેવાવા લાગી છે. અક્ષર સારા આવે તે માટે આપણે ફાઉન્ટન પેનનો ઉપયોગ કરીએ છીએ. આજે ફાઉન્ટન પેન માત્ર ઈંગ્લીંશ મિડિયમ સ્કૂલ અને એકાઉન્ટ લખનાર જ વાપરે છે. એ જાણીને નવાઈ લાગશે કે શહેરની ૬૦ લાખ વસ્તીનો પાંચ ટકા વર્ગ જ ફાઉન્ટન પેન વાપરે છે. અમદાવાદના બોલપેન માર્કેટનો સેન્સેક્સ છેલ્લાં ચાર વર્ષમાં ૭૦ ટકા ગગડયો છે. અમદાવાદ શહેરમાં મોટી બોલપેન શોપની ગણતરી કરીએ તો ૧૦૦થી વધુ નથી. જ્યારે તેની સામે ઈલેકટ્રોનીક આઈટમોના સ્ટોર ૫૦૦૦ જેટલા ઉભા થઈ ગયાં છે. આજે બજારમાં જઈને ઓબેનેટ પેન(ઓબનેટ વૃક્ષના લાકડામાંથી તૈયાર કરાતી પેન જેમાં સહી ભરીને લખી શકાય જે અસલ ફાઉન્ટન પેન છે.) માંગો તો બજાર ક્યાં ઉપલબ્ધ નથી. બે રૃપિયાથી માંડીને દસ હજાર રૃપિયાની પેન બજારમાં ઉપલબ્ધ છે. આ પાંચ થી દસ હજારની પેન માત્ર આપણા સ્ટેટસને રિચેસ્ટ પીપલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. બાકી અમદાવાદના કોલેજીયન સ્ટુડન્ટસ કે મધ્યમ વર્ગ માટે બે થી પાંચ રૃપિયામાં મળતી બોલપેન ફેવરીટ છે.

પેનના ધંધામાં ઘટાડો થયો છે

મારી પેનની દુકાનમાં સૌથી વધુ ખરીદી બોલપેનની થાય છે, ફાઉન્ટન પેન માત્ર ભાગ્યે જ કોઈ ખરીદવા આવે છે જો કે સારા અક્ષર માટે ઈંગ્લીશ મિડિયમના સ્ટુડન્ટસ માત્ર ફાઉન્ટન પેન ખરીદતાં હોય છે. પેનનું માર્કેટ અમદાવાદમાં ખૂબ ઓછું છે હજુ પૂર્વમાં એવા લોકો છે જેઓ પેનની ખરીદી કરે છે બાકી પશ્ચિમ ભાગ્યે જ કોઈ પેનની સ્પેશિયલ શોપ હશે. આજે પેનની કહાની લોકોને પૂરાની ફિલ્મ જેવી લાગે છે.
- ચિરાગ મોદી, વેપારી

પેન સાથે નાતો જ ટૂટી ગયો છે

હાલ એન્જિનિયરીંગ કોલેજમાં ભણું છું પરંતુ હું એકઝામ સિવાય ભાગ્યે જ પેનનો ઉપયોગ કરતી હોઈશ. મારા મોબાઈલ ફોન અને લેપટોપ દ્વારા જ મારું સ્ટડી કરતી હોઉ છું. હવે તો એકઝામ પણ ઓનલાઈન લેવાઈ રહી છે એટલે કોઈ ખાસ પેનનો ઉપયોગ ભાગ્યે જ કરતું હશે. મોબાઈલ પાસે હોવાથી કાગળ, પેનની શું જરૃર હોઈ શકે.
- અમી વનોડિયા, સ્ટુડન્ટ

અક્ષર સારા છે પણ...

કમ્પ્યુટર એન્જિનિયરીંગના ફિલ્ડમાં એવું તો રેવોલ્યુશન આવી ગયું છે કે આજે સેમિનાર, વર્કશોપ કે એકઝામ પણ હવે કમ્પ્યુટર પર લેવાવા લાગી છે. પેનના ઉપયોગથી કોઈ ક્રિએટિવ કામ થઈ શકતું નથી જ્યારે કમ્પ્યુટર દ્વારા ગ્લોબલી કનેક્ટ થઈ શકાય છે. મારુ ઓફિશીયલ વર્ક કમ્પ્યુટર પર જ થાય છે.
- પ્રો. અર્પિત પટેલ, પ્રોફેસર

પેન છોડે બે વર્ષ થયા
મને યાદ છે કે બે વર્ષ પહેલાં મેં પેન વડે એક્ઝામ આપી હતી. આજે મારો બિઝનેસ કમ્પ્યુટર પર થઈ ગયો છે. કાગળોને કયાં સાચવવા એ પ્રશ્ન ઉભો છે. માત્ર બેંકના ચેક સાઈન કરવા માટે પેનનો હું વપરાશ કરું છું. એન્ડ્રોઈડ ફોન પર જ બેઠા બેઠા કામ કરી શકાય છે. સેન્સેકસ થી માંડી ગ્લોબલી મીંટીગો હવે કમ્પ્યુટર પર થઈ ગઈ છે.
- મહાવીર રાજપૂત, બિઝનેસમેન

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved