Last Update : 01-April-2012,Sunday
 
દિલ્હીની વાત
 

રાજકીય પક્ષો, સાંસદો માટે જાગૃતિનો ઘંટનાદ !
નવીદિલ્હી,તા.૩૧
દેશના ઇતિહાસમાં અપૂર્વ એવા, અંશુમન મિશ્રા નામના એનઆરઆઈ વેપારી પાસેથી મળી આવેલા રૃા.૨.૧૫ કરોડના પગલે રદ કરવી પડેલી ઝારખંડની રાજ્યસભાની ચૂંટણી, લોકશાહીના મંદિર તરીકે જાણીતી સંસદની પ્રતિભા પર કાળો પડછાયો બની રહી છે. ઝારખંડમાંઆ ચૂંટણીની તમામ પ્રક્રિયા જાહેરનામું, ઉમેદવારી અને મતદાન - બધું જ નવેસરથી કરવું પડશે. નિઃશંકપણે, છેલ્લી ઘટના ટીમ અન્ના સામે તોપો તાકીન બેઠેલા આપણા સાંસદો અને રાજકીય પક્ષો માટેનો જાગૃતિનો ઘંટનાદ છે. ટીમ અન્નાના મુખ્ય સભ્ય અરવિંદ કેજરીવાલે સંસદની અવમાનના બદલ તમામ રાજકીય પક્ષોના માથે માછલાં ધોયાં છે. સચ્ચાઈ એ છે કે એક પણ રાજકીય પક્ષને નાણાંનો ઉપયોગ બંધ કરવો નથી. પૈસાની રેલમછેલમાં નહાતા પોતાના માણસોને સંસદમાં પ્રવેશ અપાવવા તમામ સાધનોને અપનાવવા પ્રાદેશિક પક્ષો વધુ આતુર જણાય છે. સંસદમાં પાછલે બારણે પ્રવેશવા માટે રાજ્યસભા અનુકૂળ રસ્તો બની રહી છે. વેગ પકડી રહેલી અન્ય પધ્ધતિ બહારના લોકોને ઉપલા ગૃહમાં મોકલવાની છે. ઝારખંડ નાણાં જપ્તી કેસમાં ઢસડાયેલી બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ પશ્ચિમ બંગાળની છે, જ્યારે બીજી છત્તીસગઢની છે. બંને વેપારીઓ છે.
ઝારખંડના આપત્તિપૂર્ણ ૧૩ વર્ષો
૧૩ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ઝારખંડે એક વિક્રમ સર્જ્યો છે - બધા જ વાહિયાત કારણોસર રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચારે એમની કાળી છાયા આ ટચુકડા રાજ્ય પર પાડી છે. અત્રે એ યાદ કરાવવું યોગ્ય બની રહેશે કે ભાજપ ઈ.સ. ૨૦૦૫માં સરકાર રચવા માટે એના ધારાસભ્યોને ચાર્ટર્ડ વિમાન મારફતે એક અજાણ્યા સ્થળે મોકલી આપ્યા હતા. એમને જયપુરમાં એક રીસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. વળી, મધુ કોડાએ ઝારખંડમાં પ્રથમ અપક્ષ મુખ્ય પ્રધાન બનીને એક વિક્રમ કર્યો. એટલું જ નહી, પાંચ અપક્ષ ધારાસભ્યોને એમના પ્રધાનમંડળમાં મહત્વના ખાતા મળ્યા. એક રીતે એમની સમગ્ર સરકારને અપક્ષ ધારાસભ્યો ચલાવી રહ્યાં હતા. મધુ કોડા એમના ચાર પ્રધાનો સાથે હજી જેલમાં છે. તેઓ બે વાર સરકાર રચનામાં સફળ રહ્યા. ઇ.સ.૨૦૦૯માં રાજયનો નવી ઘટના જોવામળી. મુખ્ય પ્રધાનપદે આરૃઢ થયા પછી છ માસમાં ગૃહમાં ચૂંટાઇ નહી આવી શકવા બદલ શિબુ સોટેને મુખ્ય પ્રધાનપદ છોડવું પડયું.
લાંચનો બોમ્બ ઃ આગામી
સપ્તાહ મહત્વપૂર્ણ
સરકાર અને લશ્કરી વડાની ટકકરને સંબંધ છે ત્યાં સુધી આગામી સપ્તાહ કસોટીપૂર્ણ મનાઇ રહ્યું છે. લશ્કરની તૈયારીની ચોંકાવનારી કક્ષા દર્શાવતો જે પત્ર જનરલ વી.કે.સિંધે વડાપ્રધાનને લખ્યો છે. એ ફુટી જવા અંગે ઇન્ટેલિજન્સ બ્યુરોનો અહેવાલ આવી જવાની સંભાવના છે. જનરલે જણાવ્યું છે કે એ રાષ્ટ્રદ્રોહનું કૃત્ય છે, જેએમની છાપને કલંકિત કરવામાટે આચરાયુ છે. બીજી તરફ સંસદની સંરક્ષણ સ્થાયી સમિતિએ આગામી તા.૪ એપ્રિલે મળવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર સમિતિ ત્રણ લશ્કરી વડાઓને બોલાવે એવી શક્યતા છે. જ્યારે લશ્કરી પ્રતિનિધિઓ સાંસદોને હંમેશા એવું કહેતા રહ્યાં છે કે દેશની સુરક્ષા માટે દળો તૈયાર છે ત્યારે જનરલે લશ્કરની તૈયારી વિષે શંકા કેવી રીતે ઉઠાવી એ વિષે સમિતિ આશ્ચર્ય અનુભવી રહી છે. એટલું જ નહિ, સમિતિ સભ્યો કહે છે કે સશસ્ત્ર દળો છેલ્લાં બે વર્ષોથી એમને ફાળવાયેલા નાણાંના ખર્ચ બાબત દાખલારૃપ અહેવાલ રજૂ કરતાં રહ્યા છે. અહીં એ નોંધી શકાય કે સમિતિનાં સભ્ય એવા કોંગ્રેસી સાંસદ હર્ષ વર્ધને સંરક્ષણ પ્રધાનને જનરલને હાંકી કાઢવા માટે લખ્યું છે.
નિષ્ણાતની ઇચ્છા ઃ જનરલ નિવૃત્તિ લે અને પ્રતિભાવ આપે
નાણાં પ્રધાન અને લોકસભામાં ગૃહના નેતા પ્રણવ મુખરજીએ જનરલે ઉભા કરેલા ઉકળતા ચરૃ જેવા વિવાદ પર પડદો પાડવા માટે જનરલને કયારનું ય રાજીનામું ધરી દેવા જણાવ્યું છે, પરંતુ એમણે એવું કર્યું નથી. જનરલે મૂકેલા ''લાંચ બોંબ'' ના પરિણામ વિષે પણ રાહ જોવાની છે. નિષ્ણાતોના મતે જનરલે રાજીનામું આપી દઇને પ્રતિભાવ આપવો જોઇએ. પૂર્વ લશ્કરી વડા વી.પી. મલિકે જણાવ્યું છે કે લશ્કર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેની લડાઇ હદ વટાવી ગઇ છે. સંરક્ષણ વિશ્લેષક મેજર જનરલ જી.ડી. બક્ષીએ જણાવ્યું કે બંને પક્ષે ગુમાવેલા માન- સન્માન પાછા મેળવવાની જરૃર છે. કેટલાક નિષ્ણાતો નબળા પ્રતિભાવ બદલ સંરક્ષણ પ્રધાનને દોષિત ગણી રહ્યા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved