Last Update : 01-April-2012,Sunday
 
 

આઇપીએલમાં રોકાણ કરવા અંગેે જાહેરખબરકારો અવઢવમાં
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે

૧૦ સેકન્ડના સ્પોટનો ભાવ પાંચ લાખ હોવાનો અંદાજ

દરેક મેચમાં આશરે અડધો કલાક જાહેરાતો જોવા મળશે

નવી દિલ્હી,તા.૩૧
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની પાંચમી સિઝનનું કાઉન્ડ ડાઉન શરૃ થઇ ચુક્યું છે, છતાં પ્રાયોજકો હજુ પણ અવઢવમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમનો દેખાવ કંગાળ રહ્યો છે, જેના કારણે આઇપીએલની પાંચમી સિઝન અગાઉની જેમ જ આકર્ષણ જમાવશે કે નહીં તે અંગે અનિશ્ચિતતાની સ્થિતી સર્જાઇ છે. જો કે એક અંદાજ પ્રમાણે આઇપીએલની પાંચમી સિઝનમાંથી જાહેરખબરોમાંથી આશરે રૃપિયા ૭૬૦ કરોડ જેટલી આવક થઇ શકે.
હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચ સિઝનના પ્રવાસમાં ઘણા ચડાવ-ઉતાર જોવા મળ્યા છે. લલીત મોદીના કાર્યકાળમાં ગ્લેમર અને અવનવા નિયમોને કારણે આઇપીએલે ભારે આકર્ષણ જમાવ્યું હતુ. જો કે ત્યાર બાદ નાણાંકીય ગેરરીતિ અને અનિયમિતતાઓ પ્રકાશમાં આવતાં લલીત મોદીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેની સાથે આઇપીએલની નાઇટ પાર્ટીઓ પર પ્રતિબંધ આવી ગયો હતો.
આઇપીએલની ચોથી સિઝનમાં ગ્લેમરથી ખોટ વર્તાઇ હોવાનું ચાહકોએ અનુભવ્યું હતુ. ગત વર્ષે તો ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેના પાંચ દિવસ બાદ જ આઇપીએલ શરૃ થઇ હોવાથી ચાહકોમાં ભારે આકર્ષણ જોઇ શકાતું હતું. જો કે આઇપીએલની પાંચમી સિઝન અગાઉ કોઇ ખાસ માહૌલ જામતો હોય તેવું લાગતું નથી. ભારતીય ક્રિકેટ ટીમનો મેદાન પરનો દેખાવ કથળ્યો છે. જેના કારણે આઇપીએલની પાંચમી સિઝન તરફ ચાહકોનો પ્રતિભાવ કેવો રહેશે તે અંગે જાહેરખબરકારો ચિંતિત બન્યા છે.
એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે શરૃઆતમાં તો આઇપીએલની પાંચમી સિઝનની મેચો માટે ૧૦ સેકન્ડની જાહેરખબરના સ્પોટનો ભાવ આશરે રૃપિયા પાંચ લાખ હોવાનું મનાય છે. જો કે કેટલાક ચાહકોને વિશ્વાસ છે કે આઇપીએલ એક વખત શરૃ થઇ જાય પછી ધીરે ધીરે ચાહકો પર તેનો ફિવર જોવા મળશે. ટીવીની જાહેરખબરોના સ્પોટના ભાવ પણ આઇપીએલ જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધશે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
જોકે આઇપીએલની ચોથી સિઝનમાં આઇપીએલને ટીવી પર જોનારા દર્શકોની સંખ્યામાં આશરે ૧૫ ટકાનો ઘટાડો થયો હોવાના તથ્યને પણ જાહેરખબરકારો ધ્યાનમાં રાખી રહ્યા છે. આઇપીએલમાં ગ્લેમરનું આકર્ષણ ઘટયું છે,જો કે ક્રિકેટનો રોમાંચ હજું પણ ચાહકોને સતત જકડી રાખશે તેમ મનાય છે. ગત સિઝનથી પુણે વોરિયર્સે એન્ટ્રી મારી હતી. તેની સાથે આઇપીએલમાં પ્રવેશનારી કોચી ટસ્કર્સ ટીમનો કરાર જ આઇપીએલે રદ કરી દીધો હોવાથી આ વખતે નવ ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે.
આઇપીએલે તેના ફોર્મેટને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરતાં દરેક ટીમને ૮-૮ એમ કુલ ૧૬ મેચો રમવાની આવે તેવું આયોજન કર્યું છે. આ ઉપરાંત ચાર પ્લે ઓફની મેચો પણ રમાડવામાં આવશે, જેના કારણે આઇપીએલની પાંચમી સિઝનમાં કુલ મળીને ૭૬ મેચો રમાશે. તેંડુલકરે તાજેતરમાં ૧૦૦મી ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સદી પુરી કરી છે, જેના કારણે તેના અંગેનું આકર્ષણ જોવા મળી શકે છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટરો સેહવાગ, ધોની, ગંભીર, રોહિત શર્મા વિગેરે આકર્ષણ જમાવશે. જ્યારે વિદેશી ક્રિકેટરોમાં માઇકલ ક્લાર્ક, ગિલક્રિસ્ટ, વેટોરી, સંગાકારા પણ ચાહકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved